________________
શારદા સાગર
૬૧૯
તેવા માણસને મારવાની મારી ઈચ્છા નથી. હવે મેં તમને બરાબર સ્વસ્થ બનાવી દિીધા છે. હવે આજે તમે મારું આ સૌથી બળવાન ઝડપી ગતિવાળું ઊંટ લઈ જાવ અને જેટલા જલ્દી જેટલું દૂર જઈ શકે તેટલું જાવ. મેં અતિથિ સત્કાર અથવા આપની સેવાનું એક કર્તવ્ય બરાબર પૂરું કર્યું છે. પરંતુ પુત્રના મૃત્યુને બદલે લે જે મારું બીજું કર્તવ્ય છે તે બાકી છે. એટલા માટે અતિથિના બદલામાં હું તમને આ સારૂં બળવાન ઉંટ આપીને અહીંથી ભાગી જવાનો મને આપું છું. પરંતુ પુત્રના મૃત્યુને બદલે લેવાને માટે બે કલાક પછી હું તમારી પાછળ આવીશ. માટે તમે મારાં પહોંચતા પહેલા જહદી ચાલ્યા જાવ નહિતર હું તમને પકડીને મારી નાંખીશ.
અરબના આ વચને સાંભળીને ઘાતકના દિલમાં એકદમ કે આવી ગયે. તેની આંખે જાણે કપાળ પર ચઢી ન ગઈ હોય તેવું થયું. પરંતુ સાથે એ વાત જાણી કે આ મહાન માનવે મને પુત્રને ઘાતક જાણવા છતાં પણ મારી ખંતથી ને દિલથી આટલા દિવસ સુધી સેવા કરી. ત્યારે તેને જેમ ગરમીથી અતિ આકુળ વ્યાકુળ થયેલા અને તૃષાથી પીડાતા માનવીને ઠંડું પાણી મળે ને જેવી શીતળતા થાય તેવી તે ઘાતકના દિલમાં શીતળતા થઈ અને ઠંડક વળી અને પોતે કરેલા ખરાબ કાર્યનું સ્મરણ થતાં તેને એટલે બધે પશ્ચાતાપ થયે કે તે ત્યાંથી એક પગલું ભરવા પણ સમર્થ ન બની શકે. ઉપરથી પશ્ચાતાપપૂર્વક રડતા રડતા તે અરબના ચરણમાં મૂકી ગયા અને બોલ્ય-હે જીવનદાતા ! હે મારા પરમ ઉપકારી! તમે માનવ નહિ પણ દેવ છે. તમારા પુત્રની હત્યા જેવું પાપ કરીને હવે હું જીવવા માટે નથી ઈચ્છતે. અરે, આપે બે કલાક કહા છે પણ બે કલાક પછી તે શું પણ આ ક્ષણે આપની તલવાર ઉપાડે અને મારું માથું ધડથી અલગ કરી દે. હું મહાપાપી છું. હું અધમ છું. મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે હું સહર્ષ તૈયાર છું. ભાઈ! આપ જરા પણ વિલંબ ન કરો. જલ્દી તલવાર ઉપાડે ને આ ક્ષણે મારે વધ કરીને મને પાપથી મુક્ત બનાવી દે.
બંધુઓ! ઘાતકના દિલના પશ્ચાતાપપૂર્વકના આવા શબ્દો સાંભળ્યા પછી તે અરબ કે જેણે ઘાતકને પિતાને શત્રુ જાણવા છતાં પિતાના દિલથી સેવા કરી હતી તે શું તેને હવે મારી શકે ખરો! ન મારી શકે. અરબે પોતાની તલવાર એક બાજુ ફેંકી દીધી ને અત્યંત ઉદારતાપૂર્વક પિતાના પુત્રના ઘાતકને ક્ષમા આપી, હદયથી એકબીજા ભેટી પડયા. આપે સાંભળ્યું ને કે ક્ષમાનું કેવું અજોડ ને બેનમૂન આ ઉદાહરણ છે. શું સામાન્ય વ્યક્તિ આટલી ક્ષમાં રાખી શકે ખરા? નહિ. આ તે મહાન પુરૂષની વાત છે.
આપે આ ઐતિહાસિક વાત તે સાંભળી. પણ આ વાત આપણું જીવનમાં ઘટાવવાની જરૂર છે. તમને તમારા જીવનનો અનુભવ છે ને કે તમને કેઈ એક ટૂંકારો કરે કે તમારું ધારેલું કાર્ય ન થાય ત્યારે જીવનમાં કેવી આગ ભભૂકી ઊઠે છે!