________________
શારદા સાગર અનાથ બનતું જાય છે. એ અનાથતા સંસારમાં ભવભ્રમણ કરાવનાર તેમજ આવા એટલે કે મેં ભગવ્યા તેવા અને તેનાથી પણ અધિક દુઃખોને અનુભવ કરવામાં કારણભૂત છે.
દેવાનુપ્રિયે! આ અનાથી મુનિ શ્રેણીક રાજાને અનાથ સનાથના ભેદ સમજાવે છે. તેમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે. આજે માનવ પિતાની સ્ત્રી, પુત્ર, પરિવાર, સંપત્તિ અને નોકર ચાકરો ઉપર પિતાની સત્તા જમાવીને તેને પિતાને નાથ માને છે, પણ ખરેખર એ સમજવા જેવું છે કે આ દુનિયામાં કહ્યું કેવું છે? આ બધા ઉપરથી મમત્વ ભાવ ઉઠાવીને તેનાથી અલિપ્તભાવે રહે. જેને મેળવવા માટે લાખ પ્રયત્નો કરો છો. પાપ બાંધે છે, ન્યાય-નીતિને નેવે મૂકે છે, સત્ય ને સદાચારને તો પૈસા માટે સીમાડે મૂકી દીધા છે. અને આજે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર વધી ગયેલ છે. ધર્મ ધેકા ખાય છે ને અધર્મ અડદીયા ઉડાવે છે. આ પરિસ્થિતિ સર્જાઈ છે. પણ એટલું સમજી લેજે કે આ જે કંઈ મોજમઝા ઉડાવે છે તે પૂર્વે કરેલા સત્કર્મને પ્રતાપ છે. જ્યાં ધર્મ-શીયળ, સત્ય, સદાચાર હોય છે ત્યાં લક્ષ્મી અને કીતિને સદા વાસ હોય છે. અહીં મહારાજા વિક્રમના જીવનને એક પ્રસંગ યાદ આવે છે.
મહારાજા વિકમ નીતિવાન અને નિરાભિમાની રાજા હતા. જેનામાં નીતિ, નમ્રતા અને નિરાભિમાનતાને ત્રિવેણી સંગમ હોય છે તે આખી દુનિયાને મિત્ર બને છે. નમ્રતા એ અલૌકિક ગુણ છે કે તે આખી દુનિયાને નમાવે છે. વિક્રમરાજાએ આ મુખ્ય ગુણે દ્વારા પ્રજાને પ્રેમ સંપાદન કર્યો હતો. રાજા વિક્રમ ખૂબ પ્રમાણિકતાથી રાજ્ય ચલાવતા હતા એટલે એના માથે કઈ ચિંતા ન હતી. ચિંતા કોને હોય? જ્યાં કાવાદાવા ને અપ્રમાણિકતા હોય ત્યાં હેય ને? તમને કેટલી ચિંતાને કીડો કરી ખાતે હશે કે આ સરકાર આટલા ટેકસ નાખે છે, મકાનની આંકણું કરે છે. હવે તે ધર્મસ્થાનકો ઉપર પણ ટેકસ નાખે છે, બે પૈસા દાનમાં વાપરવામાં પણ કેટલી ચિંતા છે! આવી ચિંતામાં સુખે ઊંઘ નથી આવતી. એટલે ઊંઘ લાવવા માટે ટેબ્લેટ લેવી પડે છે. વિક્રમ રાજા આટલું મોટું રાજ્ય ચલાવતા હતા છતાં એક રતિ જેટલી ચિંતા તેમના માથે ન હતી. પથારીમાં સૂવે એવા તરત ઊંધી જતા. ને સવારે સૂર્યોદય થતાં પહેલાં બે ઘડી અગાઉ ઊઠી જતા. મહાન પુરૂષે અઘોરીની જેમ ઊઘે નહિ. તમારી માફક સેનાના નળીયા થાય ત્યાં સુધી પથારીમાં સૂવે નહિ. (હસાહસ). વિકમ રાજાના અંતરમાં શાંતિ હતી એટલે સુખે સૂવે ને સુખે ઊઠે.
એક દિવસ વિક્રમ રાજા ટાઈમ થતાં સૂઈ ગયાં. તરત ઊંઘ આવી ગઈ. રાત્રીને પ્રથમ પ્રહર પૂરો થવાને થોડી વાર બાકી હતી. તે પહેલાં એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ખૂબ પ્રકાશ જે. સામી દષ્ટિ કરે છે તે એક નવયૌવના સ્વરૂપવાન સ્ત્રીને જોઈ. એટલે રાજાએ પૂછયું કે તમે કોણ છો? ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે હું તમારા ઘરની લક્ષ્મીદેવી છે. તમને