________________
શારદા સાગર
૬૦૧ પિતાજી તે યુદ્ધમાં ગયા છે ને પાછળથી મારી આ દશા થઈ છે. આટલું બોલતાં તેની આંખમાં આંસુ આવી ગયા. આ આસુ પિતાને દુઃખ પડયું તેના નથી. પણ પિતાના માથે જે કલંક ચઢયું છે તે જે ન ઊતરે તે દુનિયામાં એમ કહેવાય કે અંજના આવી જૈન ધર્મની શ્રદ્ધાવાળી ને આવી નીકળી? મારા જેન ધર્મને લાંછન ન લાગવું જોઈએ અને મારા સાસરા - પિયરની નિર્મળ કીર્તિમાં સહેજ પણ ડાઘ ન લાગવો જોઈએ. દિલમાં આ વાતને ડંખ હતો. ને આવા પુત્રના જન્મસમયે પતિની ગેરહાજરી છે. તેથી તેના દિલમાં ઓછું આવ્યું.
બાળક તે હજુ તાજે જન્મેલ છે. તરત જન્મેલો બાળક આંખ ઉઘાડે નહિ. પણ આ તેજસ્વી કુમાર તો આંખ ખોલીને અંજનાની સામે મીટ માંડીને જોઈ રહ્યો છે. એના મુખ ઉપરથી જોતાં એમ લાગે કે જાણે અંજનાને એમ કહેતે ન હોય કે, હે માતા? હવે તું જરા પણ ગભરાઈશ નહિ. હવે હું સહેજ માટે થાઉં એટલે તને દુઃખ દેનારા દાદા-દાદીની, બા-બાપુજીની તથા મામા-મામીઓની બધાની ખબર લઈશ. તેમ જાણે સંકેત કરતો ન હોય ! તેમ જણાય છે. વળી પાછી પુનમની ચાંદની ખીલી છે. અજવાળી રાતે અંજના બાળકને હાથમાં લઈને રમાડે છે ને વસંતમાલા પણ હરખાતી અંજનાની સામે બેઠી છે. આ બાળક આકાશની સામે બાથ ભીડીને જાણે તારા અને ચંદ્રને લેવા મથત ન હોય! તેમ હાથ ઊંચા નીચા કરે છે. એના મુખ ઉપરથી તેનું પરાક્રમ સ્પષ્ટ જણાઈ આવે છે. વસંતમાલા કહે છે બહેન ! હવે તું જરા પણ ગભરાઈશ નહિ. આ બાલુડા આપણા દુઃખે દૂર કરશે. આ પ્રમાણે આનંદપૂર્વક વાર્તાલાપ કરે છે. ત્યાં શું બન્યું. 'મામા અંજના તણું તિણ સમે, શુરસેન રાજા છે તેનું નામ તે, યાત્રા કરીને પાછા વળે, આવી વિમાન થંભ્ય તેણે ઠામ તે.સતી રે.
આ સમયે અંજના સતીના મામા વિદ્યાધર ચૂરસેન રાજા યાત્રા કરીને પાછા ફરીને પિતાના ગામ જઈ રહ્યા છે. તે આ રસ્તેથી તે વિદ્યાધરનું વિમાન પસાર થતું હતું. બરાબર અંજના જે જગ્યાએ બેઠી હતી તેના માથા ઉપર વિમાન આવ્યું. સ્થિર થઈ ગયું. વિમાનને ચલાવવા માટે ઘણી મહેનત કરી પણ નથી આગળ જતું કે નથી પાછળ હઠતું. સતી અંજનાનું કેટલું પ્રભાવશીલ ચારિત્ર હતું તેની આ પ્રતીતિ કરાવે છે. આ તે વિદ્યાધરનું વિમાન હતું. પણ દેવનું વિમાન હોય તો પણ આ સતીની ઉપરથી પસાર થઈ શકે નહિ. સતીના શિયળના પ્રભાવે ભલભલા દેવના વિમાન પણ સ્થંભી જાય છે. વિદ્યાધરનું વિમાન ચાલતું નથી. છેવટે વિચાર કર્યો કે વિમાનને નીચે ઉતારી જોઈએ એટલે નીચે ઉતારે છે. વિમાન નીચે ઉતરવા લાગ્યું. હવે આ વિમાન કેવી રીતે ઊતરશે સતી અંજનાને જંગલમાં મામાનું મિલન કેવી રીતે થશે ને શું બનશે તેના ભાવ અવસરે.