________________
શારદા સાગર
૫૯૩
નિસ્તેજ કાળો કોલસે પણ અગ્નિને સ્પર્શ થતાં તેજસ્વી બનીને ચળકાટ પ્રાપ્ત કરે છે તે શું પાપી અને પતિત મનુષ્ય સાધુપુરૂષને સંગ કરે તે સજજન અને સદાચારી ન બની શકે? જરૂર બને. માણસને જે સંગ થાય છે તે રંગ ચઢે છે. એકેન્દ્રિયમાં પણ સંગથી પરિવર્તન થાય છે તો પચેન્દ્રિય એવા મનુષ્યમાં કેમ ન થાય? જુઓ, એકેન્દ્રિય છે પણ બીજા સાથે પોતાના ગુણ મૂકી દે છે. જેમ કે લીંબુ ખાટું છે. પણ જે તેની કલમ સંતરાની કલમ સાથે દાટવામાં આવે તે ખટાશનો ગુણ મૂકી મીઠાશનો ગુણ અપનાવે છે ને તે સંતરૂ બને છે. તેમ સંતની રજ જીવનમાં ચઢાવવામાં આવે તે જીવન પાવન બને છે. સ્વાતિ નક્ષત્રના વરસાદનું બિંદુ સર્પના મુખમાં પડે તો ઝેર રૂપે પરિણમે છે. લીંબડા ઉપર પડે તો કડવાશ, મરચી ઉપર પડે તે તીખાશ રૂપે પરિણમે છે. અને તવા ઉપર પડે તે બળીને ભસ્મ થઈ જાય છે. ને કમળના પત્ર ઉપર પડે ને તેના ઉપર જે સૂર્યના કિરણે પડે તો મેતી જેવી શભા પ્રાપ્ત કરે છે. ને છીપના પિટમાં જાય તે મતી પાકે છે. ઈટ કે પત્થરની દિવાલ પર લગાડેલી સીમેન્ટ પણ ઈટ કે પથ્થરની જેમ વ્રજ લેપ જેવી બની જાય છે. એ સીમેન્ટને જે માટીની દિવાલ ઉપર લગાડવામાં આવશે તે માટી જેવી કમજોર બની જશે. આટલા માટે જ્ઞાની કહે છે કે જેવી સેબત તેવી અસર થાય છે, સંત સમાગમ કર્યા પછી જીવનમાં પરિવર્તન થાય છે. તેના અનેક દાખલા શાસ્ત્રમાં અને ઈતિહાસમાં મળે છે.
અંગુલિમાલ જે લૂંટારૂ બુદ્ધના સમાગમથી સુધરી ગયો. વાલીયે લૂંટારો નારદ ઋષિને સમાગમ થતાં વાલી મટીને વાલ્મિક ઋષિ બન્ય.
મૃગાપુત્રને સંતના દર્શન થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. સંયતિ રાજા ગર્દભાલી મુનિને ભેટે થતાં સાધુ બની ગયા. આપણે ત્યાં નાના મહાસતીજીઓ અધિકાર વાંચે છે. તેમાં દેવભદ્ર અને જશેભદ્ર એ બે બાલુડાને પણ સંતને સમાગમ થતાં જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્ય આવ્યો. પરદેશી રાજ કેશીસ્વામીને સમાગમ થતાં પાપી મટીને પાવન બની ગયા. કોશાગણિકા સ્થૂલિભદ્રને સમાગમ થતાં પરમ શ્રાવિકા બની ગઈ. રેજના સાત સાત ખૂન કરનારે અર્જુનમાળી સુદર્શન શેઠને ભેટે થતાં પ્રભુના દર્શન કરવા ગયે ને પ્રભુના દર્શન કરી દીક્ષા લઈને છ મહિનામાં તે કર્મોને કચ્ચરઘાણ કરી નાખે, નટડીના મોહમાં પિતાની જ્ઞાતિનું ભાન ભૂલેલા ઈલાચીકુમારને દેર ઉપર નાચ કરતાં સામી હવેલીમાં ગૌચરી પધારેલા સતના દર્શન થતાં અજ્ઞાનનો અંધકાર ઓસરી ગયો ને કેવળજ્ઞાન થયું. આપણે રેજો ચાલુ અધિકાર જેમાં મહારાજા શ્રેણીકના આત્મા ઉપર
જ્યારે મિથ્યાત્વના પડળ ચઢેલા હતા ત્યારે તે તેને પોતાનાથી નીચા સમજતે હતે. તે અનાથી નિગ્રંથને ભેટે થતાં મિથ્યાત્વના પડળ તૂટી ગયા ને તેના જીવનમાં સમ્યકત્વને સૂર્ય પ્રકાશિત થયે.