________________
૫૮૮
શારદા સાગર છે? ત્યારે કહ્યું કે હું ચંદ્રકાંત ઝવેરી ને ફલાણા રાજાને પ્રધાન છું. ત્યારે પ્રધાને પૂછયું કે તમે કોણ છે? ત્યારે શેઠાણીએ કહ્યું કે હું સુશીલા છું. બંને એક જગ્યાએ છે પણ મુખ જોઈ શકાતું નથી. એ કૂવામાં એક મણિધર નાગ રહેતું હતું. તેને થયું કે આ બંને પતિ-પત્ની છે. કોઈ કારણે કૂવામાં તેમનું મિલન થયું છે. તે લાવ હું પ્રકાશ કરું. તેણે દરમાંથી પિતાની ફેણ બહાર કાઢી એટલે એકબીજાનું મુખ જોયું ને તરત ઓળખી ગયા. કૂવામાં બંનેનું મિલન થતાં અલૌકિક આનંદ થયે.
શેઠાણી શેઠને પૂછે છે તમે કેવી રીતે કૂવામાં આવ્યા. ત્યારે શેઠે સઘળી વાત કહી. મુનિને ધક્કો માર્યો વિગેરે કહ્યું. તેના ઉપર બિલકુલ દ્વેષ કર્યો નહિ. જે થયું તે સારું થયું. જે તેણે મને કૂવામાં નાંખે ન હોત તે હું તને શોધીને મરી જાત તે તે પણ કયાંથી મળત! મુનિએ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો. મુનિમ શેઠને ધકકો મારી રત્નની થેલી હાથમાં લઈને સહેજ આગળ ચાલે ત્યાં તેને ત્રણ દિવસની ભૂખી વાઘણ સામી મળી. મુનિમ ઉપર તરાપ મારી. ને તેને ખાઈ ગઈ. જેની જેવી ભાવના હોય તેવું ફળ મળે છે. પિટમાં પાપ હોય તે પ્રકાશ્યા વિના રહેતું નથી. ને જેમના પુણ્યનો ઉદય હોય છે તેને દુશ્મન પણ કાંઈ કરી શકતું નથી. દુશ્મન તીર ફેંકે તે પુણ્યવાન ઉપર પુલ થઈને પડે છે. મુનિએ રત્નની લાલસાથી શેઠને કૂવામાં ધક્કો માર્યો. કૂવામાં પડયા તે તેમને કંઈ ઈજા થઈ નહિ ને ઉપરથી જેની શોધ કરવા માટે નીકળ્યા હતા તે કૂવામાં મળી ગયા ને મુનિમની કેવી હાલત થઈ!
શેઠ-શેઠાણુએ પોતાની કહાની એક બીજાને કહી સંભળાવી. એકબીજાના મિલનથી ખૂબ આનંદ થયે. એમને મન ફ મહેલ જેવો બની ગયો. હવે જે કોઈ બહાર કાઢનાર મળે તે નીકળીશુ. જે કઈ પણ કાઢનાર ન મળે ત્યાં સુધી નવકારમંત્રનું સ્મરણ કરવું. એમ નકકી કરીને બંને જણે નવકાર મંત્રનું એકચિત્તે સ્મરણ કરવા લાગ્યા.
બંધુઓ નવકારમંત્રને મહિમા અજબ છે. જે એક ચિત્તે નવકાર મંત્રનું સ્મરણ કરે તેનું દુઃખ દૂર થાય, થાય ને થાય. શ્રદ્ધા હોવી જોઈએ. નવકાર મંત્રના પ્રભાવથી શૂળીનું સિંહાસન બની જાય. સર્પ પુષ્પની માળા બની જાય ને વિષ અમૃત બની જાય છે. શેઠ-શેઠાણી કૂવામાં નવકાર મંત્ર ગણે છે. તે સમયે કે ખેડૂત કૂવામાં પાણી લેવા આવે છે. તેણે પાણી કાઢવા ડેલ કૂવામાં નાંખી. શેઠાણીએ તેનું દેરડું પકડયું. ખેડૂત પૂછે છે તમે કેણું છે? ત્યારે કહે છે અમે અમારા કર્મોદયે કૂવામાં પડ્યા છીએ. તમે જે કાઢે તે તમારા માટે ઉપકાર. ખેડૂત કહે છે બહેન! આ દેરડાથી તે તમે બહાર નહિ નીકળી શકે, હું બીજા દેરડા લઈ આવું. ખેડૂત ખેતરમાં જઈને બીજા બે ત્રણ મજબૂત દેરડા લઈ આવ્યા ને ચાર મજબૂત વાંસની લાકડી લાવ્યું. તેની ચારે બાજુ દરડા બાંધી ખાટલી જેવું બનાવી તેમાં બંનેને બેસાડી ત્રણ-ચાર જણાએ ભેગા થઈને