________________
શારદા સાગર
પ
તે સારું થયું. જે તેમના ઉપચારોથી મારે રોગ નાબૂદ થયો હોત તે હું તેમને બધાને સનાથ માનીને તેમને ગુલામ બની જાત, એ બધાની વાત તે બાજુએ મૂકો પણ હું જે શરીરમાં રહું છું તેના પર પણ મારી સત્તા નથી. આખા મગધ દેશના રાજ્ય ઉપર તમારી સત્તા ચાલે છે. તમે જેમ કહે તેમ થાય છે પણ તમારા શરીર ઉપર તમારી સત્તા છે ખરી? તમે માનો કે મારે મારા શરીરમાં કંઈ રોગ આવવા દે નથી તે તે બની શકે ખરું? શ્રેણીક રાજા કહે છે એવી કોઈની તાકાત નથી. તે વિચાર કરો કે હું ને તમે કેના નાથ છીએ? મને કઈ સગાં કે નેહી રેગથી મુકત કરી શકયું નહિ ત્યારે હું સમજી ગયા કે મારા માતા-પિતા ભાઈઓ - બહેને, પત્ની ને વૈદે બધા પોતે અનાથ છે તો મને નાથે કેવી રીતે બનાવી શકે? | મુનિનું કથન સાંભળીને રાજા શ્રેણીક તેમને કહેવા લાગ્યા કે હે મુનિરાજ! આપની કહાની સાંભળીને મારો ગર્વ ગળી ગયા છે. હું જે સંપત્તિ અને વૈભવ પર મને પિતાને સનાથ માનતો હતો તે વૈભવ અને સંપત્તિ અને સનાથ બનાવનાર નથી. પણ અનાથતા વધારનાર છે. તે હવે આપ મને જલ્દી એ વાત સમજાવે કે આટલા ઉપચાર કરવા છતાં જે વેદના શાંત ન થઈ તે કેવી રીતે શાંત થઈ ! અને સાચી સનાથતા પ્રાપ્ત કરવાને ઉપાય કર્યો છે? રાજા શ્રેણુકને જલ્દી જાણવાની જિજ્ઞાસા થઈ છે. તેના જવાબમાં અનાથી મુનિ કહે છે કે હે રાજન ! મને રાત્રે ઊંઘ આવતી ન હતી. જ્યારે મને કઈ રોગથી મુકત કરવા સમર્થ ન થયું ત્યારે મને સૂતા સૂતા અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા કે મારા પૂર્વના કઈ ગાઢ કર્મોને કારણે મને આ રોગ આ છે તે શું હું પહેલાં પણ હતું? જે પૂર્વે ન હોત તો આ કર્મો કયાંથી હોત? મારા પૂર્વના કર્મો છે તે હું પણ પૂર્વે હતે. તે વાત નકકી છે. તે પૂર્વે પણ આવા કર્મોના ઉદયથી આથી પણ ભયંકર દુઃખ ભોગવ્યા હશે ! આવા અનેક પ્રશ્ન મનમાં ઉઠતાં ને મનથી હું તેનું સમાધાન કરતો.
तओ हं एवमाहंसु, दुक्ख माहु पुणो पुणो। वेयणा अणुभविउं जे, संसारम्मि अणंतए॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૩૧, હે રાજન ! રોગ ન મટવાથી વિચાર કરતાં મને વિશ્વાસ થયે કે આ અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં મેં વારંવાર આવી વેદના અનુભવી છે. આવા પ્રકારને વિશ્વાસ થવાથી હું એમ વિચારવા લાગે કે સંસારમાં પરિભ્રમણ કરવાનું અને વારંવાર આવા કષ્ટ ભોગવવાનું કારણ શું? આ પ્રશ્ન પર વિચાર કરતાં હું એ સિદ્ધાંત પર આવ્યું કે મોહને આધીન બનીને આત્મા સાંસારિક પદાર્થો દ્વારા પિતે સનાથ બનવા
છે. પણ એ સંસારિક પદાર્થોને જેમ જેમ રાગ વધતું જાય છે તેમ તેમ આત્મા