________________
શારદા સાગર
આ બાજુ શેઠના મનમાં થયું કે ચાર લૂંટારા કેઈ આવ્યા નથી તે હવે ઝવેરાત તિજોરીમાં મૂકી દઉં. એમ વિચાર કરીને શેઠ પેલી નાળ શોધવા લાગ્યા. નાળ ન જડતાં બધાને પૂછયું તે ઘડાના નેકરે બધી વાત કહી સંભળાવી. સાંભળતા શેઠને ખૂબ દુખ થયું પણ હવે શું થાય? ઘેડાની લાદમાં રને નીકળી ગયા હોય પણ લાદતે સાધુના પાત્રમાં વહરાવી દીધી હતી. એ મારા કર્મો મારે ભોગવવાના રહેશે. મુનિ તે વિહાર કરી ચાલ્યા ગયા. હવે ક્યાં શેધું? છતાં મુનિની શેધ કરી પણ મળ્યા નહિ. છેવટે શેઠને ખૂબ પસ્તાવો થયે. નાણાં ગયા ને કર્મ બંધાયા. સાધુનું ઘોર અપમાન કરવાથી ઘણું કર્મો બાંધ્યા. મરણ વખતે છાણના ઢગલા દેખ્યા. ને પરિણામે તે મરીને છાણને કીડે થયો. અભિમાનના નિશામાં જીવને ભાન નથી રહેતું કે હું કોને કષ્ટ આપું છું! બધેથી છૂટાશે પણ કર્મ રાજા નહિ છોડે. પાછળથી પસ્તાવો કરે તે કરતા પહેલા વિચાર કરજે.
અનાથી મુનિ પણ શ્રેણીક રાજાને એ વાત સમજાવે છે કે કરેલા કર્મો તે જીવને અવશ્ય ભેગવવા પડે છે. મેં પૂર્વ ભવમાં એવા કર્મના ભાતા બાંધ્યા હશે કે જેથી મને આ ભવમાં આ ભયંકર રોગ થયે ને ઘણું ઉપચારો કરવા છતાં મટે નહિ. ત્યારે મેં મારા આત્મા સાથે નકકી કર્યું કે -
सई च जइ मुच्चेज्जा वेयणा विउलो इओ। खन्तो दन्तो निरारम्भो, पव्वइए अणगारियं ।
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૩૨ જે હું એક વખત આ વિપુલ વેદનામાંથી મુકત થાઉં તે ક્ષમાવાન, ઈન્દ્રિઓને દમણહાર, આરંભરહિત થઈને સાધુ બની જાઉં. રોગ મટયા પછી મારે આ ભેગના કીચડમાં ફસાવું નથી. આવા કામો તે મારા જીવે અનંતીવાર ભેગવ્યા છે. સંસારના સંબંધે બધા ક્ષણિક છે. માટે જે મને આ રોગ મટી જાય તે સંસારની સાંકળ તેડી નાખું. આ દઢ સંકલ્પ કર્યો.
બંધુઓ! અનાથી મુનિએ તે ત્યાગી બનવાને દઢ નિર્ણય કર્યો ને એ તે સાધુ બનશે. પણ આજે આયંબીલની ઓળીના મંગલ દિવસની શરૂઆત થાય છે તે હવે તમે પણ દઢ નિશ્ચય કર્યો હશે ને કે મારે આયંબીલની ઓળી તે અવશ્ય કરવી. આયંબીલ તપ એ મહાન તપ છે. પર્યુષણ પર્વ જેટલું આયંબીલની ઓળીનું મહત્વ છે. પણ તમને તેટલું મહત્વ સમજાયું નથી. આયંબીલ તપની આરાધના કરવાથી કર્મની નિર્જરા થાય છે. રસેન્દ્રિય ઉપર વિજય મેળવાય છે ને કેઢ જેવા મહાન ગો પણ મટી જાય છે. અર્કંઈ આદિ તપમાં તે ખાવાનું નથી માટે કેઈથી ના થાય. પણ આયંબીલ તપમાં તે એક વાર ખાવાનું છે. ફક્ત રસેન્દ્રિય ઉપર કાબુ મેળવવાને છે.