________________
૫૮૦
શારદા સાગર
તું ચઢી જા. ત્યારે વસંતમાલા કહે છે મારી સખી નીચે બેસે ને હું વૃક્ષ ઉપર ચઢે. મારે કોના માટે જીવવું છે? અંજના કહે છે બહેન! આપણે બંને મરી જઈશું તે પવનને સાચા સમાચાર કોણ આપશે? માટે તું વૃક્ષ ઉપર ચઢી જા. વસંતમાલા કહે છે મારે તે વૃક્ષ ઉપર ચઢવું નથી ને પવનને સાચા સમાચાર આપવા પણું નથી. સિંહ આવશે તે પહેલા હું સામી જઈશ. પહેલાં હું મરીશ. મારા દેખતા સિંહ તને ફાડી ખાય તે હું કેમ જોઈ શકું? અંજના કહે છે સહુ સારા વાના થશે. તું ચિંતા ન કર. મારી ખાતર પણ તું વૃક્ષ ઉપર ચઢી જા. અંજનાએ ખૂબ કહ્યું એટલે તે ઝાડ ઉપર ચઢી ગઈ. સર્વપ્રથમ અંજનાએ સર્વ છાને ખમાવી સાગારી સંથારે કર્યો ને પછી પદ્માસન લગાવીને જાણે કેઈ અવધૂત યેગી ન બેઠે હોય! તે રીતે ચિત્તને એકાગ્ર કરીને મહામંત્ર નવકારમંત્રનું સ્મરણ કરવા લાગી. \
બંધુઓ ! નવકારમંત્રમાં કેટલી તાકાત છે ! નવકારમંત્રનું સ્મરણ કરવાથી ભયંકરમાં ભયંકર વિન્નો દૂર થઈ જાય છે. પણ તમને એટલી શ્રદ્ધા નથી. આજે તે શનિવારે હનુમાનજીને તેલ ચઢાવવા જાય. મંગળવારે મેલડી માતાની માન્યતા અને બુધવારે બૂટમાતાને પગે લાગવા જાય. હનુમાનજી કહે છે મારા ઉપર તેલના ડબ્બાને ડઓ ખાલી કરી નાંખે તે પણ તમારામાં મારા જેવી તાકાત નહિ આવે. પણ મેં જેમ બ્રહ્મચર્યનું પાલન કર્યું તેમ તમે કરે તે બળ આવશે. નવકારમંત્ર જે દુનિયામાં કઈ મંત્ર નથી. તમને કંઈ ન આવડે તે નવકારમંત્રનું સ્મરણ કરશે. તે પણ બેડે પાર થઈ જશે.
શ્રદ્ધા ને ભકિતને હૈયે જલતો રાખ દીવડે, મોહ, માન, માયા ત્યાગીને રંગે રંગે છવડે સંકટ સમયે સહાયક થઈને ઉતારે ભવપાર રે,
હૃદયે રાખી રટણ કરે તે સફળ બને અવતાર રે આવે નવકાર મંત્રને અપૂર્વ મહિમા છે. અંજના સતી આવા મહામંત્રનું એક ચિત્તે યોગીની માફક સ્મરણ કરવા લાગી. હાલતી કે ચાલતી નથી. વિકરાળ સિંહ એકદમ નજીક આવી ગયે. જાણે એમ લાગે કે હમણાં સતી ઉપર તરાપ મારશે. પણ અંજનાને બહાર શું થઈ રહ્યું છે તેની કંઇ ખબર નથી. પણ વસંતમાલા તે વૃક્ષ ઉપર બેઠી બેઠી બધું જુએ છે. તેનું કાળજું કંપી ગયું. અને વૃક્ષ ઉપર બેઠી બેઠી બેસે છે. અહો છે શીયળના રક્ષક દેવે ! તમે ક્યાં સંતાઈ ગયા છે? જેની રગે રગે શીયળની રમણતા છે. તેવી નિર્દોષ સતી સંકટમાં આવી પડી છે. એક્સી નિરાધાર છે. આ વનમાં કઈ સજજન છે કે નહિ? આ વનના રક્ષક દેવ પણ હશે ને? ધાએધાઓ. જલ્દી સતીની વહારે આવે. હે જેન ધર્મના રક્ષક દે? આ સતી હમેશાં જૈન ધર્મનું પાલન કરે છે. તેની