________________
શારદા સાગર
૬૪૧
પ્રથમ સદ્દગુરૂને સમાગમ કરી ભૂમિકાને ચેખી કરે. ઊધી માન્યતા અને અવળા સંસ્કારે દૂર નહિ થાય ત્યાં સુધી આત્મતત્તવની રૂચિ નહિ થાય માટે પાત્રતા પ્રગટાવે. દરેક ભવ્ય છ સિદ્ધપદના અધિકારી છે પણ પાત્રતા વિના પામી શકાય નહિ. પરમ તત્ત્વને પામવા માટેની સાચી જિજ્ઞાસા, વિનય, વિવેક, ગૃહસ્થાશ્રમ પવિત્ર તેમજ વહેપારમાં ન્યાય, નીતિ અને પ્રમાણિકતા હોય તેને સાચી રૂચિ પ્રગટે છે. જે જેનકુળમાં જન્મ્યા છે. જેનામાં એનત્વના સંસ્કાર છે. હજુ સમ્યગ્દર્શન પામ્યા નથી પણ પામવાની લાયકાત છે તેને જીવન વ્યવહાર કે સુંદર હોય છે ! અનીતિના લાખે રૂપિયા મળે તો તેને માટે નદીની રેતી બરાબર છે. તે સમજે કે મને જેમ દારૂ ન ખપે તેમ અનીતિનું ધન પણ ન ખપે. છે આજે આટલી ભાવના ! આજે તો પૈસા માટે વહેપારીને દારૂ પીવડા પડે તે પિવડાવે. અહાહા ! કેટલા ભવ માટે આવા કર્મો જીવ કરી રહ્યો છે ! આવા છે જેનકુળમાં જન્મવા છતાં જૈન નથી.
દેવાનુપ્રિયે! જેનામાં જૈનત્વના સાચા સંસ્કાર છે. તેના અંતરમાં કેવા પવિત્ર ભાવે હાય! કઈ મારી સ્તુતિ કરે કે નિંદા કરે છે તેમાં મારે શું? હીરા-માણેક સુવર્ણ આદિ ગમે તેટલા મળે તે તેમાં મારું શું? એ તે બધા પૃથ્વીકાયની જાતિના છે. તે રહે તે ય શું ન જાય તે પણ મારું શું જવાનું છે? લક્ષ્મી મળવાથી મને સાચું સુખ મળવાનું નથી. પણ મને આત્મસ્વરૂપની રમણતામાં સાચું સુખ મળવાનું છે. સંસારના શાસ્ત્ર ભૌતિક પદાર્થોની પ્રાપ્તિમાં સુખ બતાવે છે ત્યારે વીતરાગના શાસ્ત્રો આત્મસ્વરૂપની રમણતામાં સાચું સુખ બતાવે છે. ભૌતિક પદાર્થોનું સુખ વિનાશી છે ને આત્માનું સુખ અવિનાશી છે. તેમાં આકુળતા વ્યાકુળતા નથી. આવા શાશ્વત સુખને સાચે ઉપાય જૈન દર્શનમાં બતાવ્યું છે. જ્યારે આત્માને તેનું જ્ઞાન મળે છે ત્યારે આત્માના સ્વરૂપનું ભાન થાય છે. ને તેની સાન ઠેકાણે આવે છે.
- અનાથી મુનિના આત્માએ પૂર્વભવમાં એવું ગાઢ કર્મબંધન કર્યું હશે કે જેથી આ ભવમાં ભયંકર રેમના ભંગ બની ગયા. દુનિયામાં થાય તેટલા ઉપચાર કરવામાં આવ્યા છતાં વેદના શાંત ન થઈ. ત્યારે એ નિર્ણય કર્યો કે પૂર્વભવમાં મારા આત્માએ કેવા કર્મો કર્યા હશે? તે કર્મો મને ઉદયમાં આવ્યા છે તે હવે તે કર્મો મારા પુરૂષાર્થ દ્વારા ખપશે. પાપકર્મ એવું નિકાચિન બાંધ્યું છે તો હવે ભગવતી વખતે શેક શા માટે કરવો જોઈએ? આપણે આગળ કહી ગયા ને કે જેને આત્મસ્વરૂપની પછાણ થાય છે તે જીવ કર્મોદયના સમયે સમાધિભાવમાં રહે છે. પણ કદી ચિત્તમાં અસમાધિ લાવતે નથી. હાયય કરતો નથી. એ તો એ વિચાર કરે છે કે મેં પાપકર્મ નિકાચીત બાંધ્યું છે તે તે ઉદયમાં આવીને દુઃખ આપ્યા વિના રહેવાનું નથી. તે તે સમયે જે ચિત્તમાં અસમાધિ થશે, કે આવશે તે નવા કર્મો બંધાશે.