________________
-
૨૧
શારદા સાગર રાખે. કદાચ તમને કલ્યાણને માર્ગ ન મળતો હોય તો માર્ગનું સંશોધન કરતા રહો. પૂછતાં પૂછતાં સાચે માર્ગ મળી રહેશે. જેમ કે ઈ મુસાફીર ભૂલભૂલામણીમાંથી પસાર થઈને મેઈન રોડ ઉપર જઈને ઊભો રહે છે તે માર્ગ ઉપર કંઈક વાહન દ્વારા અને કંઈક પગપાળા મુસાફરે ચાલી રહ્યા છે. તેમાં કોઈક સજજન માણસ તે અજાણ્યા માણસને પૂછે કે તમારે ક્યાં જવું છે? તે તે કહે કે મારે અમુક ઠેકાણે જવું છે તો તે માર્ગ બતાવે છે. અને તે અજાણે મુસાફીર પોતાના ઈચ્છિત સ્થાને પહોંચી જાય છે. તેમ મેક્ષમાં જવાને ઇચ્છુક માનવી જે મોક્ષે જવાના મેઈન રોડ ઉપર આવીને ઊભેલ હશે તે તેને પણ સંત રૂપી સજજન પુરૂષને ક્યારેક ભેટે થઈ જતાં મોક્ષને માર્ગ બતાવશે ને એક દિવસ મોક્ષ મંઝિલે પહોંચી જવાશે.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન જેમાં સનાથ-અનાથના ભાવ ચાલી રહ્યા છે. એક વખતના મિથ્યાત્વના પાશમાં પડેલા એવા શ્રેણુક રાજાને અનાથી મુનિ જેવા મહાન આત્માર્થી સંતને ભેટ થયા. સંતને સમાગમ જીવનરૂપી બગીચામાંથી દુર્ગુણની દુર્ગધ દૂર કરી સદ્ગણોની સૌરભથી મહેંકત કરે છે. પતીતને પાવન બનાવે છે ને અનાથને નાથ બનાવે છે. અનાથી મુનિ શ્રેણુક રાજાને પોતે કેવી રીતે સનાથ બન્યા તે વાત સમજાવી રહ્યા છે. અનાથી મુનિ કહે છે, હે રાજન્ ! મને રોગથી મુક્ત કરવા કેઈ સમર્થ ન થયા ત્યારે મને મારી જીવનદિશા બદલવાને અવકાશ મળે. આ સંસારના બધા સંબંધ કેવા અસહાયને ક્ષણિક છે તેનું ભાન થયું. કેઈનું શરણું કામ ન લાગ્યું ત્યારે મેં વિચાર કર્યો કે મારે આત્મા અનંતકાળથી સંસારમાં રઝળે છે ને આવી વેદનાઓ અનંતીવાર ભેગવી છે. હવે આ વેદના મટાડવાનો બીજો ઉપાય હોવો જોઈએ.
બંધુઓ! અનાથી મુનિએ હવે તેની વિચારધારા બદલી. જ્યારે સાચી સમજણ આવે છે ત્યારે પર તરફથી દષ્ટિ બદલાઈને સ્વ તરફ આવે છે. તમારી દષ્ટિ બદલાય છે ખરી? તમે જવાબ નહિ આપે. પણ હું તમને પૂછું છું કે તમે એક મકાનમાં રહેવા ગયા ને પછી ત્યાં જે તબિયત બરાબર ન રહે અગર તે તે ઘરમાં ગયા પછી કેઈનું મૃત્યુ થયું તે તરત એમ થશે કે અહીં રહેવા આવ્યા પછી સુખી થયા નહિ. માટે આ મકાનમાં રહેવું નથી. બીજી વાત. તમે નવી ઓફિસ ખેલી. વહેપાર શરૂ કર્યો પણ તેમાં જે વહેપાર બરાબર ન ચાલે તે મનમાં થઈ જાય છે, કે આ ઓફીસમાં નફાને બદલે નુકશાન થાય છે. ખેટ આવે છે. માટે હવે આ ઓફીસ નથી જોઈતી. ત્યાં તમારી દષ્ટિ બદલાઈ ગઈ ને? ત્યાં તમે સ્થાન બદલવાનો વિચાર કર્યો ને? પણ નંદલાલભાઈ! કદી એવો વિચાર થાય છે કે મારો આત્મા અનંતકાળથી સંસારમાં રઝળે છે. હવે આ સ્થાન બદલવાનું મન થાય છે? જે આ સ્થાન બદલવું હેાય તે મહાન પુરૂષનું શરણું ગ્રહણ કરે. એ શરણું તમારે ઉદ્ધાર કરશે. -