________________
૫૯૦
શારદા સાગર કરવા માટે લોકોને ધ્યાન ધરવું પડે છે. મશાનમાં જઈને કઠેર સાધના કરવી પડે છે. તે દેવો બ્રહ્મચારીને સહાય કરવા માટે સામેથી આવે છે. દેવ કહે છે હે સતી ! ધન્ય છે તારા શીયળવ્રતને! તારા શીયળવ્રતના પ્રભાવે તને સહાય કરવા આવ્યો છું. હવે તું નિશ્ચિત બનીને આ વનમાં રહે. તારો કઈ વાંકો વાળ કરી શકશે નહિ. તારા શીયળ વ્રતના પ્રભાવથી તારો પતિ પણ હવે થોડા સમયમાં આવશે હજુ યુધ્ધથી પાછા ફર્યા નથી. જેવા યુદધેથી આવશે કે તરત તારી શોધ કરવા આવશે. પણ તારે પતિ આવતા પહેલા તારા મામા આવશે ને તને લઈ જશે. વાણવ્યંતર દેવને અવધિજ્ઞાન હોય છે. તેમને રહેવાના અસંખ્યાતા નગર છે. તેમાં તેમના ભવને, દેવીઓ આદિ ખૂબ ઋદ્ધિ હોય છે. પણ તેમને સુંદર વૃક્ષ ઉપર બેસવું, સુંદર વનમાં ફરવું આ બધું બહુ ગમે છે. એમને વૈભવ ઘણો છે. પણ તેમને એક જગ્યાએ બેસી રહેવું ગમતું નથી. તેથી વનમાં આંટાફેરા માર્યા કરે છે.
અવધિજ્ઞાનના ઉપયોગથી દેવ કહે છે બહેન! તારા મામા ન આવે ત્યાં સુધી તું નિર્ભયપણે રહે. એમ કહી દેવે પિતાની શક્તિથી રહેવાની સગવડ કરી આપી અને અનેક પ્રકારના ફળ-ફૂલના ઝાડ બનાવ્યા તેથી બંને સખીઓ મધુર ફળ ખાય છે. સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ બરાબર નિયમિત કરે છે ને દેવ-દેવી તેનું રક્ષણ કરે છે. તેના ખુબ ગુણ ગાય છે. કેઈ યાચકજન આવે તે દાન પણ આપે છે. આ રીતે આનંદથી વનમાં અંજના અને વસંતમાલા બંને રહે છે. -
ચિત્ર માસ વદી અષ્ટમી, પુષ્ય નક્ષત્રને સોમવાર તે, પાછલે પહેરે છે રમણને, અંજના જાય છે હનુમંત કુમાર તે, જાણે કે સુરજ પ્રગટ, સ્વર્ગથી સુર કહે જયજયકાર તે,
રાક્ષસ રેલણ ઉપન્યો, રામને સેવક ધર્મને ધાર તે-સતી
દિવસે જતાં ચૈત્ર વદ આઠમના દિવસે પુષ્ય નક્ષત્રને વેગ વર્તે છે ને સેમવારને દિવસ છે. તે સમયે રાત્રિના પાછલા પ્રહરે હનુમાનકુમારને જન્મ થયે. આવા મહાન– પુરુષોને જન્મ લગભગ દિવસે થતો નથી. માતાની એબ ખુલ્લી ના થાય તે માટે લગભગ પાછલી રાત્રે જન્મ થાય છે.
પુત્ર એટલે બધે તેજસ્વી હતું કે જાણે અંધારામાં સૂર્ય પ્રગટે ને જેમ તેજ ફેલાઈ જાય તેમ તેના જન્મવાથી તેજ તેજ પ્રસરી ગયું, તેને જન્મ થતાની સાથે દેવલોકમાંથી દેવે “જય હે, વિજય હે મહાસતી અંજનાને અને તેના પુત્રને!” એમ જય જયકારની ઘોષણા કરતા બોલવા લાગ્યા કે આ પુત્ર રામચંદ્રજીને પરમ ભકત. બનશે. ને ધર્મમાં ધુરંધર બનશે. આ પ્રમાણે દેવે બોલવા લાગ્યા. આવા તેજસ્વી પુત્રને જેઈને વસંતમાલા અને અંજનાના આનંદને પાર નથી. પણ એ આનંદમાં અંજનાને કેવા કેવા ઓરતા થશે ને શું બનશે તેના ભાવ અવસરે.