________________
૫૭૦
શારદા સાગર
નોકરડીની માફક કામ કરાવવા લાગી. પરણ્યાને ચાર-છ દિવસ થયાં ને સાસુ કહે છે વહુ ! તમારા સસરાએ કરાવેલા દાગીના ને કપડાં બધું મને સેંપી દે. તરત વહુએ સાસરાના અને પિયરના બંનેના દાગીના ને કપડાં આપી દીધા. ફકત બે જોડી કપડાં રાખ્યા છતાં સાસુજીના ગુણ ગાય છે. કે તમે કેવા ઉદાર છે. આપે મને આ જોખમ સાચવવાની ચિંતાથી મુકત કરી. મને ખૂબ આનંદ થયે. દરેક જગ્યાએ જે આવી વહુએ હોય તે આ સંસાર સ્વર્ગ જેવું બની જાય. કયાંય ઝઘડાનું નામ ન રહે. પણ જ્યાં પુણ્યને ઉદય હોય ત્યાં આવી પત્ની હોય છે. ઘણુ વખત જો સારી પત્ની ન હોય તે પુરૂષની પરિસ્થિતિ એવી બની જાય છે કે એ નથી તે, માતાને કહી શકત કે નથી પત્નીને કહી શકો. અને સૂડી વચ્ચે સોપારી જેવી તેમની પરિસ્થિતિ થાય છે.
* રમા ખૂબ સહનશીલતા વાળી અને પતિના વિચારમાં અનુરક્ત રહેવાવાળી હતી તેથી રમેશને ખૂબ આનંદ હતો. રમા ખૂબ દુઃખ સહન કરીને પણ આનંદથી રહે છે. છતાં સાસુ તેના પતિને કહે છે આ દીકરા વહુને હવે જુદા કરે. જો એ ભેગા રહેશે તે મારે જીવવું નથી. પત્નીના શબ્દો સાંભળી એને પતિની ઊંઘ ઉડી ગઈ. મારે રમેશ કે ગુણીયલ ને વિનયવંત છે ને વહુ પણ દેવી જેવી છે. છતાં આ પત્ની જુદા કરવાની વાત કરે છે. મારે તેને કેવી રીતે જુદે કરે? અને મેં એની માતાને વચન દીધું છે કે હું તેને કદી દુઃખ થાય તેવું નહિ કરું. મારા વચનનું શું? આ વિચારે તેની ઊંઘ ઊડી ગઈ. સવાર પડતાં આંખ લાલચોળ થઈ ગઈ હતી. રમેશ પૂછે છે પિતાજી! આજે આપ ઉદાસ કેમ છે? અને આંખ લાલચોળ કેમ થઈ ગઈ છે? પિતા કહે- કંઈ નથી. પણ રમેશે ખૂબ પૂછયું ત્યારે કહ્યું કે તારી માતા આમ કહે છે. પણ મારું મન માનતું નથી. રમેશે એ વિચાર કર્યો કે મારા પિતાજીને મારા માટે સહન કરવું પડે છે. તે હવે મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ.
પતિ-પત્નિએ પહેરેલા કપડે કંઈ પણ લીધા વગર સાસુ-સસરાને પ્રણામ કરી વિદાય લીધી. રમાએ એમ પણ ન કહ્યું કે મારા પિયરના કપડાં ને દાગીના તે મને આપે. કઈ ચીજ ન લીધી. તેઓ ઘણે દૂર એક ગામમાં જઈને વસવાટ કરે છે. રમેશના પુણ્યને ઉદય હતો એટલે જતાવેંત સારી નેકરી મળી ગઈ. રહેવા નાનકડી રૂમ લઈ લીધી. ધીમે ધીમે નોકરી કરતાં કરતાં વહેપાર શરૂ કર્યો. વહેપારમાં ઘણે સારે ના મળજો ને માટે શ્રીમંત બની ગયે..
આ તરફ પુણ્યવાન દીકરાના ગયા પછી પિતાજીના પાપને ઉદય થયો. એટલે ધંધામાં મોટી બેટ આવી. બંગલામાં આગ લાગી ને બધું સાફ થઈ ગયું. સાસુ-સસરા બંને બેહાલ દશામાં ફરે છે. તેઓ ફરતા ફરતા રમેશ રહે છે તે ગામમાં આવ્યા. ભિખારી જેવી હાલતમાં માતા-પિતા ચાલ્યા જાય છે. રમેશ ગાદી ઉપર બેઠા હતા. તેણે માતા-પિતાને