________________
શારદા સાગર
મુનિ કહે છે હું ઉંઘમાંથી સવાર પડતાં જાગૃત થયે ત્યારે માતા-પિતા બધા મને શું કહેવા લાગ્યા તે વાત અવસરે.
અનાથી મુનિએ સંયમ લેવાને સંકલ્પ કર્યો ને તેમને રોગ નાબૂદ થઈ ગયે. તેમ આયંબીલ તપ કરવાથી પણ માણસના મહાન રોગ નાબૂદ થાય છે. આયંબીલની એબીને આજે બીજો પવિત્ર દિવસ છે. આપણા જૈન ધર્મમાં તપની મહત્તા ખૂબ છે. આયંબીલને મહિમા પણ કંઈ જે તે નથી. આયંબીલ તપમાં રસેન્દ્રિયનો સ્વાદ જીતવાને છે. તપ દ્વારા જુના ચીકણું કર્મોની નિર્જરા થાય છે. આયંબીલ તપની આરાધના કરવાથી ભલભલા રોગ મટી જાય છે. તે માટે શ્રીપાળ રાજાનું જવલંત દષ્ટાંત છે શ્રીપાળ રાજાને કેવી રીતે કઢનો રેગ થયે ને કેવી રીતે મટયે તે થોડું વિચારીએ.
એક રાજાને મયણાસુંદરી અને સુરસુંદરી નામની બે પુત્રીઓ હતી. મયણસુંદરીની માતા જૈન ધર્મની અનુરાગી હતી. અને સુરસુંદરીની માતા અન્ય ધમી હતી. બંને પુત્રીઓને ભણાવવા માટે ઉપાધ્યાય જુદાજુદા રાખેલા. મયણાસુંદરીને જૈન ધર્મનું સુંદર જ્ઞાન મળ્યું હતું. જૈન ધર્મમાં કર્મની ફીલેસોફી ખુબ સુંદર રીતે સમજાવવામાં આવી છે. બંને કુંવરીઓ ભણીગણીને તૈયાર થઈ. એક દિવસ બંને બહેને તૈયાર થઈને પિતાજીની પાસે જાય છે. ત્યારે પિતાજી બંને પુત્રીઓને પિતાની પાસે બેસાડીને પ્રશ્નો પૂછે છે.
મયણાસુંદરીએ કહેલ સત્ય વાત ઃ મયણાસુંદરી જેન ધર્મની અનુરાગી હતી એટલે બેટી વાતમાં હા કહેનારી ન હતી. તેના પિતાજી પૂછે છે બેટા! આ દુનિયાને સુખી કોણ બનાવી શકે છે? ત્યારે સુરસુંદરી કહે છે પિતાજી! એક તેં મેઘરાજા. મેઘરાજાની મહેરબાની હોય તે દુનિયાના દરેક જીવને અન્નપાણી મળે ને આનંદથી જીવી શકે. પણ મેઘરાજાની મહેરબાની વિના, અન્ન પાણી વિના હેરાન પરેશાન બની જાય છે. અને બીજા આપ. આપની મહેરબાની હોય તે પ્રજા સુખે રહી શકે. આપ ધારે તે બધાને સુખી કે દુઃખી બનાવી શકો છો. આ પુત્રીને જવાબ સાંભળી પિતાજી રાજી થયા. મયણાસુંદરીએ કહ્યું. પિતાજી! સુખ-દુખ એ સોના પૂર્વકર્મનું ફળ છે. આ દુનિયામાં કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. દરેક પિતાના પુણ્યથી સુખ ભોગવે છે ને પાપકર્મના ઉદયથી દુખ ભેગવે છે. આ સાંભળી રાજાને મયણાસુંદરી ઉપર કેજ આવ્યો, અને જેણે પિતાની “હા” માં “હા મિલાવી તે સુર સુંદરીને એક રાજકુમાર સાથે પરણાવી. ત્યાર બાદ તે ગામમાં ૫૦૦ કેઢીયાઓનું ટેળું ફરતું ફરતું તે ગામમાં આવે છે. તે
દીકરીના જવાબથી પિતાજીને પ્રક૫ - આ કોઢ એ ભયંકર હતો કે ઘણું દૂરથી તેની દુર્ગધ આવવા લાગે. અને રેગ પણ ખુબ ચેપી હતા. તેમના સંગમાં જે રહે તેમને રેગ થાય. એટલે આ કેઠીયાઓને કઈ ગામમાં પેસવા દેતું નથી. ત્યારે કોઢીયાઓ જે ગામમાં જાય તે ગામના રાજા પાસે માંગણી કરતા કે અમને ગામ બહાર