________________
શારદા સાગર
તૂટે છે મને બચાવે....બચાવો. ત્યારે તેને શું કહે, કે તને કોણે ઊંચે બાંધે હતું કે તે ઝેર પીધું. જાણીને ઝેર પી ગયે ને હવે બૂમ પાડે છે? જ્ઞાનીઓ કહે છે, “ઝેર તે તે પીધા જાણી જાણી.” તમે એ તો જાણે છે ને કે કરેલાં કર્મો તે જીવને ભેગવવા પડે છે. જીવની સાથે સારા નરસા કર્મો આવશે. આજે જ્યાં જુઓ ત્યાં રગડા -ઝઘડા અને કર્મબંધનનાં કારણે જોવા મળે છે.
આ અવસર્પિણી કાળમાં થયેલા મહાન પુરુષોએ ભૂતકાળમાં અજ્ઞાન અવસ્થામાં કર્મો કર્યા. એ કર્મો રૂપી ઝેરના કટોરા પીવાનો વખત આવ્યા ત્યારે હસતા મુખે અમૃત સમાન ગણીને એ ઝેરના-કટેરા પી ગયા. ગજસુકુમાર, બંધક મુનિ, પરદેશી રાજા આદિ મહાન પુરૂષને કેવા કર્મો ઉદયમાં આવ્યા ! ત્યારે તેમણે તેમના આત્માને એમ સમજાવ્યું, હે આત્મન ! તેં ઝેર તે જાણી જાણીને હસતા મુખડે પીધા છે. હવે તેના કટુ વિપાક ભોગવવા સમયે શા માટે સંતાપ કરે છે! મહાન પુરૂષે ઝેરના ઘૂંટડાને પેટમાં પચાવીને અમૃતનો ઓડકાર લે છે. કાળી કાજળ જેવી ઘેરી કર્મોદયની રાતડીમાંથી પ્રકાશને પ્રાપ્ત કરે છે. કાળી માટીમાં અન્નને પાક થાય છે તેમ દુઃખમાં સમતા રાખીને ધર્મનું શરણું ગ્રહણ કરી સત્કર્મોને પાક ઉતારે છે. પથ્થરના પર્વતમાંથી શીતળ ઝરણું ખળખળ વહે છે તેમ જ્ઞાનીના આત્મામાં, દુઃખમાં પણ સુખનું ઝરણું વહે છે. જેમ પાનખર પછી વસંત આવે છે તેમ જગત સામે દુઃખ રૂપ કડવા ઝેરના ઘૂંટડા પીધા પછી જે સમતાભાવ રહેશે તો સાચા સુખનું અમૃત મળે છે. દુઃખ પછી સુખ મળવાનું છે. ભલે, જીવનમાં દુઃખના કાળા વાદળા છવાઈ જાય પણ તમે જોશો તે કાળા વાદળાની પાછળ ધેળા વાદળા હેય છે. તેમ દુઃખની પાછળ સુખનો સૂર્ય હોય છે.
બંધુઓ ! આ દુનિયામાં જેટલા મહાન પુરૂ થઈ ગયા તે બધાને પહેલાં તે સહન કરવું પડ્યું છે. ઝેરના કડવા ઘૂંટડા પીવા પડ્યા છે. પછી મહાન બન્યા છે. સેનાને સર્વ પ્રથમ સોની અગ્નિમાં નાંખી કસોટી પર ચઢાવે છે, તેજાબમાં નાંખે છે પછી તેની કિંમત અંકાય છે. ઝવેરીએ હીરાને પણ સરાણે ચઢાવે છે, પછી તેની કિંમત અંકાય છે. જડની પણ આટલી કસોટી થાય છે તે પછી ચેતનની તે થાય ને? તેમાં શું નવાઈ? પણ આટલી બૈર્યતા કેનામાં છે? આજે તે પૈસા માટે મા-દીકરે, પિતા-પુત્ર, સાસુવહુ અને ભાઈ-ભાઈ ઝઘડે છે. દીકરાના મજિયારા વહેંચાય ત્યારે માતા વિચાર કરે કે મારો નાને દકેરે જા મળે છે તે એને ડું વધુ આપું તે મેટાના દિલમાં તરત થઈ જાય કે જોયું ને! નાને દીકરો બાને વહાલો છે. એ દીકરે છે તે શું આપણે દીકરા નથી? તરત આંખમાં ઈર્ષ્યા આવી જશે. આ કાળમાં વિશાળ દષ્ટિ નથી. ચોથા આરામાં ગજસુકુમારે માથે અંગારાનું કષ્ટ સહન કર્યું ને કર્મની નિર્જરા કરી તે આજે