________________
શારદા સગિરે
૬૨૨
જેમ કંઈ માણસની પાછળ સર્પ દેડી રહ્યો હતે. સપના ભયથી દેખતે માણસ જઈ રહ્યો હતો. ત્યાં વચમાં ગરૂડ મળે. ગરૂડ પૂછે છે, કે ભાઈ-હાંફળા-ફાંફળો કયાં જઈ રહ્યો છે? ત્યારે કહે છે મારી પાછળ સર્પ આવે છે. એટલે દોડું . ત્યારે ગરૂડ કહે છે મારું શરણું લે તે તું ભયમાંથી મુક્ત બનીશ. ત્યારે તે માણસ કહે મારે તે તારું શરણું લેવું નથી. એમ કહીને આગળ ચાલે. ત્યાં થોડે દૂર તેને ખાચિયામાં ડ્રાઉં ડ્રાઉં કરતો દેડકો મળે. તેણે પૂછયું કે ભાઈ! તું ઉતાવળ કયાં જઈ રહ્યો છે? હવે મારું શરણું લે. તે અજ્ઞાન માણસે ગરૂડને છેડીને દેકાનું શરણું ગ્રહણ કર્યું. હવે વિચાર કરે કે સપના ભયમાંથી મુકત થવા માટે ગરૂડનું શરણું સારું કે દેડકાનું શરણું સારું? સર્પ તે માણસને કરડે ને દેડકાને આખે ને આખે ગળી જાય છે. બેલે, દેડકો મનુષ્યને બચાવવાને હતે? સંતને ગરૂડની અને સંસારના સગાસબંધીઓને દેડકાની ઉપમા આપી છે. બેલે, હવે તમે કોનું શરણું ગ્રહણ કરશે? સંસારના સગાં તે રવાથી છે. તે સંસારના કાદવમાં ખેંચે છે ને બીજાને પણ ખંચાડે છે. જ્યારે તે નિઃસ્વાથી છે. તે પિતે તરે છે ને બીજાને તારે છે. સંસારરૂપી સર્પના ભયથી મુક્ત કરાવે છે. માટે સાચું શરણું ભગવાનનું છે. જે ભગવાનનું શરણું અંગીકાર કરે છે તેને કે ચિંતા રહેતી નથી. શરણું ગ્રહણ કર્યું મેં પ્રભુનું, હવે મને આધિ અને વ્યાધિ કે ઉપાધિ
કેઈ ચિંતા ના રહી. મને હતું પિસે મારી પાસ છે, સુખ અને શાંતિ મારા દાસ છે હવે જાણવું બુરે એને સાથ છે, એની સાથે અશાંતિને વાસ છે, બધું મારું ધન, ધર્યું મેં પ્રભુને, હવે મને આધિ અને વ્યાધિ કે ઉપાધિ
કેઈ ચિંતા ના રહી. જે મનુષ્ય બધું છોડીને ભગવાનનું શરણું ગ્રહણ કરે છે તેને કેઈ જાતની ચિંતા રહેતી નથી. ભકત કહે છે કે જ્યાં સુધી મારી અજ્ઞાન દશા હતી ત્યાં સુધી હું માનતે હતો કે પૈસે મારો પરમેશ્વર છે. પૈસાથી સુખ અને શાંતિ મળે છે. મેહને પૂજારી અને ભેગને ભિખારી બનીને જ્યાં ને ત્યાં ભટકો. પણ હવે મને સમજાયું કે સુખ-દુખ કર્મોને આધીન છે.
જ્ઞાની કહે છે કે હે આત્મા! તું બધેથી છટકી શકીશ પણ કર્મરાજાની કેદમાંથી "છટકી શકીશ નહિ. કર્મ તે તારે પિતાને ભોગવવા પડશે.
શ્રેણીક રાજા ભગવાનના પરમ ભક્ત હતા. તેમની પ્રભુ પ્રત્યે ને પ્રભુના વચનમાં કેવી અતુટ શ્રદ્ધા હતી ! એક દિવસ શ્રેણીક રાજાએ ભગવાનને વંદન કરીને પૂછયું કે હે પ્રભુ! હું મૃત્યુ પામીને કયાં જઈશ? ત્યારે ભગવાને કહ્યું કે હે રાજન ! તમે મૃત્યુ