________________
શારદા સાગર
૬૧૭ પૂરું થયું એટલે બધા દેવે વિચાર કરવા લાગ્યા કે હવે આપણી રાજધાનીના ઈન્દ્ર કોને બનાવશું? ઉપગ મૂકીને જોતાં જ્ઞાનથી જોયું કે તામ્રલિપ્ત નગરના તામલી નામને તાપસ જેણે સંથારો કર્યો છે તે આપણી રાજધાનીના ઈન્દ્ર બનવાને માટે બરાબર યોગ્ય છે. તેથી બધા દેવે ભેગા મળીને કામલી તાપસની પાસે ગયા અને બોલ્યા -આપ અમારી રાજધાનીના ઈન્દ્ર બનવાને માટે સમર્થ છે. તેથી કૃપા કરીને અમારી પ્રાર્થનાને સ્વીકાર કરે. આપે બીજું કંઈ કરવાનું નથી. ફકત આ૫ એટલું કહે કે મારા તપ અને સંયમનું બળ હોય તો હું બલીચંચા રાજધાનીને ઈન્દ્ર બનું. આપ એટલું બેલશે તો તમે અમારા ઈન્દ્ર બની જશે ને અમે ધન્ય બની જશું.
તામલી તાપસે શું જવાબ આપે? તેમણે દેવેની પ્રાર્થનાને અસ્વીકાર કરતાં કહ્યું, મેં કઈ પણ ફળની ઈચ્છાથી તપશ્ચર્યા નથી કરી. મારી કરણીનું ફળ મને મળવાનું છે. પરંતુ જે હું આવી ભાવના કરું તો મને એટલું મળે, વધારે ન મળે, તેથી હું તપના બદલામાં કોઈ પણ ફળની ઈચ્છા નહિ કરું. મારી તપશ્ચર્યા પ્રમાણે મને જે કંઈ મળવાનું હશે તે મળશે. આ પ્રમાણે તામલી તાપસે દેવેએ ઘણું કહ્યું છતાં પણ નિયાણું ન કર્યું તે તે બીજા દેવલોકન ઈન્દ્ર ઈશાનેન્દ્ર બન્યું. કહેવાનો આશય એ છે કે તામલી તાપસે પોતે તાપસ હોવા છતાં પણ આવા પ્રલોભનો મળવા છતાં જરા ડગ્યા નહિ ને નિયાણું પણ કર્યું નહિ. જે આત્મા શુદ્ધ ભાવનાથી તપાદિ કરે છે તે તેનું ફળ તેને સ્વયં મળી જાય છે. માગવાની આવશ્યકતા નથી રહેતી. માગવાથી અથવા નિયાણું કરવાથી તેનું ફળ મર્યાદિત મળે છે.
શુદ્ધભાવે તપ-જપ રૂપી જળનું પાન કરનાર આત્મા પિતાનું શ્રેય સાધી શકે છે. આત્માને પિતાનું ઉત્થાન કરવું હોય તે આ જિનશાસન રૂપી નિર્મળ સરોવરમાં મુનિ રૂપી હંસ ક્રીડા કરી રહ્યા છે તેવા સંતના શરણે જવું જોઈએ. આપ હવે સમજી શક્યા હશે કે મનરૂપી વસ્ત્રને શુદ્ધ કરવા માટે કેવા ઉપાય આચરવા જોઈએ. બેબી જ્યારે વસ્ત્ર ધૂએ છે ત્યારે તે કપડાને કોઈ સલા પર પછાડીને તેને મેલ દૂર કરે છે. તે રીતે મનરૂપી વસ્ત્રને જોવા માટે જ્ઞાની ભગવતે શમ, દમ અને ક્ષમાની શીલા બતાવી છે. શમ એટલે શાંતિ, દમ એટલે ઈન્દ્રિયદમન અને ક્ષમા. ક્ષમા એ એક એ અમૂલ્ય ગુણ છે કે જેની તુલનામાં બીજે કઈ ગુણ ન આવી શકે. ક્ષમા ઉપર એક બનેલી ઐતિહાસિક કહાની યાદ આવે છે.
અરબ દેશની આ સુંદર વાત છે. એક વખત કોઈ માણસે એક અરબના પુત્રનું ખૂન કર્યું. પુત્રના વિયેગથી અત્યંત શેકાતુર, દુઃખી અને પુત્રની ઘાત કરનાર પર ક્રોધિત થઈને પિતાના પુત્રના ઘાતકને બદલે લેવા માટે તે અરબ તે ઘાતકની શોધમાં ફરતો હતો.
આ બાજુ એ સંગ બને, કે અરબના પુત્રને ઘાતક જ્યારે એક દિવસ