________________
શારદા સાગર નીકળે છે ! આ ભૂમિનો માલિક તે હું છું. આ ભૂમિ કેટલી ફળદ્રુપ છે. એમ વિચારીને
બાદશાહે ખેડૂતને પૂછયું–ભાઈ ! દર સાલ આ વાડીમાંથી કેટલા દાડમ ઉતરે છે ? ભેળા . દિલના ખેડૂતે કહ્યું- સાહેબ! એનો તે કાંઈ હિસાબ હાય! આપની કૃપાથી દાડમને પાક ઘણે થયે છે. બે ને ઝુબે દાડમ થયા છે. ગાડેગાડાં ભરાય તેટલા દાડમ ઉતરે છે.
ખેડૂતની વાત સાંભળી રાજાનું મન ચેરાયું. મનમાં વિચાર કર્યો કે મારી જમીનમાં આ સુંદર પાક થાય છે તે આ ખેડૂતને કેટલી કમાણી થતી હશે? રાજાએ ખેડૂતને પૂછયું–ત્યારે તમે રાજ્યને કેટલો કર આપો છો? ખેડૂત કહે છે સાહેબ! આપ એવા દયાળુ છે કે ટેકસ લેતા નથી. રાજાએ મનમાં નિર્ણય કર્યો કે કાલે કચેરીમાં ઠરાવ કરું કે જમીનને ટેકસ લે. આ કર કેમ જાતે કરાય? મારા રાજ્યમાં આવી તો ઘણી વાડીઓ છે. થડો કર ભરવામાં રેયતને શું ભાર પડી જવાને હતો? બાદશાહે મનમાં એવો નિર્ણય કરી લીધો. જુઓ, ખેડૂતે રસ પીવડાવ્યું ત્યારે રાજાનું મન ચેરાયું.
ડી વાર બેસીને રાજા ઊઠે છે. ત્યારે ખેડૂત કહે છે બાપુ! બીજો એક ગ્લાસ રસ પીતા જાઓ. અમે ગરીબ માણસ આપની શું સેવા કરી શકીએ? ખેડૂત પહેલાં જેવું સુંદર દાડમ લઈ આવ્યો. ને રાજાની નજર સમક્ષ દાડમનો રસ કાઢવા માંડયો. ચાર ચાર દાડમનો રસ કાઢો ત્યારે માંડ ગ્લાસ ભરાય. રાજા કહે ભાઈ! પહેલા તો એક દાડમમાંથી પ્યાલે ભરીને રસ નીકળ્યો હતો. અને આ વખતે ચાર ચાર દાડમનો રસ કાઢયે તે પણ પૂરે ગ્લાસ ન ભરાયે. તેનું શું કારણ? ખેડૂત કહે છે બાપુ! દાડમ પહેલાનાં જેવું જ છે. પણ આમ કેમ બન્યું તેનું કારણ તે મને પણ સમજાતું નથી. પણ પહેલાં ઘરડા માણસે કહેતા હતા કે રાજા અથવા ધરતીમાતા રૂઠે ત્યારે વસ્તુમાંથી રસકસ ઓછા થાય છે. પહેલાં રસ લાવ્યા ત્યારે આપનું મન ભર્યું ભાદર્યું હશે. હવે વિચાર બદલાયે લાગે છે? આપનું મન ચરાયું લાગે છે. નહિતર આવું ન બને મોટા માણસની વૃત્તિ સંકુચિત બને તે આવું થાય. "
બંધુઓ ! આજે આવી જ પરિસ્થિતિ છે ને ? આ ભારતભૂમિમાં અનાજની કેટલી રેલમછેલ હતી ! આજે અનાજ આદિ દરેક ચીજ કેટલી મોંઘી મળે છે! અનાજ પડીકે બંધાય છે. આ પરિસ્થિતિ કેમ થઈ? રાજાઓના અને માણસના મને સંકુચિત બનીને ચિરાયા તે ધરતીમાંથી પણ રસકસ ચેરાયા ! પહેલાં એક ચમચી ખાંડ નાંખે તે તપેલી ભરીને દૂધ મીઠું બનતું અને આજે તે કેટલી બધી ખાંડ જોઈએ છે. દરેક ચીજમાંથી રસકસ ઓછા થઈ ગયા છે. જુઓ, રાજાએ મનમાં સંકુચિત વિચાર કર્યો ને દાડમમાંથી રસ ચેરાઈ ગયે. ખેડૂતની વાત સાંભળીને રાજા પણ વિચારમાં પડી ગયા કે મેં તો મનમાં વિચાર કર્યો ને ખેડૂત ક્યાંથી જાણી ગયે? માણસ વિચાર કરે કે હું મનમાં કઈ વિચાર