________________
શારદા સાગર
૬૧૨
પરના રાગ કર્યા છે. નાની કહે છે કે પરના રાગ છેડી સ્વનેા રાગ કર. અને તારી સૂતેલી ચેતનાને જગાડ. આ ચેતનાને જગાડવા માટે કયા ઘટ રાખવા પડશે ? વીર તારા ધર્મના ઘંટ વાગ્યા, મારા સૂતેલા આત્મા જાગ્યા વીતરાગ તારા ધરમના ઘટ વાગ્યા
... ....
વાલકેશ્વરમાં વીતરાગવાણીના ઘંટ વાગે છે. તે ઘટ આત્માને જગાડે છે. જ્યારે આત્મા જાગશે ત્યારે પુદ્ગલની આળપપાળ નહિ કરે. અત્યારે શરીરને પૂછે છેને કે તારે શું ખાવુ છે? ચા, દૂધ, કોફી, બદામપુરી, અડદીયા, ગાંઠીયા અને સાટા ખાવા છે ને? પણ ચેતનને કાઇક દિવસ તે પૂછો કે તારે શું જોઇએ છે? માલિકને ભૂલીને નાકની સેવામાં પડી ગયા છે. પણ યાદ રાખો કે આ શરીરની જેટલી સંભાળ રાખેા છે તેટલી આત્માની સભાળ રાખેા તા ખેડાપાર થઈ જાય. રાજ વ્યાખ્યાન સાંભળે છે તેમાંથી જો એકેક શબ્દ સાંભળીને હૃદયમાં ઉતારા તે। અનાશકત ભાવ આવશે જ્યારે આસિકત છૂટી જશે ત્યારે કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ નહિ થાય.
માની લે કે તમે બહારથી ઘેર ગયા. પહેરેલા કાટ ઊતારીને હેન્ડલમાં ભરાખ્યા ને છોકરાએ તેને હાથ અડાડયે. તેથી ડાઘ પડી ગયા તે વ્હાલા દીકરાને પણ લાફો મારી દેશે. પણ વિચાર કરા. જો કેટ પ્રત્યે રાગ ન હેાત તે આવું દુઃખ થાત? ના. કોર્ટ સાચવવા કરતાં અંદર બેઠેલા ચેતનદેવને સાચવે. આપણે! આત્મા શુદ્ધ સ્વરૂપમાં જોડાશે તેા સિદ્ધ ખની જશે. અનંતકાળથી પરભાવમાં ભમતાં આત્માને સ્વભાવમાં સ્થિર કરા. જેટલુ મારું-તારું વધુ કરશે તેટલા પરભાવ વધશે.
બહેરામગાર નામના એક ખાદશાહ થઇ ગયા. તે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હતા. તે એક દિવસ પ્રજાના સુખ દુઃખ જોવા માટે પેાતાના રાજ્યના ગામડાઓમાં નીકળ્યેા. તે ફરતા ફરતા એક દાડમની વાડીમાં પહોંચ્યા. આ વાડીમાં દાડમનેા પાક ખૂબ થયેલેા. ગામના રાજા હાલીચાલીને પેાતાની વાડીમાં આવ્યા એટલે ખેડૂતને ખૂબ આનંદ થયું. રાજાનુ સ્વાગત કર્યું. ખેડૂતના મનમાં હર્ષોંને પાર ન હતા. ઉનાળાના દિવસેા હતા. ગરમી પડતી હતી. તેથી બાદશાહના કંઠે સૂકાતા હતા તેથી બાદશાહે ખેડૂતને કહ્યું ભાઇ! મને અહી પાણી પીવા મળશે? ખેડૂત કહે હા, લેા ઠંડુ મજાનું પાણી પીએ. દાડમના રસ પીઓ. અહીં અમારા ઉપર કુદરતના ચાર હાથ છે. ખેડૂતે બાદશાહને પીવા માટે ઠંડું પાણી આપ્યું. પછી એક સુંદર દાડમના રસ કાઢયા. એક દાડમના રસથી આખા ગ્લાસ છલકાઇ ગયા. રાજાને દાડમને રસ પીવડાવ્યે।. દાડમના રસના મીઠા મધુરો સ્વાદ રાજાની દાઢમાં રહી ગયા. રસ પીને રાજાના મનમાં થયું કે અહા ! દાડમનાં રસમાં કેવી મીઠાશ છે ! આવે રસ તા મેં કયારે પણુ પીધા નથી. ને એક દાડમમાં આટલે મેટા ગ્લાસ ભરીને રસ