________________
૫૯૮
શારદા સાગર
છે તે પછી મારી કયાં વાત કરવી? મારે નામની સાથે કેઈ નિસ્બત નથી. નામ તે દેહનું છે. દેહને નાશ થતાં નામને નાશ થવાને છે. તેથી કંઈ મારા આત્માને નાશ થવાને નથી. મારો આત્મા તો ત્રણે કાળે અમર રહેવાને છે. માટે મારું નામ નહિ રહે તે તેની મને ચિંતા નથી. આ જવાબ સાંભળી કીર્તિદેવી ચાલ્યા ગયા ને રાજા ઊંધી ગયા. ત્યાં ત્રીજા પ્રહરે ત્રીજી દેવી આવી. રાજા પૂછે છે તમે કોણ છે? મને સુખે સૂવા દેતા પણ નથી. ત્યારે કહે છે હું સત્તાદેવી છું. લક્ષ્મી અને કીર્તિ જે ન રહે તે માટે પણ રહેવું નથી. ત્યારે રાજા કહે છે ભલે સિધાવે. હું તમને બહુમાનપૂર્વક વિદાય આપું છું. ત્યારે સત્તાદેવી કહે છે મહારાજા! અમે ત્રણે જઈશું તે તમારા રાજયમાં અંધારું થઈ જશે. આ રાજસિંહાસન ઉપરથી આપ ફેંકાઈ જશે. તમારી પ્રજા પણ તમારા સામું નહિ જુવે. માટે જે તમે કહે તે હું લક્ષ્મી અને કીર્તિને મનાવીને પાછી બેલાવી લાવું. ત્યારે રાજા કહે છે મારે એ સત્તાના સિંહાસનની જરૂર નથી. હું તે મારી પ્રજાના હૃદય સિંહાસન ઉપર રાજ્ય કરું છું. મારે કોઈની જરૂર નથી. ચાલતા થઈ જાઓ. એટલે સત્તાદેવી પણ વિદાય થયા ને રાજા તે ઊંઘી ગયા.
ઘેડીવાર થઈ ત્યાં ખૂબ પ્રકાશ દેખાય ને ત્રણ તેજસ્વી પુરૂષ દેખાયા. વિક્રમ રાજા પૂછે છે તમે કોણ છો? ત્યારે કહે છે અમે ૧) ધર્મરાજા ૨) સત્યરાજા અને ૩) ચારિત્ર રાજા છીએ. અમે ત્રણે તમારી પાસેથી વિદાય લેવા આવ્યા છીએ. આ સાંભળી તરત રાજા તેમના પલંગમાંથી ઊભા થઈ ગયા ને કહેવા લાગ્યા. અરેરે...તમે ચાલ્યા જશે? મારા જીવતાં હું તમને વિદાય નહિ આપી શકું. આ દુનિયામાંથી આપ વિદાય લેશે તે પહેલાં મારી વિદાય થશે. ત્યારે કહે છે. અમે ત્રણે તે નિર્ણય કરીને આવ્યા છીએ. તમને જાણ કરવા આવ્યા હતા. રાજા તેની મ્યાનમાંથી તલવાર ખેંચીને ધર્મરાજાના હાથમાં આપીને કહે છે કે, મારું મસ્તક ઉડાવી દે. પછી તમે વિદાય થાઓ. હું તમારા વિના નહિ રહી શકું. ધર્મ વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. ધર્મ એ મારો પ્રાણ છે. સત્ય એ મારો શ્વાસ છે ને ચારિત્ર એ મારું હાર્ટ છે. પ્રાણ, હાર્ટ અને શ્વાસ વિના કેઈ જીવી શકતું નથી. તેમ હું પણ તમારા વિના એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી.
બંધુઓ! જુઓ, રાજાની કેવી દઢ શ્રદ્ધા છે! પેલી ત્રણ દેવીઓને જવા દીધી પણ ધર્મ, સત્ય અને ચારિત્રને જવા દેતા નથી. તમને આવી શ્રદ્ધા છે ને? આ ત્રણે દેવ રાજાના હાથમાંથી તલવાર પકડી લે છે ને એકી અવાજે બોલે છે...ધન્ય છે રાજન તારી શ્રદ્ધાને. અમે તે તારી પરીક્ષા કરવા આવ્યા હતા. તારી અડગ શ્રદ્ધા જોઈને ખુશ થયા છીએ. તારા જેવા શ્રદ્ધાવાન ભકતને છોડીને બીજે કયાંય જવા માંગતા નથી. આ પ્રમાણે કહ્યું ત્યાં ત્રણેય દેવીએ આવીને કહે છે રાજન્ ! અમે પણ તને છોડીને જવા