________________
૬૧૦.
શારદા સાગર "वंदणएणं भंतं जीवे किं जणयइ ? वंदणएणं नीयागोयं कम्म खवेइ उच्चागोयं कम्मं निबन्धइ।” વિતરાગી સંતોને નમસ્કાર કરવાથી પણ જીવને કેટલો બધો લાભ થાય છે! કે નીચ ગોત્ર કર્મને ખપાવે છે ને ઉંચ શેત્ર કર્મ બાંધે છે. તમારી લક્ષ્મીમાં આટલી તાકાત છે? કે તમારો ભૂતકાળ સુધારી શકે? ધર્મમાં એવી તાકાત છે કે ભૂતકાળમાં કરેલી ભૂલને વર્તમાનમાં સુધારી શકાય છે. ભૂતકાળમાં જીવે ભૂલો કરી તેથી તેના ફળ સ્વરૂપે નીચ ગોત્ર કર્મનું બંધન થયું. વીતરાગી સંતને વંદન કરતાં એ કર્મ ખપી જાય છે. ને ઉંચ ગોત્ર કર્મ બંધાય છે. એટલે ભૂતકાળમાં કરેલી ભૂલથી બંધાયેલું કર્મ ખપી ગયું ને ઉંચ ગોત્ર કર્મ બંધાયું. એટલે ભૂતકાળ અને વર્તમાનકાળ સુધર્યો અને જેને વર્તમાન કાળ સુધર્યો તેને ભવિષ્યકાળ પણ અવશ્ય સુધરે છે. એટલે ધર્મથી આપણું ત્રણે કાળ સુધરે છે. કર્મના કચરાને સાફ કરવા માટે જે કંઈ મંત્ર હોય કે જડીબુટ્ટી હોય તે વીતરાગને ધર્મ છે.
બંધુઓ! ધર્મ એ કર્મના બંધન તેડાવનાર છે. જે આત્મા ધર્મના સ્વરૂપને સમજે નથી તે જીવ કર્મ બાંધે છે. કર્મનું મૂળ બીજ રાગ-દ્વેષ અને મમતા છે.
દુખકારક નહિ વસ્તુ વ્યકિત, દુઃખદાયક છે મમતા રાગ, બંધન છે આસકિત કાજે, જગત પ્રભુને સુંદર બાગ.
કોઈ માણસ આપણને ન ગમતું હોય તે એમ થાય કે આ સાર નથી. આ વ્યકિતએ મારું અહિત કર્યું. પણ ખરેખર જ્ઞાની કહે છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ ખરાબ નથી. કોઈ આપણું અહિત કરી શકતું નથી. કોઈ ભંગી વિષ્ટાને ટેપલો લઈને જતો હોય તો નાક આડા ડૂચા દે અને કઈ માબી ફૂલની છાબડી લઈને જતો હોય તે નાક તાણીને સુગધ લે છો ને? કઈ માણસ ગુલાબ-મોગરાનું સેન્ટ કે અત્તર છાંટીને આવે તે બહુ ગમે અને કઈ ગટરના ગંદા પાણીને બાટલે લઈને આવે છે તેના પ્રત્યે દુર્ગછા થાય. આ સુગંધીદાર પદાર્થો તમને એમ નથી કહેતા કે મારા પ્રત્યે રાગ કરે અને દુર્ગધી પદાર્થો એમ નથી કહેતા કે મારા પ્રત્યે દ્વેષ કરે, પણ તે વસ્તુ પ્રત્યેની આસક્તિને કારણે જીવને રાગ અને દ્વેષ થાય છે. જ્યારે જીવ તેરમાં ગુણસ્થાનકે પહોંચશે ત્યારે એના રાગ-દ્વેષ નષ્ટ થશે. કારણ કે તેરમું અને ચૌદમું એ બે ગુણસ્થાનક કેવળીના છે. રાગ અને દ્વેષ નષ્ટ થાય ત્યારે જીવ કેવળજ્ઞાન પામી શકે છે. કેવળજ્ઞાન પામ્યા પછી ઇન્દ્રિઓને ઉપયોગ કરે પડતું નથી. એ તે સર્વાગેથી જઈ શકે છે. આખા જગતનું નાટક તે જુએ છે પણ કેઈના પ્રત્યે તેમને રાગ-દ્વેષ થતું નથી. જ્યારે તમે બહારગામ જાઓ અને પેપરમાં વાંચે કે અમુક એરિયામાં અમુક મકાનમાં આગ લાગી તે તરત દિલમાં દુઃખ થશે. શા માટે દુઃખ થયું? એ એરિયામાં એ મકાનમાં તમે રહે છે. તેથી. મારા ઘરમાં તે નુકશાન નહિ થયું હોય ને? બહેને રેજ સવારમાં