________________
શારદા સાગર
૫૮૧ શ્રદ્ધા અડગ છે. તેના માથે આટલા દુઃખ પડયા પણ કેઈને દોષ દેતી નથી. આવી નિર્દોષ ને પવિત્ર મારી અંજના સતીને હમણાં સિંહ ફાડી ખાશે. જે આ સતીનું રક્ષણ નહિ કરે તે તમારી લાજ જશે. માટે દેડેડે. એમ જોરજોરથી વસંતમાલા બૂમ મારી રહી છે ને પ્રભુને પ્રાર્થના કરે છે ને કહે છે, કે જે તમે સતીનું રક્ષણ નહિ કરે તે બબ્બે વેની ઘાત થઈ જશે. આ રીતે વસંતમાલા પિકાર કરી રહી છે. ત્યાં શું બન્યું? “સતીના શીયળના પ્રભાવે દેવ પ્રસન્ન થયા -
તેણે વને વ્યંતર યક્ષ રહે, બાર જન તણે રખવાળ તે, યક્ષણે યક્ષને એમ કહે, આપણે શરણે આવી છે બે બાલ તે.
બાર એજનનું લાંબુ ને પહોળું તે વન હતું. એક વ્યંતર દેવ તે વનને રખેવાળ હતું. તે દેવની દેવી કહે છે સ્વામીનાથ! આપણા વનમાં આ એક સતીને માથે સંકટ આવ્યું છે. આપણું વનમાં આપણી દેખરેખ નીચે જે સતીની હિંસા થાય તે આપણે સાચા રક્ષક નહિ પણ ભક્ષક છીએ. તમે જલદી ઉઠો ને સતીને વહારે જાઓ. આપણા શરણે આવે તેનું રક્ષણ કરવું જોઈએ. આ પ્રમાણે દેવી દેવને કહી રહી છે. હવે અંજનાનું રક્ષણ દેવ કેવી રીતે કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
(તા. ૫-૧૦-૭૫ ને રવિવારે કાંદાવાડી મહાન વૈરાગી પૂ. કાંતીષિજી મહારાજસાહેબના માસખમણના મહાન તપના પ્રસંગે બહુમાન હવાથી પૂ. મહાસતીજી ત્યાં પધારેલ હોવાથી વ્યાખ્યાન બંધ રહેલ.)
વ્યાખ્યાન નં. ૬૮ આસો સુદ ૨ ને સેમવાર
તા. ૬-૧૦-૭૫ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
આ જીવને આ અનંત સંસારમાંથી તારનાર હોય તે વીતરાગ પ્રભુની વાણી છે. આ જિનવાણીનું આલંબન લઈને અનંતાનંત આત્માઓ જિન બની ગયા ને આત્મસાધના સાધી ગયા. તેનું કારણ શું ? તેમણે રાગ-દ્વેષ અને મેહને પિતાના શત્રુઓ માન્યા. અને એ શત્રુઓને નાશ કરવા માટે પ્રબળ પુરૂષાર્થ કર્યો. એમણે રાજ્યના વૈભ, વિલાસો, સત્તા, સંપત્તિ, મહેલાતે અને કુટુંબ પરિવાર બધાને ત્યાગ કર્યો. અરે, વહાલામાં વહાલા શરીરનું મમત્વ છેડી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા અને સંયમ લઈ તપની સાધના કરી અત્યંતર અને બાહ્ય શત્રુઓને સામને કરી છેવટે તેઓ રાગ-દ્વેષ અને મોહના વિજેતા બન્યા.