________________
શારદા સાગર
૫૯૭ એક અગત્યના સમાચાર આપવા માટે આવી છું. રાજા પૂછે છે શું? ત્યારે કહે છે હું આવતી કાલે સવારે તારા ઘરમાંથી વિદાય થવાની છે. તે તમને સમાચાર આપવા આવી છું. ત્યારે રાજા કહે છે તમારે કહેવા આવવાની તસ્દી શા માટે લેવી પડી? ત્યારે લક્ષમીદેવી કહે છે તેમને કહ્યા વિના કેવી રીતે જવાય? રાજા કહે છે સવારે શું અત્યારે વિદાય થાઓ. સુખે સિધાવે. મારે તમારી જરૂર નથી. ત્યારે લક્ષમીદેવી કહે છે હે રાજા! તું મને આવી ઉદ્ધતાઈથી જવાબ આપે છે પણ વિચાર કર. આ બધે ચળકાટ લક્ષ્મીને છે. માટે વિચાર કર. મારા ગયા પછી આ તમને ખમ્મા ખમ્મા થાય છે તે નહિ થાય. જ્યાં લક્ષ્મી નથી ત્યાં કુસંપ, કલેશ ને રગડા ઝગડા થાય છે. તમને પાણી માંગતા દૂધ મળે છે તે નહિ મળે. તને કોઈ પૂછશે પણ નહિ. તું ઝાંખો પડી જઈશ. ગરીબ ગાય જેવો બની જઈશ ને ચપ્પણીયું લઈને ભીખ માંગવાનો વખત આવશે. રાજા કહે છે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. મારી પાસે ગુણને પ્રકાશ છે. તેના દ્વારા મારું જીવન ચાલશે. માટે તમે તમારે અબઘડી સુખે સિધાવો. તમારા સર્ભાવમાં મને સુખ નથી ને અભાવમાં દુઃખ નથી. ત્યારે લહમીદેવી કહે છે રાજા! કંઈક તે વિચાર કર. મને તારી દયા આવે છે કે મારા ગયા પછી તારી શી દશા થશે? આ તારી મહેલ-મહેલાતે ચાલી જશે. પછી તું કયાં જઈને રહીશ? ત્યારે રાજા કહે છે કંઈ ચિંતા નહિ. એક કેઈને એટલે તે મળશે ને? અરે, એટલે પણ નહિ મળે ને રોટલો પણ નહિ મળે. અરે ટલે તે નહિ મળે પણ માટીનું શકેરું ય નહિ મળે. ત્યારે રાજા કહે છે ભલે કંઈ નહિ મળે તે ધરતીમાતા જગ્યા આપશે ને? ત્યારે લક્ષમીદેવી કહે છે ધરતીમાતા પણ જગ્યા નહિ આપે. રાજા કહે છે ભલે કઈ જગ્યા નહિ આપે તે સાધુ બની જઈશ. પણ તું તારે ચાલી જાને. (હસાહસ) રાજાની મક્કમતા જોઈને લક્ષમીદેવી તે વીલે મઢે ચાલ્યા ગયા. પણ દેવાનુપ્રિયો! તમને પૂછું કે તમને લક્ષમીદેવી સ્વપ્નમાં આવીને આવું કહે છે તમે શું કરે? હું તે માનું છું કે તમારી ઊંઘ ઉડી જાય. રડે, ઝરો ને કલ્પાંત કરો. મહિના સુધી તો ખાવાનું પણ ન ભાવે. કેમ સાચી વાત છે ને વિક્રમ રાજા તે ઘસઘસાટ ઊંઘી ગયા.
રાત્રિને બીજો પ્રહર શરૂ થશે ત્યાં રૂમઝુમ કરતાં બીજા દેવી આવ્યા. રાજા જાગી ગયા. ને દેવીને પૂછયું કે તમે કોણ છે? ત્યારે કહે છે હું કીર્તિદેવી છું. આપની પાસેથી વિદાય લેવા આવી છું. મારી સખી લક્ષ્મીદેવીની સાથે હું પણ જાઉં છું. મને એના વિના ક્ષણવાર ન ગમે ત્યારે રાજા કહે છે ન ગમે તે સુખે સિધાવો દ્વાર ખુલ્લા છે. રાજન ! વિચાર કરો. અત્યારે ચારે તરફે તમારી કીતિને કળશ ચઢયે છે. તે કીર્તિ ચાલી જતાં તમને કેઈ ઓળખશે નહિ. અત્યારે દરેકના મુખે તમારું નામ ગવાય છે. પછી તમને કઈ યાદ નહિ કરે. તમારું નામ ભૂલાઈ જશે. ત્યારે રાજા કહે છે આ દુનિયામાં જે જન્મે છે તે મરે છે. ચઢે છે તે પડે છે. ઉદય છે તેને અસ્ત છે. અને જેનું નામ છે તેને નાશ અવશ્ય થવાને છે. મોટા ચક્રવતિઓ પણ ચાલ્યા ગયા