________________
શારદા સાગર
૬૦૩ આવા પવિત્ર સંતોને સમાગમ આત્માની ઓળખાણ કરાવે છે. આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ઓળખાણની જરૂર છે. કોઈને સારી નોકરી મેળવવી હોય તે પણ સારા માણસની ઓળખાણ હોય તે ઝટ નેકરી મળી જાય છે. કેઈ ગરીબને છેક દેશમાંથી મુંબઈ સવસ માટે આવે છે જે કોઈ સારા શ્રીમંત માણસની ઓળખાણ હોય તે તેને જલદી નેકરી મળી જાય છે. નહિતર બે મહિના રહી ઘરના રોટલા ખાઈને પાછો હતે તે વિદાય થાય છે. આજે તમે નથી જોતા કે મુંબઈમાં બી. એ. થયેલા છોકરાઓ બિચારા નેકરી, ધંધા વિના રઝળે છે. ને નેન મેટ્રિક થયેલા છોકરાઓને ઓળખાણને કારણે નેકરી મળી જાય છે. સસ્તા ભાડાની ચાલીએ બંધાય છે તેમાં રૂમ લેવા માટે પણ લાગવગ જોઈએ છે. લાગવગવાળાનું કામ ઝટ થઈ જાય છે ને લાગવગ વિનાના રઝળે છે. કેઈ બહારગામથી ફાળો કરવા આવે ને વાલકેશ્વર સંઘના શેઠિયાઓને કહે કે ભાઈ! અમારા ગામમાં સંતોની અવરજવર ખૂબ છે. માટે ત્યાં ઉપાશ્રય બંધાવવાની જરૂર છે. તો તમે શું કહેશો? કે અમે તમને ઓળખતા નથી. ઓળખાણ હોય તે બધું થાય. કેમ આમ કહેને? કઈ બહારગામને ઝવેરી રમણીકભાઈની ઓફિસે આવ્યો. તેને માલ ખરીદ છે તે રમણીકભાઈ તેને હીરાના પડીકા બતાવે. વહેપારી માલ જઈને કહે કે આ એક લાખના હીરાનું પડીકું મને આજનો દિવસ ઘરે જેવા માટે લઈ જવા દે. અનુકૂળ હશે તે ખરીદી લઈશ. નહિતર તમને કાલે સવારે પાછું આપી જઈશ. તે તમે તેને લઈ જવા દે ખરા? તમે તેને કહી દેશે કે ભાઈ ! હું તમને ઓળખતે નથી. પણ આ સ્થાને કઈ પરિચિત ને વિશ્વાસુ વહેપારી હોય તે ખુશીથી લઈ જવા દેત. આ તે લાખ રૂપિયાના હીરાની વાત થઈ પણ પાંચ-પચ્ચીસ રૂપિયા પણ તમે એાળખાણ વિના કોઈને આપવા તૈયાર નથી. પણ જે કઈ એ અજાણ્યાની ઓળખાણ કરાવનાર મળી જાય તે તેને કઈ જાતને વધે આવતું નથી. તમે કહે છે ને કે ઓળખાણ એ મેટી ખાણ છે. એાળખાણવાળો માણસ સુખી થાય છે ને ઓળખાણ વિનાને રઝળી પડે છે.
મારે ઓળખાણની વાત કરીને તમને એ વાત સમજાવવી છે, કે જે આત્માની ઓળખાણ કરે છે તે સુખ પ્રાપ્ત કરે છે. આત્માની ઓળખાણ કેણ કરાવે? જે મહાન પુરૂષેએ આત્માને ઓળખે છે તે આત્માની ઓળખાણ કરાવે છે. જેમ મોટો વહેપારી અજાણ્યા વહેપારીને બજારમાં બીજા વહેપારીની ઓળખાણ કરાવી તેને આગળ લાવે છે. તેમ ભગવાનના સાચા સંતો પણ તેમની પાસે જે જિજ્ઞાસુ છે આવે છે તેમને આત્મસ્વરૂપની ઓળખાણ કરાવીને મુકિતનગરીના મહાન સુખમાં મહાલવા માટે મોકલે છે. જેના ઉપર સંતની દષ્ટિ પડે ને સંત જેને હાથ પકડે તે તે ન્યાલ થઈ જાય. સંતનું મિલન મહા લાભદાયી છે. એક ભકતે પણ ગાયું છે કે :