________________
૬૧૮
શારદા સાગર કોઈ બીજા શહેરમાં જવા માટે રવાના થયા ત્યારે રસ્તામાં પ્રચંડ ગરમી અને ગરમ ગરમ હવાથી તેને લૂ લાગી ગઈ. લૂ એવી સખત લાગી કે તેથી તેને એકદમ જોરમાં તાવ આવી ગયો. તાવની ઘણી પીડાથી બેચેની થઈ ને તે ઘાતકે ત્યાં નજીકમાં વિશ્રામ લેવાને વિચાર કર્યો. ત્યાં નજીકમાં તેણે એક તંબૂ જે. પડતે આખડતે તે તંબુના દરવાજા પર પોંએ. પરંતુ ત્યાં સુધી પહોંચતા તે બેભાન થઈને પડી ગયે.
કલાક, બે કલાકનો સમય વ્યતીત થયા પછી તે તંબૂને માલિક બહાર આવ્યા. અને તેણે જોયું કે એક માણસ તાવથી પીડાતે તેના દરવાજા પર બેહોશ થઈને પડયે છે. આ માણસને જોઈને તંબુના માલિકના દિલમાં કરૂણા ઉત્પન્ન થઈ. તેથી તે તાવથી પીડાતા માણસને ઉપાડીને પિતાના તંબૂમાં લઈ ગયો ને પથારી પાથરીને તેને સુવાડ. અહીં આશ્ચર્યની વાત તે એ બની કે તંબુને માલિક તે અરબ હતું કે જે પિતાના પુત્રના ઘાતકને શેધવા માટે નીકળ્યું હતું. રાત પડી જવાથી પિતે આરામને માટે તંબૂ નાંખીને રહ્યો હતો અને તેના દરવાજા પર બેહેશ થઈને પડેલે માનવ તે અરબના પુત્રને ઘાતક હતું કે જેની શોધમાં અરબ કેટલા દિવસથી આકુળ વ્યાકૂળ બનીને ફરતે હતે.
પોતાના પુત્રઘાતકને પિતાના તંબૂમાં જઈને અરબનું લેહી ઉકળી ગયું. મનમાં કેલ આવી શકે અને તેની ગરદન ઉડાવવાને માટે તલવાર લઈને મારવાને માટે તૈયાર થઈ ગયા. પરંતુ તે ક્ષણે અરબના દિલમાં વિવેક જાગે. મનમાં કરૂણ જાગી અને તેને વિચાર થયે કે મારા પુત્રના ઘાતકની પાસે અત્યારે કંઇ શસ્ત્ર નથી. તે શરહિત છે. વળી તે બેભાન છે અને મારે અતિથિ છે. જેને મેં શરણું આપ્યું તે ભલે મારે દુશ્મન હોય તે પણ હવે તેને મારે તે મારા માટે યોગ્ય નથી. શરણે આવેલાનું ભક્ષણ તે ન જ કરાય. આ વિચાર મનમાં આવતાની સાથે તેણે ઉગામેલી તલવાર ભેંય મૂકી દીધી અને માંદા પુત્રઘાતકની સેવામાં લાગી ગયે.
તે પહેલાં તે કેટલાંક શીપચાર કરીને તેને ભાનમાં લાવ્યા. પછી પિતાની પાસે જે ખાવાપીવાની ચીજે હતી તે તેને ખાવા-પીવા માટે આપી. પોતે તનમનથી તેની સેવામાં લાગી ગયો. અબે તે ઘાતક વ્યકિતની સેવા શુશ્રુષામાં કઈ કમીના ન રાખી. રાત-દિવસ જાગીને તે રોગીની સેવા કરી. પરિણામે તે ઘાતક માનવને એટલું સરસ થઈ ગયું કે તે હવે માઈલેના માઈલે સુધી લાંબી મુસાફરી સહેલાઈથી કરી શકે. તે ઘાતક માનવીને ખબર ન હતી કે જેણે મારી આટલી સેવાભક્તિ કરી છે તે કોણ છે?
ઘાતની તબિયત બરાબર થઈ ગયા પછી એક દિવસ અરબે કહ્યું – ભાઈ ! જુઓ, તમે મારા પુત્રના ઘાતક છે. અને જે હું ઈચ્છું તે તમને અત્યારે મૃત્યુલોકમાંથી વિદાય આપી શકું છું. પરંતુ તમે મારા શરણમાં આવ્યા છે અને માંદા હતા તેથી