________________
૬૦૨
શારદા સાગર
વ્યાખ્યાન ન – ૭૦
આસા સુદ ૪ ને બુધવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા
ને બહેન !
શાશ્વત સુખના સ્વામી બનવા માટે સસારરૂપી સમરાંગણમાં કર્મ શત્રુઓની સામે કેશરિયા કરી મુક્તિનગરીના મહેમાન બન્યા છે તેવા જિનેશ્વર ભગવતાએ ભવમાં ભ્રમણ કરતા ભવ્ય જીવાને જાગૃત કરવા માટે આગમવાણી પ્રકાશી-ખત્રીસ આગમમાં ચેાથું મૂળ સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથ મહારાજા શ્રેણીકને અનાથ નાથના ભેદ સમજાવતાં કહે છે. આત્માની અનાથતાનું કારણ શું? આત્મા અને પરમાત્મા વચ્ચેની એકતાને ભૂલી જવી. જો કોઇ આત્મા અને પરમાત્માની એકતા સાધી ભિન્નતાને દૂર કરવાના સંકલ્પ કરે તે આત્માની અનાથતા દૂર થયા વિના રહે નહિ.
તા. ૮-૧૦-૭૫
અનાથી મુનિ કહે છે કે અનેક પ્રયત્ન કરવા છતાં પણ મારે રાગ શાંત થયે નહિ. ત્યારે મને એવું ભાન થયું કે મને ખીજુ કાઇ દુ:ખ આપતુ નથી. પણ મારે આત્મા મને દુઃખ આપી રહ્યા છે, તેા ખીજો કેાઇ મારા રોગને કેવી રીતે મટાડી શકે? જો મને ખીજા કાઇ દુઃખ આપતા હાત તેા મારા માતા-પિતા, ભાઈ, બહેન, પત્ની અને વૈદા, હકીમા બધા મને રોગથી મુક્ત કરી શક્ત. પણ જ્યાં મારા પેાતાના આત્મા દુઃખ આપી રહ્યા હાય ત્યાં ખીજા કયાંથી મટાડી શકે? વિભાવમાં જઇને મારા આત્માએ બાંધેલા કર્મોને કારણે મને આ દુઃખ આવ્યુ છે. તેા વિભાવને વઈને સ્વભાવમાં સંચરીને મારા આત્મા દુઃખને દૂર કરશે.
મહાન પુરુષાના જીવનમાં કેવી સમજણુ હાય છે! આવી સમજણુ ભવને અંત લાવે છે. પણ જયાં સમજણુ નથી ત્યાં ભવૃદ્ધિ થાય છે. જેને આત્મ સ્વરૂપની પિછાણુ થઇ ને પછી સંત બન્યા છે તેવા અનાથી નિગ્રંથ પાતે ભવના અંત કરી ભગવત મનવા માટે આત્મસાધનાના પંથે પ્રયાણ કરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં મડીકુક્ષ બગીચામાં આવ્યા ને શ્રેણિક રાજા ફરવા માટે આવ્યા. ત્યાં અનેનું મધુરું મિલન થયું. સંતનુ મિલન એ સત્તુ મિલન છે. સતા પોતે સત્ત્ને સાધી, સતને પિછાણી તેમાં રમણતા કરે છે. અને પેાતાની પાસે આવનારને પણ સત્ની પિછાણુ કરાવે છે. ને દુઃખના અંત કરાવે છે. તમે એમ નહિ માનતા કે સંત પાસે જઇએ એટલે પૈસે ટકે સુખી બની જઇએ ને સંસારમાં કહેવાતુ દુઃખ મટાડી દઇએ. આ તમારું માનેલું પૈસા, પત્ની અને પુત્રનુ દુઃખ મટાડવાની વાત નથી પણ આત્માને જન્મ-મરણના દુ:ખા લાગેલા છે તેને દૂર કરવાની વાત છે. ‘જે કરાવે ભવના અંત, તાડાવે તૃષ્ણાના તંત, તે છે સાચા સંત. તે પામે સુખ અનત.’