________________
શારદા સાગર,
૫૭૯
ત્યારે પરમાધામીને કહે છે, ભાઈ! મેં તે તારા માટે આવા પાપ કર્યા હતા. સહેજ તે દયા કર. ત્યારે કહે છે, મેં તને ક્યાં ઊંચે બાંધે હતું કે તું મારા માટે પાપ કર. બંધુઓ! તમે જેને માટે પાપ કરે છે તે બધા વખત આવ્યે તમને આમ જ કહેવાના છે. માલ ખાવા સહુ આવશે પણ માર ખાવા કોઈ નહિ આવે. માટે જેમ બને તેમ કર્મ ના બંધાય તેવું જીવન જી. - અનાથી નિગ્રંથ કહે છે, કે મારા કરેલા કર્મો મારે એકલાને ભોગવવા પડયા હતા. બધા મારા સામું જોઈ રહેતા પણ મારી વેદના કેઈ લઈ શક્યા નહિ. હજુ મારી પત્ની મારા માટે શું કરતી હતી તે વાત અનાથી મુનિ શ્રેણીક રાજાને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - અંજના સતીનું આત્મમંથન આટલું કહી અષિ સંચર્યા, એટલે ત્રાજ ગુફે માંહી સિંહ તે, ત્રાસ પામ્યા સર્વે સાવા, જાણે અષાઢ ગાળે છે મેહ તે, અંજના કહે અલગી રહે, વસંતમાલા કહે મરણ દીયો માય તે, જાણશે પિયુ પરદેશ ગયા, એ સદેહે ટાળજો અમ તણે જાય તે. સતી રે.
અંજના સતીએ મુનિને પિતાને પૂર્વભવ પૂ. મુનિ તેના પ્રશ્નને જવાબ આપી ત્યાંથી ચાલ્યા ગયા. અંજના કહે છે બહેન! મભૂમિમાં પણ ભાગ્યશાળી આત્માને કલ્પવૃક્ષ મળી આવે તે આનું નામ, મુનિ કેવા કરુણના સાગર હતા ! આપણે બંનેએ પૂર્વભવમાં આવું પાપ કર્યું તે આવું દુઃખ ભેગવવું પડયું. તે અનંતકાળથી આ સંસારમાં ભટકતા આપણું આત્માએ અજ્ઞાનદશામાં આવા તો ઘણું કર્મો કર્યા હશે! અને તેના વિષમ વિપાકો પણ ભગવ્યા હશે! ખરેખર આ સંસાર તે છોડવા જેવો છે. ભગવાને સંસારનું સ્વરૂપ ભાખ્યું છે તે યથાર્થ છે. જ્યાં સુધી આ સંસારના મોહમાયાના બંધનમાં રહીશું ત્યાં સુધી પાપ થવાના અને પાપ થવાના એટલે તેના કટુ વિપાકે પણ સહન કરવા પડવાના.
અંજના સતી ગાઢ જંગલમાં ને ત્યાં સિંહનું આવવું બન્યું - આ રીતે અંજના અને વસંતમાલા અને સંસારના સ્વરૂપની ભયંકરતાનું ચિંતન કરતા હતા. ત્યાં એકાએક સિંહની ભયંકર ગર્જના સંભળાઈ. બંને ધ્રુજી ગયા અને છેડે દૂર એક ભીષણ સિંહને આવતો જે. ધરતીમાં તીરાડ પડી જાય તે રીતે જોરથી પૂછડાને પછાડતો હતે. લોહીથી તેનું મુખ ખરડાયેલું હતું ને ગજેનાથી દિશાને ગજાવી રહ્યો હતે. લોખંડના અંકુશ જેવા તીક્ષણ તેના નખ હતા. આવા સિંહને જોઈને ભલભલાના કાળજા કંપી જાય.
વસંતમાલા કહે છે બહેન! આપણે બંને જણ આ વૃક્ષ ઉપર ચઢી જઈએ. ત્યારે અંજના કહે છે બહેન! મને નવ માસ છે. વૃક્ષ ઉપર ચઢવાની મને હિંમત નથી. પણ