________________
શારદા સાગર
જ્ઞાની કહે છે મેલા મનને તું જિનશાસનરૂપી સરોવર ઉપર લઈ જા. આ સરોવરમાં કયું પાણી ભર્યું છે? તે તમને ખબર છે? આ સરેવર- જિનેશ્વરના વચને રૂપી નિમળ-સ્વચ્છ પાણીથી ભરેલું અત્યંત શોભાયમાન છે? આ સરોવરને પાળ કઈ? અગ્યત્વની જેની પાળ બાંધેલી છે. આ સાંભળીને કદાચ તમને મનમાં થશે કે આ સરોવરની ઓળખાણ કેવી રીતે થાય? અને ત્યાં સુધી કેવી રીતે જવાય? તેને પણ ઉપાય બતાવ્યો છે કે દાન, શીયળ, તપ અને ભાવ એ ચાર એવા વિશાળ પ્રવેશદ્વાર છે કે જેમાં પ્રવેશ કરીને આ સરોવર સુધી પહોંચી શકાય છે. આ જિનશાસનરૂપી સરોવરમાં સંત મુનિરાજેરૂપી હસે આનંદ કિલ્લેલ-કરી રહ્યા છે ને સંયમમાં રમણતા કરી રહ્યા છે. જેવી રીતે હંસ મોતીને ચારે ચરે છે અને કાંકરાને છોડી દે છે તેવી રીતે આ ભગવાનના સંતે રૂપી હંસ પણ સાર સાર વસ્તુને ગ્રહણ કરે છે ને અસાર તત્વને છોડી દે છે, આખો દિવસ ચિંતન, મનન અને જ્ઞાન દ્વારા તત્ત્વનું જ્ઞાન મેળવે છે. હંસ તથા જગતના દરેક પ્રાણી પોતાની તૃષા શાંત કરવા માટે પાણીનું પાન કરે છે તેમ મુનિરૂપી હંસે પણ આ તૃષા મિટાવાની સાથે આત્માની તૃષા શાંત કરવાને માટે જપ-તપરૂપી નિર્મળ જળનું પાન કરે છે. તે તપ-જપ પણ કેવા? જેના બદલામાં કઈ પણ વસ્તુની કામના નથી હતી. સાંસારિક વૈભવે તે ઈચ્છતા નથી. પરંતુ દેવ અને ઇન્દ્રપદની પ્રાપ્તિની પણ ઈચ્છા નથી રાખતા.
ભગવતી સૂત્રમાં કામલી તાપસનો અધિકાર આવે છે. તામલી નામને એક ગાથાપતિ હતા. તેને ઘેર સંપત્તિને કઈ પાર નહોતે. તેમજ સમાજમાં તેનું ખૂબ માન હતું. એક દિવસ રાત્રે જાગ્રત થતાં મનમાં વિચાર આવ્યું કે અહે! હું આટલું બધું સુખ ભેગવું છું. સમાજ મને ખૂબ માનની દૃષ્ટિથી દેખે છે તે આ બધું સુખ હું કેવી રીતે પામે? હું પૂર્વ જન્મમાં સારા કર્મો કરીને આવ્યો છું તેના ફળ સ્વરૂપે આટલી સંપત્તિ, પ્રતિષ્ઠા બધું મળ્યું છે. પણ હું આ જન્મમાં જે કંઈ સુકૃત નહિ કરું તે આવતા જન્મમાં મને ક્યાંથી મળશે? આ વિચાર આવતા તામસી ગાથા પતિએ સંસારના સર્વ સુખ છોડીને પ્રાણાયામ નામની તાપસ દીક્ષા લીધી. આ દીક્ષા લઈને તેમણે છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાના શરૂ કર્યા. છના પારણને દિવસે રાંધેલા ચેખા લાવી તેને ૨૧ વાર જોઈને પી જતા. આ રીતે ઉગ્ર તપ કરવા લાગ્યા. તપમાં પણ બેસી રહેવાનું નહિ પણ જેમ સૂર્ય ફરે તે દિશામાં ફરવાનું. એવી રીતે આતાપના લેતા હતા. આ રીતે ૬૦,૦૦૦ વર્ષો સુધી તપ કર્યો. પછી જ્યારે લાગ્યું કે હવે મારું આ શરીર સાધનામાં સહાયક નહિ બને તેથી તેમણે પાપગમન સંથારે કર્યો. એટલે વૃક્ષ જેમ પડ્યું હોય તેમ હાલ્યા-ચાલ્યા વગર પડી રહેવાનું.
તામલી તાપસે સંથારે કર્યો. આ બાજુ બલીચંચા રાજધાનીના ઈન્દ્રનું આયુષ્ય