________________
શરદા સાગર
૬૧૫
એમાંથી દુર્ગધ આવી રહી છે. મનનું મેલાપણું અને દુર્ગધને દુનિયાને કોઈપણ માનવી સારું નથી માનતે. તેમજ તે આત્મા પિતાના આત્માનું કંઈપણ કાર્ય સિદ્ધ કરી શકતો નથી. એટલા માટે જ્ઞાની પુરૂષે વારંવાર ટકોર કરીને જગાડે છે ને કહે છે તે આત્મા! તું તારા મનરૂપી વસ્ત્ર પર ચઢેલા કક્ષાના કાળા રંગને ઘેઈને દૂર કરી દે અને પાપરૂપી દોષથી આવતી દુર્ગધને પણ હટાવી દે. રાગ અને દ્વેષના કાળા રંગથી આ મન એવું રંગાઈ ગયું છે કે એની સર્વ નિર્મળતા નાશ થઈ ગઈ છે. સાથે સાથે અજ્ઞાનના પણ ડાઘા લાગી ગયા છે. એટલું નહિ પણ ઘણું કુટેવને કારણે મનરૂપી કપડું ઘણું ચીકણું બની ગયું છે. તે ચીકાશને અને ડાઘાને દૂર કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે તે મનરૂપી વસ્ત્ર સ્વચ્છ બની શકશે. - જ્યાં સુધી જીવન શુદ્ધ નહિ બને અને મનમાં કલુષિતતા રહેશે ત્યાં સુધી સંત પુરુષોના ઉપદેશરૂપી સાબુની પણ શું અસર થશે? જેવી રીતે ચીકણ ઘડા ઉપર પાણી નાખવાથી તે નિરર્થક જાય છે તેવી રીતે રાગ-દ્વેષથી મલીન બનેલા આત્માને ગમે તેટલે સુંદર ઉપદેશ આપવામાં આવે તે પણ નિરર્થક જાય છે. મનને શુદ્ધ કરવા માટે રાગ-દ્વેષને ત્યાગ કરે પડશે. રાગ-દ્વેષના કારણે સંસારમાં કલેશ-કંકાસ થાય છે. એટલા માટે રાગ-દ્વેષને દૂર કરીને સંસારના પદાર્થો પ્રત્યે રહેલી આસકિતને જીતી લેવાથી મન શુદ્ધ બને છે. કેધ-માન-માયા-લેભ આ ચારે કષાયે મનને મલીન બનાવે છે. જે ભવ્ય આત્મા કષાય વિજેતા બને છે. તેનું મન શુદ્ધ અને સ્વચ્છ બને છે.
એક વાર રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને કહ્યું કે હું તમને અષ્ટ-સિદ્ધિ આપવા માટે ઇચ્છું છું. કારણ કે તમે તમારા જીવનમાં ઘણું ઘણું સારા કાર્યો કરવાના છે. તેમાં તે તમને ઘણી સહાયક બનશે. બોલે એ લેવાની તમારી ઈચ્છા છે? વિવેકાનંદ
ડી વાર ખૂબ ગંભીરતાથી વિચાર કર્યો પછી કહ્યું–હે મહાત્મા ! આપ મને જે અષ્ટ સિદ્ધિ આપવા ઈચ્છો છો તેનાથી શું મને ઈશ્વર મળશે? રામકૃષ્ણ કહ્યું–ના. એનાથી ઇશ્વરની પ્રાપ્તિ તો નહિ થાય. આ સાંભળીને વિવેકાનંદે કહ્યું–જે સિદ્ધિઓથી મને ઈશ્વર ન મળે પરંતુ સાંસારિક યશ અને લાભ મળે તેને લઈને હું શું કરું? મારે એની કેઈ આવશ્યકતા નથી. તે વસ્તુની પ્રાપ્તિ શ્રેષ્ઠ છે કે જેના દ્વારા આત્મા કર્મભારથી હલકે બનીને પરમાત્મ પદને પ્રાપ્ત કરે. તે પ્રાપ્ત કરવા માટે મનરૂપી વસ્ત્રને શુદ્ધ બનાવવાની જરૂર છે. મનને નિર્મળ બનાવવા માટે જ્ઞાની પુરૂષોએ કે સુંદર ઉપાય બતાવ્યો છે?
જિનશાસન સરોવર છે શેતું રે, સમકિતની સમી પાલ રે, દાન, શીલ, તપ, ભાવના રે, ચાર એ દ્વાર છે વિશાલ રે.
ધબીડા તું છેજે મનનું ધોતીયું રે....