________________
૫૮૨
શારદા સાગર
બંધુઓ ! જેના રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ મુખ્ય શત્રુઓ છતાઈ જાય છે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન એ સકલ જ્ઞાન છે. એટલે જેને આવું સકળ જ્ઞાન થાય છે તે સર્વજ્ઞ ભગવંત કહેવાય છે. આવા સર્વજ્ઞ અને સર્વદશી બનેલા ભગવતેએ જગતના જીવોને ઉપદેશ આપતા એક વાત સમજાવી કે, હે ભવ્યછો! જે તમારે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તે રાગાદિ આત્યંતર શત્રુઓ ઉપર વિજય મેળવે. તેને વિનાશ કરો. જયાં સુધી એ શત્રુઓની હયાતી છે ત્યાં સુધી આત્મા શાંતિ અને સુખપૂર્વક રહી શકવાને નથી. સાચા, સંપૂર્ણ અવિનાશી અને અબાધિત સુખની પ્રાપ્તિ માટે રાગાદિ શત્રુઓને અવશ્ય નાશ કરે પડશે. અત્યાર સુધીમાં જેટલા જિનેશ્વર ભગવત થઈ ગયા તેમનામાં કયાંય રાગ - હેવ કે મોહને અંશ જોવા મળતો નથી. એ તે જિન બની ગયા પણ તેઓ જ્યારે વિતરાગ પદ પામ્યા ન હતા ત્યારે પણ સંસારમાં અનાસકતા ભાવથી વિરાગી અવસ્થામાં રહેતા હતા.
આપણા ચરમ તીર્થકર ભગવાન મહાવીર પ્રભુનું જીવન જુએ. જ્યારે તેઓ સંસારમાં હતા ત્યારે તેઓ અત્યંત અનાસકત અને ઉદાસીન ભાવથી રહેતા હતા. તે યુવાન થયા ત્યારે માતા ત્રિશલાજી પુત્રના મુખ ઉપર તરવરત વૈરાગ્ય ભાવ જોઈને તેને લગ્ન કરવાનું કહેવા જતા પણ અચકાતા હતા જેના મુખ ઉપર વૈરાગ્ય ભાવના પુવારા ઊડતા હોય તેને લગ્ન કરો એમ કહેવું કેવી રીતે? એમનામાં ને તમારામાં કેટલો ફેર ? (હસાહસ) માતા ત્રિશલા પિતે પિતાના પુત્રને કહી ન શકયા પણ મિત્રોને કહેવા મોકલ્યા. વૈરાગી વર્ધમાન કુમારે મિત્રને કહી દીધું કે મારે તમારી વેવલી વાત સાંભળવી નથી. તમે ચાલ્યા જાઓ. વર્ધમાન કુમારે મિત્રોની વાત પૂરી સાંભળી પણ નહિ. જયારે મિત્રોથી ન માન્યા ત્યારે ત્રિશલા માતા જાતે કહેવા આવ્યા.
ત્રિશલા માતા કહે છે, એ મારા લાડકવાયા ! તું તે પાકે વિરાગી છે. તું વિરાગી હોવા છતાં માતૃભકત છે. અત્યાર સુધી તે અમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. તે હવે લગ્ન કરીને અમારી ઇચ્છા પૂરી કર. ત્યારે વિરાગી વર્ધમાનકુમાર અત્યંત ઉદાસ બની નીચું જોઈને બેસી ગયા. માતા પુત્રની દશા જોઈને ગમગીન બની ગયા. માતાની સ્થિતિ જોઈ વર્ધમાનકુમારે અવધિજ્ઞાન દ્વારા એ જઈ લીધું કે મારા ભેગાવલી કર્મો બાકી છે તેને ભેગવ્યા વિના છૂટકે નથી. છતાં માતાને લગ્ન કરવાની સંમતિ આપી નહિ. પણ એમ કહ્યું, કે હે માતા! સ્ત્રી તે ભવભ્રમણ કરાવનાર છે. તે મને એવા સંસારની ધૂંસરીએ શા માટે જોડે છે? એટલું કહી મૌન રહ્યા. પુત્રના એ મૌનમાં માતાજી એમ સમજયા કે પુત્રે સંમતિ આપી દીધી. તેથી જલ્દી ઘડિયા લગ્ન લેવાની તૈયારી કરી. ને વધમાનકુમારને પરણાવ્યા. પરણ્યા પછી પણ ભગવાન યશદાના મોહમાં હેતા પડ્યા. ભેગાવલી કર્મના ઉદયથી જોડાવું પડ્યું,