________________
શારદા સાગર
૫૮૫
શણગાર સજવાનું બધું છોડી દીધું હતું. કહેવાને આશય એ છે કે એને મારા પ્રત્યે એટલો બધે અનુરાગ હતો કે શણગારાદિના ત્યાગની સાથે તેણે શરીરને પુષ્ટ કરનારા સાત્વિક આહારને પણ ત્યાગ કર્યો હતે. કારણ કે મારી વેદના એવી કારમી હતી કે તેને કઈ પદાર્થ પ્રત્યે રૂચી રહી ન હતી. પોતે ખાધું છે કે નથી ખાધું તેની પણ તેને ખબર પડતી ન હતી. આ બધું એ મારી પત્નિ મને દેખાડવા માટે નહતી કરતી પણ અંતરથી કરતી હતી. મારી પ્રત્યક્ષ પણ વસ્તુઓને ઉપયોગ કરતી ન હતી ને પક્ષમાં પણ કરતી ન હતી. આવી પતિવ્રતા સ્ત્રી હતી. -
કઈ પણ પતિવ્રતા સ્ત્રી પોતાના પ્રાણના ભોગે પણ શીયળનું રક્ષણ કરે છે. પતિ બહારગામ ગયે હોય તે પણ ઘરમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરતી હોય કે મારા સ્વામીને કુશળ રાખજે. તેને કોઈ જાતની તક્લીફ પડે નહિ.
એક ઝવેરી ખૂબ ચતુર ને ધનવાન હતા. તેની ચતુરાઈને કારણે રાજાએ તેને પિતાની માનનીય પ્રધાન બનાવ્યા હતા. જે ઝવેરાતને જાણકાર પ્રખ્યાત મટે વહેપારી હોય અને રાજાને પ્રધાન હોય તેને ધનની શું ખામી હોય? ઝવેરીનું નામ ચંદ્રકાંત ઝવેરી હતું ને તેની પત્નિનું નામ સુશીલા હતું. જેવું સુશીલા નામ હતું તેવા તેનામાં ગુણ હતા. તેનું ચારિત્ર ખૂબ ઉંચું હતું ને પતિવ્રતા સ્ત્રી હતી. પરાયા પુરૂષની સામે કદી દષ્ટિ પણ કરતી ન હતી. ચંદ્રકાંત ઝવેરીના જમ્બર પુણ્યને ઉદય હતો એટલે પ્રધાન પદવી પણ ખૂબ સારી રીતે સંભાળતા હતા. એની રાજા અને પ્રજામાં ખૂબ પ્રશંસા થવા લાગી. એ ન હોય તે રાજાને ગમે નહિ. આ જોઈને ગામના ઈષ્કાર માણસોને ખૂબ ઈર્ષ્યા આવી.
બંધુઓ! ઈષ્ય કેવી બૂરી ચીજ છે? પાપીને ધનવાન થયેલ જોઈને ઈર્ષા ઓછી કરે પણ પિતાની જાતિને સ્વધર્મી બંધુ સુખી હોય તે માનવથી સહન નથી થતું. પણ વિચાર કરે સારો માણસ ધનવાન હશે તો તેના ધનથી અનેક દુઃખી અને ગરીબનું પિષણ કરશે. ને પાપી શું કરશે? સૌને સૌના પુણ્યથી પૈસો મળે છે. તે બીજા માણસે ઈર્ષ્યા કરીને શા માટે ચીકણા કર્મો બાંધવા જોઈએ? અહીં ચંદ્રકાંત ખૂબ આગળ આવી ગયે, તે બીજા લોકોને ગમ્યું નહિ. એટલે રાજાની પાસે જઈને કહ્યું કે, ચંદ્રકાન્ત પ્રધાન ઝવેરીને તમારી પાસે બેસાડી રાખો છો તો કેઈક વાર તે એને રાજ્યની જરૂરિયાત ચીજો લેવા માટે બહારગામ મેકલે. રાજાએ કહ્યું કે બીજા ઘણાં માણસે જનાર છે. ચંદ્રકાંત પ્રધાન વિના રાજ્યમાં અંધારું થઈ જશે માટે એને મેકલ નથી. પણ બીજા લકોને ખૂબ આગ્રહ થવાથી ચંદ્રકાંત પ્રધાનને રાજાને મોકલવાની ફરજ પડી. બનવા જોગ એ ગળે ને બીજે દિવસે રાત્રે ગામમાં ધાડ પડી. કંઈક લેકે લૂંટાઈ ગયા. ચંદ્રકાંત ઝવેરીના ઘરમાં ધાડપાડુઓ દાખલ થયા. ખખડાટ અને બૂમાબૂમ થવાથી ચંદ્રકાંતની પત્ની સુશીલા બહાર આવી. સુશીલા ખૂબ સંદર્યવાન હતી. આ સ્ત્રીનું રૂપ જોઈને ધાડપાડુઓને