________________
૬૦
શારદા સાગર
સાચા શબ્દોમાં કહું તેા ફૂંફાડા મારતા નાગ સામે આવે તે સારે। પરંતુ ક્રોધથી ધમધમતા ફૂંફાડા મારતા માનવ સામે આવે તે! નહિ સારા. ક્રોધ એટલે ભયંકર છે
તે મળે ને જેના પર ઠાલવે તેને પણ મળે. પણ જે માનવીના જીવનમાં ક્ષમાના ઝરણાં વહ્યા છે તેવું એક અદ્ભુત ઉદ્દાહરણ આપે સાંભળ્યું. ખરેખર જે માનવ પુત્રને મારનાર એવા ઘાતકને મારવા માટે ફરતા હતા. તેના બદલામાં એના ઉપર એણે કેટલી કરુણા કરી! કેટલી ક્ષમા કરી! અરે, એને મૃત્યુમાંથી જીવતદ્વાન પણ આપી દીધું. ધન્ય છે તે અરખને! પણ છેલ્લે છેલ્લે તેણે જે ચમકારી આપી કે હવે તું ચાલ્યા જા અને જે તેની સામે રજૂઆત કરી તેથી ઘાતકીની પણ આંખ ઉઘડી ગઇ અને શુ ખેલ્યાઃ અહાહા...હું મહાપાપી છું. આપ મારા મહાન ઉપકારી છે. તમે મનુષ્ય નહિ પણ દેવ છે. આપ આપની તલવાર ખુશીથી ઉપાડેા. ને મારું' માથું ધડથી અલગ કરી દો. બંનેના જીવનમાંથી વેર રૂપી ઝેર નીકળી ગયા. અને પવિત્ર બની ગયા. હત્યારા હત્યારો ન રહ્યા ને વેર લેનારો વેરી ન રહ્યા. ટૂંકમાં સમય થઇ ગયા છે. ક્ષમાનુ આવુ આદશ દૃષ્ટાંત સાંભળીને દરેક આત્માએ ક્ષમા અપનાવવાની જરૂર છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ”
ક્ષમાની સાથે તપની આરાધના કરવાના કાલથી પવિત્ર દિવસે આવી રહ્યા છે. ક્ષમા એ પણ એક તપ છે. આપ સૌ કાઇ જાણા છે કે આવતી કાલે આયંબિલ તપની આરાધનાના પવિત્ર દિવસેા શરૂ થાય છે. અનંતકાળથી આત્મા આહાર સજ્ઞામાં વિભાવ દૃષ્ટિએ મૃધ્ધ બન્યા છે. શુદ્ધ અવસ્થાએ તે તે અાહારક છે. એ પદ પ્રાપ્ત કરવા માટે અને ઇન્દ્રિયવિજેતા બનવા માટે આયંબિલ તપની આરાધનામાં જોડાવાના ભાવ વધારશે. વધુ ભાવ અવસરે.
✩ વ્યાખ્યાન ન. ૭૨
આસા સુદ ૭ ને શનિવાર
તા. ૧૧-૧૦-૭૫
આ સંસાર સાગરમાં અનતકાળથી પરિભ્રમણ કરતા જીવનું ભ્રમણ મટાડવા માટે કરૂણાસાગર ભગવંતે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. સિદ્ધાંતમાં જ્ઞાની ભગવા ફરમાવે છે, હું સુખના ઇચ્છુક પ્રાણીએ! જો તમારે સુખ જોઇતુ હાય તેા વિષયાનું વમન કરે.. કષાયાનું શમન કરે અને ઇન્દ્રિયાનું દમન કરે. અનંત આત્માએ વિષયાનુ. વમન, કષાયાનું શમન અને ઇન્દ્રિયાનું દમન કરી સંસાર સાગરને પાર કરી આત્મિક સુખના ભેાકતા અન્યા છે. જો તમને પણ આવુ સુખ મેળવવાની ઇચ્છા થતી હાય તેા આ મહાન પુરૂષાના બતાવેલા માર્ગે આવી જાવ. સમ્યક્ પુરૂષાર્થ કરશે તેા એક દિવસ આ વિષમ સંસાર અટવીને પાર કરીને મેાક્ષ મઝલે પહાંચી જવાશે. કદાચ તમે પ્રખળ પુરૂષાર્થ ન કરી શકે ને જલ્દી મેાક્ષ મંઝિલે ન જઇ શકે તે ધીમે ધીમે પણ પુરૂષા ચાલુ