________________
૫૮૪
. શારદી સાગર
યુદ્ધ કરવાની કમેં ફરજ પાડી તેથી સંગ્રામ ખેલ્યા. સાંજ પડતાં જ્યારે યુદ્ધ વિશ્રામ થાય ત્યારે પિતાના શયનરૂમમાં જઈને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસ્કે રડી પડતા ને અંતરમાંથી અવાજ થતું કે અહે! જેના પિતાજી આદિ તીર્થકર હોય, જે અનેક જીવને અહિંસાને ઉપદેશ આપતા હોય તેને પુત્ર આવા હિંસક યુદ્ધમાં ઉતરે? લેહીની નદીઓ વહાવે? ને શત્રુઓના માથા ધડથી જુદા કરે? આ રીતે ભરત ચક્રવર્તીના અંતરમાં ભારે પશ્ચાતાપ થતું હતું કે મારા પિતા અગી છે ને હું ભેગને કીડે? આ રીતે પિતા-પુત્રને સબંધ યાદ કરીને ભરત ચક્રવર્તીના અંતરમાં આહલેક જાગતે, કે હું એ મારા પવિત્ર પિતા જે ક્યારે બનીશ? મારા ભાઈઓ એમના સાચા પુત્ર બની ગયા છે. ફકત હું રહી ગયું છું. એ પંથને પથિક ક્યારે બનીશ?
ભરત ચક્રવર્તીનું તન હતું સંસારમાં પણ મન આળોટતું હતું ઋષભદેવ પ્રભુના ચરણોમાં ને આત્મચિંતનમાં. આ રીતે ઘેર પશ્ચાતાપને પાવક પ્રગટાવી ભરત ચકવર્તી સંસાર અવસ્થામાં હોવા છતાં કર્મોના કાને જલાવીને તેની રાખ કરતા હતા. તેના પ્રભાવે અરિસાભુવનમાં એક અંગુઠી સરી જતાં તેના ઉપર ચિંતન થયું કે આ અંગુઠીથી હું શોભતું હતું કે અંગુઠીને હું ભાવું છું? જડ અને ચૈતન્યનું વિભાજન કરવા લાગ્યા. અંગુઠી તે જડ છે ને હું ચેતન છું. ચેતનથી જડ શેભે છે પણ જડથી ચેતન શેભતું નથી. આ રીતે વિચાર થતાં દેહ ઉપર રહેલા આભૂષણો ઉતારવા લાગ્યા. આ
આભૂષણે ઉતારતાં ઉતારતાં ભરત મહારાજા ધર્મધ્યાન અને શુકલધ્યાને ચઢયા ને છેવટે * કેવળજ્ઞાન પામી ગયા.
તમારે ભરત ચક્રવર્તીની જેમ કેવળજ્ઞાન લેવું છે. કેમ ખરું ને? પણ તેમની પવિત્ર વિચારધારા કયાં ને કયાં તમારી વિકાર ભાવના! તેને કદી વિચાર કર્યો? સંસારમાં રહીને વીતરાગી બનવું હોય તે વિરાગ લા. ભગવાન જિનેશ્વરદેવના તત્વજ્ઞાનને પામેલા ભેગી છે પણ ભેગથી અલિપ્ત રહે. બાકી તમારી માફક ભેગમાં આસકત રહીને કેવળજ્ઞાન પામવું એ તે પાણું લેવીને માખણ કાઢવા જેવી વાત છે. માટે ભેગને ત્યાગ કરે ને ત્યાગને રાગ કરે.
જેના ભાલમાં ત્યાગનું તિલક ઝળકે છે તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે, હે રાજન! મારી પત્નિ સંસારના સુખની સગી ન હતી પણ મારા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવતી હતી.
“અનં ર ઠ્ઠા ૪, જંઘ મ વિવi | મા નામનાથં વા, સા વીરા નૈવ મું ”
ઊ. સૂ. અ. ૨૦ ગાથા ૨૯ હે મહારાજા! એ મારી નવયૌવના પત્નિએ મને રોગથી પીડાતે જોઈને ભોજન કરવું, પાણી પીવું, કેશર ચંદનાદિ સુગંધીત દ્રવ્યોનું શરીર વિલેપન કરવાનું અને