________________
૬૪
શારદા સાગર
તારું એક મિલન ફળદાયી, માટે જન્મોજન્મની જુદાઈ, તું કાંડું જેનું ઝાલે, તે મુક્ત બનીને હાલે- તારે સંગ એ મુખકારી.
સંતનો સંગ એ સાચો સંગ છે. અહીં શ્રેણીક મહારાજાએ કોને સંગ કર્યો? તે જાણો છો ને? રાજા શ્રેણીકે અનાથી નિગ્રંથને સંગ કર્યો તે આત્મસ્વરૂપની પિછાણ થઈ ને આત્મસ્વરૂપની પિછાણ થતાં મિથ્યાત્વના ગાઢ વાદળને ભેદીને સમ્યકત્વને સૂર્ય પ્રગટ. ને ભવોભવની ભાવટ ભાંગી નાંખી, આવતી ચોવીસીમાં તીર્થકર પદ પ્રાપ્ત કરશે. અનેક ભવ્ય જીના તારણહાર બનશે. સંતના સંગે તેમના જીવનમાં જાદુ કર્યું. તમે વ્યવહારમાં પણ દેખે છે કે કોઈ ગરીબ માણસને શ્રીમંત હાથ પકડે તે સમય જતાં ગરીબ પણ શ્રીમંત બની જાય છે. કેઈ મહારાજાની ગરીબ ઉપર કૃપા વરસે તે ગરીબ પણ ન્યાલ થઈ જાય છે.
એક જમાને એ હતું કે રાજાએ પિતાના રાજ્યમાં કેઈને દુઃખી જોઈ શકતા નહિ. રાજા ભેજ કેવા પરદુઃખભંજન હતા. બીજાના દુઃખને પોતાનું દુઃખ માની બીજાનું દુઃખ દૂર કરતા હતા. રાજા વિક્રમે કેવું સુંદર રાજ્ય ચલાવ્યું! તમે દિવાળીના દિવસે નવા ચેપડા લખે છે. દિવાળી આવે ત્યારે જૂના ચોપડા અધૂરા હોય તે પણ તેને મૂકી દે છે ને નવા ચોપડા લખે છે. આ નવા ચોપડા લખવાની શરૂઆત કોણે કરાવી હતી તે જાણે છે? જ્યારે વહેપારીઓમાં ખૂબ અનીતિ વધી અને લોકો લેહી ચૂસ્યા વ્યાજ લેતા થઈ ગયા ત્યારે વિકેમરાજાએ જૂના ચોપડા ઊંચે ચઢાવી દીધા ને નવા નામે ચોપડા લખવાની શરૂઆત કરાવી ને પ્રજાને કરજના દુઃખમાંથી મુકત કરાવી હતી. તે સિવાય તેમના રાજ્યને નિયમ હતું કે જે કઈ માણસ ને રહેવા આવે તેને દરેક પ્રજાજનેએ એકેક સોનામહોર અને એકેક ઈટ આપવી. એટલે આવનારા માણસનું ઈટોથી ઘર બંધાઈ જાય ને આખા ગામના લોકે એકેક સોનામહોર આપે તે તેને દેખાય નહિ ને સામાનું કામ ચાલુ થઈ જાય. આવું સુંદર રાજ્ય ચલાવીને રાજા વિક્રમે તેના જીવનમાં એક વિકમ સ્થાપ્યો હતે.
બંધુઓ ! રાજા વિક્રમે નવ વિક્રમ સ્થાપીને પ્રજાને કરજમાંથી મુકત કરી. તે તમે પણ ધારે તો તમારા જીવનમાં આ વિક્રમ સ્થાપી શકે. આપણો આત્મા અનંત કાળથી કર્મના કરજમાં ડૂબી રહ્યા છે. તેના કારણે પરાધીન બનીને મહાન દુઃખ ભોગવી રહ્યો છે તે આત્માને કર્મના કરજમાંથી મુક્ત કરાવી સુખી બનાવવા માટે પુરૂષાર્થ કરે. કોશિષ કરે અને તમારા પ્રબળ પુણ્યોદયે તમને જે મહાન સુખ ને સંપત્તિ મળ્યા છે તેને સદુપયોગ કરીને ગરીબાઈથી પીડાતા તમારા સ્વધર્મીઓને સુખી કરો. તમે હાથી જેવી દષ્ટિ કેળવે. હાથીની સૂંઢમાં કે ઘાસ આપે કે લાડવા આપે તો તે મદમસ્ત બનીને ઝૂલતે ખૂલતે ચાલે છે. એ ખાતે જાય ને થોડું વેર