________________
શારદા સાગર
પામીને પહેલી નરકમાં જશે. આ સાંભળીને મહારાજા શ્રેણીકના માથે જાણે વીજળી પડી હોય તે આઘાત લાગ્યો ને કહ્યું – પ્રભુ! હું આપને અનન્ય ઉપાસક ને મારી આવી ગતિ થશે? ત્યારે ભગવાને કહ્યું હે રાજન્ કર્મના અવિચળ કાયદાને કોણ તેડી શકે તેમ છે? તમે અજ્ઞાનપણમાં ગર્ભવતી હરણીને ગર્ભ સહિત વીંધીને તેમાં હરખાયા. તે સમયે તમે નિકાચિત કર્મનો બંધ પાડે. તે હવે તમારે ભોગવવાને છે. તેમાં કેઈ કાંઈ કરી શકે તેમ નથી. ત્યારે શ્રેણીક રાજા કહે છે પ્રભુ! આપનું વચન સત્ય છે, તથ્ય છે. પણ આપના જેવા જગતે ધારક વેદ અને મારા જે દદી છે. તે પછી આપ મારું દર્દ દૂર ન કરી શકે? મને નરકે જોન અટકાવી શકે? ભગવાન તે જાણતા હતા કે શ્રેણીક રાજાને નરકે જવાનું છે તે નક્કી છે પણ તેમના આશ્વાસન માટે ચાર ઉપાય બતાવ્યા છતાં તેમાંનો એક પણ ઉપાય ફળીભૂત થયે નહિ. ત્યારે શ્રેણિક રાજા હતાશ બની ગયા. ટૂંકમાં નિકાચિત કર્મ ભેગવ્યા વિના છૂટકે થતું નથી. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક કરોડપતિ શ્રીમંત શેઠ હતા. શેઠને પિતાની સંપત્તિનું ખૂબ અભિમાન હતું ખાઈ પીને પિતાનું પેટ ભરવામાં આનંદ માને પણ કોઈ ગરીબની દાદ સાંભળતે નહિ. એક વખત શેઠ જમી પરવારીને પલંગમાં પોઢી ગયા હતા. તે સમયે એક પવિત્ર સંતા ગૌચરી માટે નીકળ્યા હતા. ઘરઘરમાં નિર્દોષ આહારની ગવેષણ કરતાં તેઓ આ શેઠના ઘરમાં આવ્યા. શેઠને ઊંઘતા જોઈને સંત પાછા ફરવા જાય છે ત્યાં શેઠની આંખ ખુલી ગઈ. સાધુને જોઈને શેઠ ખૂબ ગુસ્સે થઈને બેલ્યા-હે જગટા! પૂછ્યા વિના તું મારા ઘરમાં કેમ આવે? તને એટલી પણ ખબર નથી પડતી કે અત્યારે જમીને અમારે આરામ કરવાનો સમય હોય ત્યારે મારે કોઈના ઘેર જવું જોઈએ નહિ.
બંધુઓ ! જુઓ, પૈસાને નશે કે છે! કંઈક ને ઘેર સંત ન પધારે તે તેની આંખમાં આંસુ આવી જાય અને આવા ભારેકમી જીવને ઘેર સંત સામેથી લાભ દેવા ગયા તે પણ તેને ગમ્યું નહિ. લાભ લેવાને બદલે કર્મબંધન કર્યું. સુપાત્રે દાન દેવાનો સુઅવસર આવ્યું. અશુભ કર્મોની નિર્જ કરવાનું સ્થાન હતું છતાં શેઠે નવા કર્મો બાંધ્યા. સાધુને એક ઘર નથી એને તે ઘણું ઘર છે. બાર કુળની ગૌચરી ખપે છે. સંત તે ક્ષમાના સાગર હતા. શેઠના કટુ વચનેથી તેમના દિલમાં સહેજ પણ દુઃખ ન થયું કે શેઠના ઉપર બિલકુલ કેબ પણ ન આવ્યો. તેમણે શાંતિપૂર્વક શેઠને કહ્યું-શેઠ હું ગૌચરી માટે આવ્યા હતા. કઈ જગ્યાએ માલિકની ઈચ્છા ન હોય તે ગૌચરી લેવી કલ્પતી નથી. હું ચાલ્યું જાઉં છું. શેઠે કહ્યું જલ્દી ચાલ્યું જા. સાધુ ત્યાંથી ગૌચરી માટે બીજા સ્થળે ચાલ્યા ગયા. ગૌચરીમાં આવા કટુ વચન સાંભળવા મળે ત્યારે સમતા રહેવી તે સહેલી વાત નથી. જે સંત આવા સમયે સમતા રાખે તે ગૌચરી કરતાં પણ ઘણાં કર્મોની નિર્જરા કરે છે. તમારા મુંબઈમાં કે વાલકેશ્વરમાં આવે પરિસહ આવતો નથી. પણ ગામડામાં અન્યધમીને ત્યાં ગૌચરી જઈએ ત્યારે આવે