________________
શારદા સાગર
૬૨૫
પરાણે મુનિને પિતાને ઘેર લઈ ગઈ. ત્યાં શેઠ તાડૂક્યા. તે સાધુડા! તું કેમ આવ્યું? સંત તરત પાછા ફરે છે. ત્યાં શેઠ કહે ઊભા રહે, એમ કહીને ઘડા એ લાદ કરી હતી તે લઈ આવે ને મહારાજના પાત્રમાં લાદ ઠલવી દઈને હરખાતા બેલ્યા જાવ ખાજે. તમે આને લાયક છે. મુનિએ જોયું પણ શેઠ ઉપર મનમાં સહેજ પણ કેધ ના કર્યો. ઉપરથી શેઠની અજ્ઞાનતા માટે તેમના દિલમાં કરૂણાની ધારા વહેવા લાગી કે અહો! આ શેઠ કર્મ ખપાવવાના સ્થાને કેવા કર્મો બાંધે છે? તેને બિચારાને ખબર નથી કે આ હસી હસીને કર્મ બાંધુ છું તેને રડતાં રડતાં ભેગવે પણ પાર નહિ આવે. જેવા રસે કર્મ બાંધ્યા હોય તેવા રસે ભેગવવા પડે છે. આ રીતે મુનિને શેઠ પ્રત્યે કરૂણ ઉત્પન્ન થઈ. ખરેખર મહાન પુરૂષનું હૃદય વિશાળ હોય છે. દુઃખના સમયે ગજબ સમતા રાખી. દુઃખમાંથી સુખ શોધે છે. જ્યારે ચંદનબાળાને મૂળા શેઠાણીએ મસ્તકે મુંડન કરાવી, હાથ પગમાં બેડી પહેરાવી ભોંયરામાં પૂરી. આવા કષ્ટ આપ્યા પણ ભગવાનને અભિગ્રહ ચંદનબાળાના હાથે પૂર્ણ થયે ને દેવેએ સેનૈયાની વૃષ્ટિ કરી ત્યારે ચંદનબાળાએ મૂળા માતાને શું કહ્યું તે તમે જાણો છો?
ચંદનબાળાએ કહ્યું કે માતાજી! આ બધું આપને પ્રતાપ છે. આપ મારી આ દશા ન કરી હતી તે ભગવાનને પારણું કરાવવાનું મારું ભાગ્ય ક્યાંથી જાગત! હે માતા ! તમે મને આજે પાવન બનાવી દીધી. મારા ભાગ્યની તિજોરી ખેલી નાંખી, માતાજી! તમને મારા કેટી વંદન છે. આ હતી મહાસતી ચંદનબાળાની ક્ષમતા.
મુનિ પેલે આહાર પરાવવા માટે નિર્જીવ ભૂમિની તપાસ કરતાં કરતાં આગળ ચાલ્યા જાય છે. ત્યાં એક ગરીબ શ્રાવક સામે મળે. તેની સ્થિતિ ગરીબ હતી પણ ભાવના ગરીબ ન હતી. સાધુને જોઈને તે ખૂબ આનંદ પામે ને પોતાને ઘેર બૈચરી પધારવા માટે વિનંતી કરી. ત્યારે મુનિએ કહ્યું- ભાઈ! મારા પાત્રમાં પરઠવવા યોગ્ય આહાર આવી ગયો છે. તે હું પરાવવા જવું છું. તે શ્રાવકે કહ્યું કે મહારાજ! મારા ઘરની પાછળ ખુલ્લી જગ્યા છે. ત્યાં આપ પરઠવી દે. મુનિએ નિર્દોષ જગ્યા જોઈને ત્યાં લાદ પરઠવી દીધી. અને પાત્ર સાફ કરીને આહાર વહેરીને ચાલતા થયા. પણ આ શ્રાવકને વિચાર થયો કે મુનિના પાત્રમાં એવી તે શી વસ્તુ આવી હશે કે તેમને પરઠવવી પડી? લાવને જોઉં. ત્યાં જઈને જોયું તે લાદને ઢગલે છે. તે વિચારવા લાગ્યો કે અહો ! આવા પવિત્ર સંતને સુપાત્રદાન દેવાને બદલે આવી લાઢ કેણે વહરાવી હશે? એમ વિચાર કરી લાદને એક ગોળ ભાંગે ત્યાં અંદરથી કિંમતી રત્ન નીકળ્યા બીજે ગેબે ભાંગે તે બીજા રત્ન નીકળ્યા. આમ તેણે બધા ગેળા ભાંગી નાંખ્યા ને તેમાંથી જે ઝવેરાત નીકળ્યું તે બધું ભેગું કરીને લઈ લીધું. એના શુભ કર્મને ઉદય થતાં ધનની પ્રાપ્તિ થઈ.