________________
શારદા સાગર
૫૮૬
નાયક માહ પામી ગયે. એના મનમાં થયું કે ધન ઘણું લૂટયું. હવે તે આવી સ્વરૂપવાન સ્રો મળે તે મારા જન્મારો સફળ થાય. મારે આના ઘરમાંથી ધન નથી જોઇતું. આ સ્ત્રી લઈ જવી છે. તેણે પેાતાના સાથીદારને કહ્યું કે આ સ્ત્રી ઉપાડી જવામાં તમે મને મદ કરો તે આજની ચારીમાં જે ધન મળશે તેમાંથી તમને વધારે હિસ્સા આપીશ.
ચારેએ ચંદ્રકાંતની પત્નીને ઉપાડીને ચેરેની પલ્લીમાં લાવી એક ઝૂંપડામાં રાખી સુશીલા વિચાર કરવા લાગી કે અહે ! મારા કેવા કર્માના ઉય છે કે મારા ઘરમાં • આટલા બધા રત્ના અને ધન હતું તે કંઇ ન લેતાં આ ચારને મને લેવાનું મન થયું? એ મને ઉપાડી લાવ્યેા છે. પણ મારે મારા પ્રાણના ભાગે પણ શીયળનું રક્ષણ કરવું છે. ચંદ્રકાંત ઝવેરી ત્રણ દિવસ પછી પાછો આવવાના હતા. સુશીલાએ શીયળનુ રક્ષણ કરવા શીયળના રક્ષક દેવાને પ્રાર્થના કરીને અમના પચ્ચખાણુ લઈ લીધા. એક જમાના એ હતા કે માણસ અઠ્ઠમ તપ કરે ને દેવનું સ્મરણ કરે તે તેની પાસે દેવ હાજર થતા હતા. આજે તે અેમને બદલે અઠ્ઠાઈ, સેાળકે માસખમણ કરે તે પણ દેવ આવતા નથી. તેનું કારણ શું? આજે તપ નિખાલસ ભાવથી થતા નથી. ઊંડે ઊંડે માન-પ્રશ ંશાની ભૂખ હાય છે. ઊંડે ઊંડે આકાંક્ષાએ ભરેલી હેાય છે. પછી ધ્રુવ કયાંથી આવે ?
સુશીલાએ અઠ્ઠમ તપ કર્યા. કઇ ખાતી-પીતી નથી ત્યારે પેલા ચારને નાયક પૂછે છે તું કેમ કંઇ ખાતી પીતી નથી? ત્યારે તેણે કહ્યું કે મારે ૧૧ દિવસ સુધી કંઇ ખાવું કે પીવું નહિ તેવો નિયમ છે. માટે તમારે મને ૧૧ દિવસ સુધી અડવું નહિ. જો મને અડકશે તે બળીને ભસ્મ થઇ જશે.. તમે મને લાગ્યા છે તેા હવે હું કયાં જવાની છું? માટે અગિયાર દિવસ સુધી મારા સાસુ પણ જોશે! નહિ. ચારે પણ વિચાર કર્યો કે તે હવે કયાં જવાની છે? ચાર તેનુ ધ્યાન ખૂમ રાખતા હતા.
રાજાને ખુખર પડી કે પ્રધાનની પત્નીને ધાડપાડુઓ ઉપાડી ગયા છે. એટલે રાજાએ ખૂબ તપાસ કરાવી પણ કયાંય પત્ત પડયેા નહિ. ત્રણ દિવસ પૂરા થતાં ચાથા દિવસે પ્રધાને ગામમાં પ્રવેશ કર્યા ત્યારે લેાકેાએ રસ્તામાં સમાચાર આપ્યા કે તમારી પત્નીને ચાર ઉપાડી ગયા. રાજાને મળીને તરત પ્રધાને કહ્યું કે હું મારી પત્નીને શેાધવા જાઉં છું. તે મળશે તેા પાછા આવીશ. રાજાએ સાથે બીજા ઘણા માણસે લઇ જવા માટે કહ્યું. પણ પ્રધાને કહ્યું કે મારે કેઈની જરૂર નથી. મારા વિશ્વાસુ મુનિમ છે. તેને લઇને જઇશ. પ્રધાન કહે કે મારુ ં સર્વોત્સ્વ ચાલ્યું જાયતા ભલે પણ 'મારી પત્નીના પત્તા મેળવવા છે. જેમ પતિ આપત્તિમાં આવી પડે છે ત્યારે સજ્જન સ્ત્રી પોતાના પ્રાણના ભાગે પણ પતિનુ રક્ષણ કરે છે તે મારે પણ મારી પત્નીનું રક્ષણ કરવું જોઇએ.
પ્રધાનની પાસે કિંમતી રત્ના હતા તેમાંથી ક્રેડ રૂપિયાના રત્ના એક થેલીમાં ભર્યા ને એક થેલીમાં ભાતુ લીધુ. પ્રધાન અને મુનિમ ઘેાડા ઉપર બેઠા. તેમાં રત્નાની