________________
શારદા સાગર
આયંબીલ તપને મહાન પ્રભાવ-ગામમાં જૈન મુનિ બિરાજતાં હતાં. આ મયણાસુંદરી સંતના દર્શન કરવા માટે ગઈ. સંતે તેને ઓળખી. તેથી પૂછયું છે મયણાસુંદરી! તું અહીં ક્યાંથી? મયણ કહે છે ગુરૂદેવ! હમણાં અમે અહીં આવ્યા છીએ. શું તારા લગ્ન થયા છે? ત્યારે મયણાએ પિતાની બધી વાત કરી અને કહ્યું. ગુરૂદેવ! મને આ રીતે પરણાવી તેનું મને લેશ માત્ર દુઃખ નથી. ફક્ત મને દુઃખ એટલું છે કે મારે જેન ધર્મ નિંદાય છે. જોકે એમ કહે છે કે ધર્મને ખાતર આવા પતિને પરણી ! તે કેવી દુઃખી થાય છે? માટે કૃપા કરીને મારો જૈન ધર્મ નિંદાય નહિ તે માર્ગ મને બતાવો. બીજે દિવસે આસો સુદ સાતમને દિવસ આવતું હતું.
ગુરૂદેવે કહ્યું કે આસો સુદ સાતમના દિવસથી તમે આયંબીલ તપની આરાધના કરે. તેમાં પંચ પરમેષ્ટિ અને જ્ઞાનદર્શન-ચરિત્ર અને તપ એ નવ પદની આરાધના કરે. તેની વિધિ સમજાવી, મયણાસુંદરી વિચાર કરવા લાગી કે આયંબીલ ક્યાં કરવું? ગામમાં કોઈ અમને આશ્રય આપે તેમ નથી. આ વખતે શેઠ શ્રી મણીભાઈ વીરાણી જેવા ગામના ઉદાર નગરશેઠ ત્યાં બેઠા હતા. તેમણે કહ્યું કે બહેન! તમે મારે ઘેર આયંબીલ કરવા આવજે. આ લાભ મને મળવું જોઈએ, ત્યારે મયણાસુંદરીએ કહ્યું ભાઈ! મારી સાથે ૫૦૦ કહીયા છે ને તેઓ ચેપી રેગવાળા છે. કદાચ ચેપ લાગે તે શું? ત્યારે નગરશેઠ કહે છે એ તે સોના કર્મ થાય છે. તમારે મારે ત્યાં આવવાનું છે. મયણાસુંદરી શેઠના આમંત્રણને સ્વીકાર કરે છે ને બધા ત્યાં આવે છે. ૫૦૦ કેઢીયા કહે છે બહેન! તમે અને અમારા ઉંબરાણ ત્યાં જાવ અમે તે ધર્મશાળામાં રહીશું. પણ શેઠને અત્યંત આગ્રહ હોવાથી બધા ત્યાં આવે છે.
મયણાસુંદરી ખૂબ શ્રદ્ધા પૂર્વક નવપદની આયંબીલની ઓળીની આરાધના કરે છે. અને બધાને કરાવે છે. નવકાર મંત્ર ગણીને બધાના શરીરે હાથ ફેરવે છે. જુઓ, આયંબીલ તપને કે પ્રભાવ છે. નવ દિવસમાં બધે રોગ મટી ગયા ને ચામડી જેવી ચામડી થઈ ગઈ. ને બધા પિતાના અસલ રૂપમાં આવી ગયા. ઉંબરાણે રાજાને કુંવર હતે. તેમજ ૫૦૦ કેઢીયા પણ રાજાના કુંવરે હતા. બધા મયણાસુંદરીના પગમાં પડી ગયા. અહો! હે સતી! તું જે અમને ન મળી હેત તે અમને આવા રોગમાંથી મુક્ત કોણ કરત? આ બધે તારે પ્રતાપ છે. બધા તેને ઉપકાર માનતાં નવપદનું સ્મરણ કરતાં પિતપતાના સ્થાને ચાલ્યા ગયા. સમય થઈ ગયો છે. હવે મયણાસુંદરી તેના પતિની સાથે સંતના દર્શન કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.