________________
૬૨૪
શારદા સાગર
અવસર આવે છે. સંતો તે સમયે એ વિચાર કરે કે એ બિચારે અજ્ઞાન છે. મારા નિમિત્તે તે કર્મબંધન કરે છે. આવી તેની દયા ખાય.
આ વાતને ઘણું દિવસ વીતી ગયા. એક દિવસ શેઠને ત્યાં નનામે પત્ર આવ્યું તેમાં લખ્યું હતું કે શેઠ! તમારી પાસે ઘણી લક્ષ્મી છે. પણ તેને તમે એકલા ઉપગ કરે છે. કેઈને રાતી પાઈ પણ પરખાવતા નથી. તો સારા કાર્યોમાં સદુપયોગ કરે. જે નહિ કરો તે યાદ રાખજો કે અમે તમારું બધું ધન લૂંટી લઈશું ને તમને જાનથી મારી નાંખીશું. બંધુઓ! તમારા ઘેર આવે નનામે પત્ર આવે તો તમને પણ ચિંતા થાય કે નહિ? હાજા ગગડી જાય. (હસાહસ). અરે નનામા પત્રની વાત ક્યાં કરે છે, સરકારની રેડ આવવાની છે એવી હવા આવે તે પણ ગભરાટ થાય છે. પૈસા કયાં સંતાડવા ને શું કરવું? આ શેઠના હાજા ગગડી ગયા. શું કરવું તે સમજણ પડતી નથી. અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા. ધન જવાની બીક છે સાથે પ્રાણુ ખાવાનો પણ પ્રશ્ન છે. છેવટે શેઠે નિર્ણય કરીને બધું મૂલ્યવાન ઝવેશત ભેગું કરીને તેમના ઘેડાને દવા પીવડાવવાની એક મોટી નાળ હતી. તેમાં બધું ભરી દીધું. ને તેના મોઢે રૂ ભરાવીને નકામા લાકડાને ઢગલો હતો તેમાં નાળ મૂકી દીધી. શેઠે વિચાર કર્યો કે કદાચ લૂંટારા ધન લૂંટવા આવશે તે કબાટ-તિજોરીમાં તપાસ કરશે પણ આ લાકડાના ઢગલામાં કંઈ છેડી તપાસ કરવાના છે? આવું માની શેઠ સૂઈ ગયા.
દેવાનુપ્રિયે! માણસ ધનને સાચવવા કેટલું કરે છે? ગમે ત્યાં સંતાડો પણ ભાગ્યમાં હોય તે ટકે છે. બાકી કઈ રીતે ચાલ્યું જાય છે તેની ખબર પડતી નથી. બનવા જોગ એવું બન્યું કે તે રાત્રે શેઠના ઘડાના પેટમાં એવી વ્યાધિ થઈ કે જોરથી પગ પછાડવા લાગ્યો. થોડી વારે તે બેભાન થઈને જમીન પર પડી ગયો. ઘેડાની સંભાળ રાખનાર નેકર જાગી ગયો. ઘેડાને ઘણીવાર આવું થઈ જતું. તેની દવા તે જાણુતે હતો. તેથી ઘેડાને દવા પાવા માટે નાળ શોધવા લાગ્યા. પણ જ્યાં નાળ મૂક્તા હતા ત્યાં ન મળી. એટલે શેધતા શેધતા નકામા લાકડાના ઢગલામાંથી નાળ મળી ગઈ. એક તે રાત્રિને સમય હતે. અંધારું ખૂબ હતું. એટલે તેણે દવા લઈ નાળમાં ભરી. છેડી દવા નાળમાં ભરાઈ એટલે તેણે ઘડાનું મોટું પહેલું કરીને તેમાં નાળ ભરાવી દવા પીવડાવી દીધી. બીજી વાર પણ નાળમાં ભરીને દવા પીવડાવી એટલે શેઠનું બધું મૂલ્યવાન ઝવેરાત ઘેડાના પેટમાં ઉતરી ગયું. ને બીજે દિવસે લાદમાં ભળીને નીકળી ગયું
બીજે દિવસે એવું બન્યું કે શેઠની બાએ સંતને જોયા. સંતને જોઈને આનંદપૂર્વક કહે છે ગુરૂદેવ! મારા ઘેર ગૌચરી પધારો. સંત કહે બહેન ! તમે કયાં રહે છે ? શેઠાણી કહે સામે. મુનિ કહે-બહેન! અમારા આવવાથી તમારા દીકરાનું દિલ દુભાય છે. માટે નહિ આવું. આમ સાંભળતા શેઠાણીની આંખમાં આંસુ આવી ગયા ને ખૂબ કરગરી