________________
શારદા સાગર
- ૫૮૩
પણ તદન અનાસકત ભાવ હતો. આજે તે પરણ્યા એટલે જાણે મહારાજાના ગુલામ બની ગયા. જ્યારે સંસારના સમસ્ત સુખ મળવા છતાં પણ તેમાં અનાસક્ત ભાવે રહેતે એ આત્મા ભવિષ્યમાં મહાન બન્યા વિના રહે? ન રહે. તમે પણ આવા અનાસકત ભાવે રહેતા શીખે. તમે સાંભળ્યું ને કે ભાવિમાં તીર્થકર બનનારા આત્માનો ગ્રહવાસ પણ કે વૈરાગ્યથી ભરપૂર હો !
હવે બીજી એવી એક વાત છે, કે જે આત્મા ભાવિમાં તીર્થકર નથી બનવાને પણ સર્વજ્ઞ બનવાનો છે તેમને સંસાર પણે કેવા ભવ્ય વિરાગથી ઊજળું હોય છે. તેઓ ગ્રહવાસમાં વિરાગી મટીને વીતરાગી બની જાય છે. તે કેશુ? તમે જાણે છે? ઘણી વખત સાંભળ્યું છતાં કંઈ યાદ રાખ્યું છે? તમને તે પૈસો અને પેઢી યાદ રહે પણ આ યાદ નથી રહેતું. (હસાહસ)
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવતી કે જેમને ત્યાં છ છ ખંડની સાહાબી હતી. ચેસઠ હજાર રાણુઓના સ્વામી હતા. બત્રીસહજાર મુગટબંધી રાજાઓ જેમના ચરણમાં આળોટતા હતા. ને દેવે પણ તેમની સેવામાં રહેતા હતા. છતાં ભરત ચક્રવતી આ બધાથી વિરકત હતા. છતાં કઈ વખત તેના રાગમાં રંગાઈ ન જવાય તે માટે તેમની કેટલી સાવધાની હતી. પિતે રાજસિંહાસને બેસે ત્યારે પિતાને સજાગ રાખવા પગારદાર માણસો રોક્યા હતા. તે માણસ પાસે ઉદ્દષણ કરાવતા હતા કે હે મહારાજા ભરત ચક્રવતીઆપ રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ મહાન શત્રુઓથી જીતાઈ રહ્યા છો. આપના માથે મોતને મહા ભય ઝઝૂમી રહ્યા છે. આપ ચેતી જાવ- - ચેતી જાવ. આ સાંભળતા ભરત ચકવતી સજાગ બની જતા. અને સત્તાના સિંહાસને બેસવા છતાં પણ તેમનું અંતર વિરાગી ભાવમાં રમતું. '
બંધુઓ! તમે પણ સજાગ બનવા માટે આવા માણસે રાખ્યા છે ખરા? કે હું જ્યારે મારી ઓફિસમાં બેસું, સહુ મને સાહેબ -- સાહેબ કરતા હોય ત્યારે મને જાગૃત કરે કે આ સત્તા અને સંપત્તિ વિનશ્વર છે. તેમાં મેહિત ના બને. જિંદગી ઓછી છે ને ઉપાધિ ઝાઝી છે. તેમાં તમારું કામ કાઢી લે. તમને દિવસમાં વધુ નહિ પણ ત્રણ વખત પણ આવું કહીને જાગૃત કરનાર એકાદ માણસ તમે રાખે છે? “ના.” તમે એ માણસ રાખ્યો હશે કે બજારમાં તેજી-મંદી આવે તેવું વાતાવરણ લાગે ત્યારે મને તરત ચેતાવી દે. પિસા આપીને પણ આ માટે માણસ ક્યા છે ને ? બોલે, મારી વાત બરાબર છે ને? (હસાહસ). વાણીયાના દીકરા મહાચતુર હેય. સીધી રીતે જવાબ ન આપે. હસીને પતાવી દે.
ભરત ચક્રવર્તીએ છ છ ખંડનું સામ્રાજ્ય મેળવવા માટે કેટલા ભયંકર યુદ્ધ ખેલ્યા હતા. છતાં તેમાં તેમને આનંદ ન હતા. ચક્રવર્તીની પદવી પ્રાપ્ત થઈ એટલે