________________
શારદા સાગર
રાત્રે પાંડે પિતાની છાવણીમાં શાંતિથી સૂતા હતા. ઘણાં દિવસે યુદ્ધવિરામના અંતે આજે પાંડવો શાંતિથી ઘસઘસાટ ઊંઘતા હતા. બરાબર મધ્યરાત્રે અશ્વત્થામા પાંડવોની છાવણીમાં ગયે. પાંડવોના પાંચ પુત્રે દ્રૌપદીની બાજુમાં સૂતા હતા. એ પાંચેય પાંડ છે એમ માનીને તલવારના એક ઝાટકે પાંડેના પુત્રેના માથા ધડથી જુદા કર્યા. ને પાંચેયના લેહીથી નીતરતા મસ્તક લઈને અશ્વત્થામાં દુર્યોધન પાસે આવ્યા.
“અરર...આ શું કર્યું? કેના બદલે કેના માથા લાવ્યા ?” – પાંડવોના પુત્રોના માથા જેઈને દુર્યોધન કંપી ઉઠે. અશ્વત્થામા ! તેં આ શું કર્યું? મારે તે પાંડ સાથે વૈર હતું. આ કુમળા ફૂલ જેવાં બાળકોએ મારું કંઈ બગાડ્યું નથી. મારા વૈરીઓ જીવતા રહ્યા ને પવિત્ર બાળકે હણાઈ ગયા. આમ કહેતાં દુર્યોધનનું પ્રાણ પંખેરું ઊડી જાય છે.
આ તરફ પુત્રના ખૂન થવાથી લોહીની નીકે વહી ને દ્રૌપદીની પથારી ભીની થતાં એકદમ જાગીને જુએ છે તો પિતાના પાંચેય પુત્રોના ખૂન થયેલા જોયા. આ જોઈ દ્રૌપદીના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. દેડોદડે. કેઈ હાજર છે કે નહિ? તરત પાંચે પાંડ ને સેંકડો સૈનિકે ભેગા થઈ ગયા. આ કારમું કરૂણ હૃદયદ્રાવક દશ્ય જોઈને સૌના હૃદય કંપી ઉઠયા. છાવણીમાં હાહાકાર મચી ગયો. અશ્વત્થામા પણ સમજતા હતો કે હમણું ખૂનીની જ થશે અને મારું આવી બનશે. એટલે તે ડરને માર્યો ઝાડીમાં જઈને છુપાઈ ગયા. પિતાના પુત્રનું આ રીતે ખૂન થવાથી દ્રૌપદી કેધથી લાલચોળ બનીને કહે છે કે મારા પુત્રોને મારનાર ખૂનીને પકડી લાવે. તેનું માથું વધેરી તેનું લોહી ઝીલી મારા માથામાં નાંખીશ ત્યારે મારા આત્માને શાંતિ વળશે. ભીમ તે ગદા લઈને ઉપડ. પાંચે પાંડવો અને સૈનિકે ખૂનીને શોધવા ચાલી નીકળ્યા. શોધતાં શોધતાં ઝાડીમાંથી અશ્વત્થામા પકડાઈ જાય છે. તેને પકડીને કૃષ્ણવાસુદેવ પાસે લઈ જાય છે ને કહે છે, આ પાંચ નિદોષ બાળકોના ખૂન કરનાર પાપી છે. એને શિક્ષા કરો. ત્યારે કૃષ્ણજી કહે છે જે માતાનું દિલ દુભાયું છે, જે પુત્રના વિયેગથી પુરી રહી છે તે દ્વીપદી પાસે એને લઈ જાવ. એ તેને શિક્ષા કરશે. તરત અશ્વત્થામાને દ્રોપદી પાસે લઈ
જાય છે.
“કૌપદીની વિચારધારાએ લીધેલે પm - અશ્વત્થામાને જતાં દ્રૌપદીના રોમેરોમમાં આગ વરસે છે. તે કહે છે એ પાપીનું મસ્તક ધડથી જુદું કરે. તે વખતે ભીમ અશ્વત્થામાના માથામાં મારવા માટે ગદા ઉઠાવે છે. ત્યાં દ્રૌપદીની વિચારધારા પલટાય છે. તેણે વિચાર કર્યો કે મારા પાંચ પુત્ર ગયાં તે આનું ખૂન કરાવવાથી થડા પાછા મળવાના છે. હું નાની છું તે મને હજુ પુત્રોની પ્રાપ્તિ થવાની આશા છે. આજે મારી કસોટી છે. મને મારા પુત્રોના જવાથી જે દુઃખ થયું છે તેવું દુઃખ તેની વૃદ્ધ માતાને થશે ને!