________________
શારદા સાગર
૬૨૯
સંયમ કોને કહેવાય? સંયમ એટલે આત્મામાં અટલ શ્રદ્ધા અને હું અજર અમર એ આત્મા છું. એ આત્મ સ્વભાવ કેળવે તે સંયમ છે. તે શરીરની પ્રવૃત્તિમાં કે બીજા પર પદાર્થમાં નથી પણ મારા આત્મભાવમાં છે. તે ધર્મ બહારથી આવતું નથી. મારામાં છે અને મારામાંથી પ્રગટે છે. વિભાવને દૂર કરી સ્વભાવમાં રમણતા કરો તે ધર્મ પ્રગટ થઈ જશે.
જે ભવ માટે દે તલસે છે તેને વૃથા ગુમાવે નહિ. પરવશપણે જીવને ઘણાં દુખો ભેગવવા પડે છે. કર્મની થપાટ લાગતાં શું નથી થતું? બિમારી આવે છે. મહિના સુધી ખાવાનું મળતું નથી. પત્ની-પુત્ર વિગેરેને વિયોગ પડે છે. તે બધું સહન થાય છે. પણ જે કહેવામાં આવે કે અત્યારે આયંબીલની ઓબી ચાલે છે. તો એવી કરે, ઉપવાસ કરે. એક દિવસ ઘરનો મોહ છોડીને પિષધ કરે. તે કહે કે મહાસતીજી! અમારાથી તે બની શકે તેમ નથી. જે દુખે પરાધીનપણે ભોગવવા પડે છે તેને અંશ ભાગ જે સ્વેચ્છાપૂર્વક સહન કરવામાં આવે તે આત્માને ઉદ્ધાર થઈ જાય. સંયમ એ આત્માને એક એવો અપૂર્વ વિશ્રામ છે કે જેમાં દુખને સહેજ પણ અંશ નથી. સંયમ આવે સુખકારી હોવા છતાં અંગીકાર કર મહાદુષ્કર છે. માનવભવ, જૈનધર્મ, અને સૂત્રશ્રદ્ધા હોવા છતાં સંયમમાં દઢતા ઘણી ઓછી જોવામાં આવે છે. એટલે સંયમમાં દઢતા કેળવવામાં માનવજીવનની સફળતા છે. જે આત્માઓ વિષય સુખમાં પડયા રહીને કર્મનું બંધન કરે છે તેને તેવા કર્મની સજા ભોગવવા માટેનરક-તિર્યંચાદિ દુર્ગતિમાં જવું પડે છે.
સંયમનું પાલન કરવા માટે સર્વ પ્રથમ પિતાના હૃદયક્ષેત્રને શુદ્ધ કરવાની જરૂર છે. તે સમ્યકત્વ ભાવથી થાય છે. વસ્તુના સ્વરૂપને તે રીતે ઓળખવાથી થાય છે. હું જ્ઞાનરૂપ છું એમ સમજનાર આત્મા વિષય કષાયમાં પ્રવૃત્ત નહિ થાય. જેણે પોતાના ઉપર દયા કરી આત્મભાવની રક્ષા કરી વિભાવને હઠા તેણે દુનિયા ઉપર દયા કરી, જ્ઞાની આત્માઓને ઈન્દ્રિય દમન સરળ છે. કારણ કે જ્ઞાનદષ્ટિ જાગૃત થતાં બધી ઈન્દ્રિયો વશમાં આવી જાય છે. | સર્વજીત નામને એક રાજા હતા. તેણે આખી દુનિયા જીતી લીધી હતી. બધા તેને સર્વજીત કહેતા. પણ તેની માતા તેને સર્વજીત નહેતી કહેતી. એક દિવસ તે તેની માતા પાસે જઈને પૂછવા લાગે, કે હે માતા! મને બધા સર્વજીત કહે છે ને તું મને સર્વજીત કેમ નથી કહેતી? ત્યારે માતાએ કહ્યું કે તું સર્વજીત કયાં થયે છે? ત્યારે રાજાએ કહ્યું, કેમ નથી થયે? ત્યારે માતાએ કહ્યું-તે બધું જીત્યું છે પણ પાંચ ઈન્દ્રિઓને છતી નથી. પાંચ ઈન્દ્રિયના વિષયેના વિકારે તે તારા આત્માના કટ્ટા દુશ્મને છે. એને પહેલાં જીત, પછી તું સર્વજીત કહેવડાવવાને ગ્ય બનીશ. કહેવાને આશય એ છે કે આત્માના સાચા દુશ્મને તે પાંચ ઈન્દ્રિઓના વિષયના વિકારે છે. તેને જીતે તે જગત તમને