________________
શારદા સાગર
૫૮૯
બહાર કાઢયા. શેઠ-શેઠાણ બનેએ કાઢનારને મહાન ઉપકાર માન્ય ને કહ્યું તમે અમારે ત્યાં જરૂર આવજે. એમ કહી આભાર માની પિતાનું સરનામું આપીને રવાના થયા. સહેજ આગળ ચાલ્યા ત્યાં મુનિમનું કલેવર પડયું હતું કે તેની પાસે ઝવેરાતની થેલી પડેલી છે. શેઠ કહે છે બિચારાએ મને કૂવામાં ફેંકીને પાપ બાંધ્યું પણ ભગવ્યા વિના ચાલ્યો ગયો. તેના મનના મને રથ પૂરા થયા નહિ
બંધુઓ! તમે પણ સમજી લેજે કે પાપ કરીને પિસા મેળવે છે પણ યાદ રાખજે કે પાપ ભેગું લઈ જશે પણ પૈસા સાથે નહિ આવે. માટે કર્મ બાંધતી વખતે ખૂબ વિચાર કરજે. ચંદ્રકાંત અને સુશીલા બંને ઘેર આવ્યા. પેલી ઝવેરાતની થેલી મુનિમને ઘેર આપી આવ્યા. પણ પિતે ન રાખી. તમે આ જગ્યાએ છે તે શું કરે? થેલી ઘરમાં રાખે કે આપી આવો? તમે તો કેશ કરે કે આણે મને કૂવામાં ધકકે માર્યો હતો. કેમ બરાબર છે ને! (હસાહસ), આ શેઠે તે આવું કંઈ ન કર્યું પણ એમ વિચાર કર્યો કે મને કૂવામાં નાંખીને એણે પાપકર્મ બાંધ્યું. પાપને ભાગીદાર થયે. તે એ ઝવેરાત એના ઘરનાને મળવું જોઈએ ને! માટે આપી દીધું. એ બંને આત્માઓને પણ આ બનાવ બનવાથી સંસારની અસારતા સમજાઈ. એટલે પિતાનું ધન સન્માર્ગે વાપરીને સંયમ માર્ગ અપનાવ્યું.
અનાથી નિગ્રંથ મહારાજા શ્રેણીકને કહે છે મારી પત્ની પણ મારા માટે રાત-દિવસ ખૂબ ચિંતા કરતી હતી. તેના મગજ પર ચિંતાને પાર ન હતો. તે મને જાણતાં કે અજાણતાં નાન, વિલેપન તેમજ સ્વાદિષ્ટ ભોજન આદિ કાંઈ કરતી નહિ. હજુ પણ તે સ્ત્રી કેવી હતી તેના ભાવ અવસરે.
ચરિત્ર – અંજના અને વસંતમાલા જંગલમાં ખૂબ ભયમાં આવી ગયા છે. તેની સામે સિંહ છલાંગ મારીને આવ્યો. વસંતમાલાને વૃક્ષ ઉપર બેઠા બેઠા કંઈક થઈ જવા લાગ્યું ને બોલવા લાગી. હે શીયળના રક્ષક દે! તમે આ નિદોષ સતીની વહારે આવે, દેડો દેડે કે તે બચાવે. આ પ્રમાણે પિકાર કરવા લાગી. ત્યારે વ્યંતરી દેવીના કહેવાથી વ્યંતર દેવ સતીની વહારે આવ્યો. તેણે બળવાન સિંહનું રૂપ લઈને આવેલા સિંહને ફાડી નાંખે. આ સમયે અંજના નવકારમંત્રના ધ્યાનમાં લીન બનેલી હતી. શું બન્યું તેની તેને કંઈ ખબર નથી. છેવટે દેવ પ્રગટ થયે.
દેવતા સહાય શિયલે હુએ, આનંદે શીયલ તણું ગુણ ગાય તે, નારી સર્વ માહે નિમેલી બે કરજેડી દેવ લોચે છે પાય તે, શિયલ હે શિવ સુખ સંપજે, શિયલથી મળશે તારે કંત તે, શિયલ હે મામાજી આવશે, તિહાં લગે નારી રહો નિશ્ચિત તો સતી રે,
બંધુઓ ! શીયળવ્રતનું પાલન કરનારને દેવે પણ સહાય કરે છે. જે દેવને પ્રસન્ન