________________
શારદા સાગર
૬૧૧
પેપર વાંચે છે તેમાં સૌથી પ્રથમ જૈન મરણમાં નજર નાંખશે. જો ભૂલેચૂકે પેાતાના સગાં કે સ્નેહીના મરણના સમાચાર વાંચશે તે ચાના ઘૂંટડા પણ ગળે ઉતરે? ના. શા માટે ? એના પ્રત્યેના શગ છે. બાકી તે ઘણાં આગના, એકસીડેન્ટના અને મરણના સમાચાર પેપરમાં વાંચીએ છીએ પણ દુઃખ થાય છે? જેના પ્રત્યે રાગ છે તેનું દુઃખ છે. જ્ઞાની કહે છે હું સાધક ! તેરમે ગુણસ્થાનકે જવું હોય તેા તારે પડેલે ધડાકે મમતાના ત્યાગ કરવા પડશે. મમતા મરશે તે મેાક્ષ મળશે.
મેક્ષ મેળવવા માટે સંસારના પઢાર્થ પ્રત્યેની વિસ્મૃતિ કરવી પડશે ને આત્માની સ્મૃતિ કરવી પડશે. પણ આજે તેા આત્માની વિસ્મૃતિ અને સંસારની સ્મૃતિ થઈ રહી છે. તમારે તેા સંસારની સ્મૃતિ રાખીને આત્માની સ્મૃતિ રાખવી છે. તે કયાંથી બનશે ! એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. તેમ જ્યાં સંસારની સ્મૃતિ છે ત્યાં આત્માની સ્મૃતિ રહેતી નથી. ઉપાશ્રયમાં આવે છે ત્યારે ઓફીસની, ઘરની કે દુકાનની વાતા ભૂલતા નથી. પણ એફીસમાં, દુકાનમાં કે ઘરમાં ધર્મની વાતા લેગી રાખા છે ? જેની વિસ્મૃતિ કરવાની છે તેની સ્મૃતિ કરી છે ને જેની સ્મૃતિ કરવાની છે તેની વિસ્મૃતિ કરે છેો. ઘણી જગ્યાએ માટા ધર્મસ્થાનકામાં વ્યાખ્યાન પૂરુ થયા પછી બધા ભાઈએ બહાર બાંકડા ઉપર બેસે અને વાતેા કરે કે ફલાણાને છોકરા સારા છે ને ફલાણાની છેકરી સારી છે. હજુ સ્થાનકના કંપાઉન્ડની બહાર નથી નીકળ્યા. વ્યાખ્યાનમાં પરની પંચાત છેડવાની વાત સાંભળી અને કપાઉન્ડમાં બેસીને પરની પંચાત કરવા માંડી. આ બધી પરની સ્મૃતિ થઈ રહી છે ને? વ્યાખ્યાનમાં સાંભળેલુ કેટલું યાદ રહે છે? પણુ કાઇ કટુ શબ્દ કહે તે ભૂલાય? એ ભૂલાતું નથી. કારણ કે ત્યાં પરનું સ્મરણ છે. જો આત્માનું સ્મરણુ હાય તે! આવી વાત ભૂલાઇ જાય ને આત્મતત્ત્વની રમણતા થાય.
મધુઓ! પરભાવમાં પડી અનત-શક્તિના અધિપતિ આત્મા ગેખરમાં ગાથાં ખાઈ રહ્યા છે. છાણુમાં કીડા ઉત્પન્ન થાયને છાણુમાં મરે છે. તેને છાણુમાં ખઢઢવુ ગમે છે. આ આસકિત એ બંધન છે. સૂયગડાંગ સૂત્રમાં ભગવાન કહે છે કે વુબ્લિન્ગત્તિ તિઽકૃિષ્ના, વંધળું રિનાળિયા । હૈ ચેતન! તુ બંધનને જાણ અને તાડ, તું જાતે ખધનમાં ખંધાયા છે. તે તારા પુરૂષાથથી તૂટશે. કોશેટો પોતાના મેઢામાંથી લાળ કાઢીને પેાતાની જાતે બંધાય છે ને હરખાય છે કે હું કેવા જાડા દેખાઉં છું. પણ એને ખબર નથી કે હમણાં મને ગરમ પાણીમાં ઝોળી દેશે ને મારું જીવન ખતમ થઇ જશે. તે રીતે સંસારમાં માન—સન્માન મળે એટલે જીવ હરખાય છે કે મારું કેટલું અધુ માન છે! મારી કેટલી વાહ વાહ થાય છે. પણ એને ખબર નથી કે આ વાહ વાહ ખેલાવવા માટે પાપ કરૂ છું. પણ નરક અને તિર્યંચ ગતિમાં ફૂંકાઈ જઈશ. જીવે અનતકાળથી