________________
શારદા સાગર
૬૦૯
કારણ કે તેના પિતા અને પત્ની તે પરલેાકવાસી થઇ ગયા છે. તેની માતા એના પતિના વિયેગથી દુ:ખ ભેગવી રહી છે. અને આ પુત્ર જશે તે એની માતાનું શું થશે ? દુનિયામાં વૈરની વસુલાત વૈરથી થતી નથી પણ વૈરની વસુલાત પ્રેમથી થાય છે. દુનિયાના દરેક મહાપુરૂષાએ જગતના કડવા ઘૂંટડા પીને પણ અમૃત આપ્યુ છે તેા હું એક સતી નારી થઇને આ અશ્વત્થામાની હત્યા કરુ તે મને શૈાલે છે? મારે કર્મ માંધવા નથી પણ મહાનપુરૂષાના આદર્શ જીવનમાં અપનાવવા છે. તરત ભીમને કહે છે સબૂર કરે.... સબૂર કરો. એને જીવતા છોડી મૂકે. મારે જાણીને આવા દુષ્ટ કર્મના ઝેર પીવા નથી. છેવટે અશ્વત્થામાને જીવતા છોડી મૂકે છે. ત્યારે તે તરત દ્રૌપદીના ચરણમાં ઝૂકી પડે છે. ને કહે છે હે માતા મને ક્ષમા કર. મારી ભયંકર ભૂલ થઇ ગઇ છે. દ્રૌપઢીએ દિલમાં પડેલા પુત્રાના આઘાતના દુઃખના ઝેર પચાવીને પણ અશ્વત્થામાને ક્ષમા આપી. દ્રૌપદીએ પુત્રાના રાગ છેડી આત્મસ્વરૂપની પિછાણુ કરી. જ્યારે જીવને આત્માની એળખાણુ થાય છે ત્યારે તેની દશા જુદી હાય છે. આત્માને ઓળખે છે ત્યારે તે ઝેરને અમૃત માનીને પી જાય છે. દુશ્મનને પણ દાસ્ત માને છે. આવા મહાનપુરૂષાના શાસ્ત્રમાં ને ઇતિહાસમાં કઇંક ઉદ્દાહરણા છે.
જેને આત્મસ્વરૂપની પિછાણુ થઈ છે તેવા અનાથીમુનિને પણ કોઇ પ્રકારે રાગ ન મટયે। ત્યારે તે પોતાના આત્મામાં સ્થિર થયા. તે સંસારના સ્વરૂપનુ નિરીક્ષણ કરવા લાગ્યા. તે શ્રેણીક રાજાને કહે છે હું મહારાજા! મારી વેદના મટાડવા કાઈ શકિતમાન ન બન્યું ત્યારે મારા આત્મામાં ચમકારો થયે કે આ સંસારના સર્વ સબધા અનાથ છે. બધા સુખા નકલી છે. જે તમને પણ આવે! ચમકારા થાય તે આ સંસારના સુખા ડાંગરના ફાતરા જેવા લાગે. તમે જાણા છેને ડાંગર કોથળામાં ભરીને સાચવે છે. પણ ચાખા બહાર કાઢી લીધા પછી ફાતરાને ઢગલા બહાર ચાકમાં પડયે હાય છે. આ સંસારના સુખ ફાતરા જેવા છે. પણ તમને સાકર જેવા લાગ્યા છે. પણ યાદ શખજો કે એક દિવસ તા છોડવા પડશે. હવે અનાથીમુનિ આત્મસ્વરૂપમાં સ્થિર થયા છે. કઈ રીતે રોગ મટે, તેને માટે શું સંકલ્પ કરશે તેના ભાવ અવસરે કહેવાશે. (આવતી કાલે પૂ. મહાન વૈરાગી કાંતીઋષીજી મહારાજસાહેબનુ માસખમણુનુ પારણું હાવાથી કાંદાવાડી જવાનુ છે. એટલે વ્યાખ્યાન અંધ છે.)
✩ વ્યાખ્યાન ન. ૩૧
આસા સુદ ૬ ને શુક્રવાર
સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેન !
તા. ૧૦-૧૦-૭૫
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર વીતરાગ પ્રભુને વંદન કરવાથી પણ જીવને મહાન લાભ થાય છે. ઉત્તરાધ્યયનના સૂત્રના ૨૯ માં અધ્યયનમાં પૃચ્છા કરવામાં આવી કે ઃ