________________
૫૬૮
શારદા સાગર પંખેરું ઉડી ગયું. પતિને ખૂબ આઘાત લાગે. દુખિત દિલે પત્નીની અંતિમ ક્રિયા બધું કર્યું. માતા વિના ત્રણ વર્ષને બાલુડો પણ ઝરે છે. પિતા પણ બાબાને દેખે ને તેની મા યાદ આવે છે. પિતા બાબાને ખૂબ સાચવે છે. --
પત્નીને ગુજરી ગયા પછી છ-બાર મહિના થયા એટલે માતાપિતા અને કુટુંબીજને કહે છે બેટા! તારી ઉંમર નાની છે. તું ફરીને લગ્ન કર વિનયચંદ્ર કહે કે, મારે લગ્ન કરવી નથી. તેની ઉંમર ફકત ૨૮ વર્ષની હતી. તેને લગ્ન કરવા ન હતા. પણ માતા પિતાને ખૂબ આગ્રહ થવાથી લગ્ન કરવા પડ્યા. વિનયચંદ્ર પત્નીને કહે છે, તું ક્યારે પણ બાબાને દુઃખ આપીશ નહિ. ગમે તેટલું નુકસાન થાય પણ બાબાને ખૂબ સાચવજે. એને હેજ પણ એમ ન લાગવું જોઈએ કે મારી અપર માતા છે. એનું મન જરા પણ દુભાવીશ નહિ. બાબાનું મન દુભાવીશ તો સમજી લેજે કે હું તારે નથી. પત્ની કહે ભલે સ્વામીનાથ! આપની આજ્ઞા પ્રમાણે કરીશ. બાબાનું નામ રમેશ હતું. નવી માતા બાબાને ખૂબ સારી રીતે સાચવતી હતી. એને સહેજ પણ ઓછું આવવા દેતી ન હતી. બે વર્ષ પછી તેને પણ એક બાબે થયે. એટલે ધીમેધીમે વેરેવ થવા લાગ્યું. આ મારે ને આ પરાય. પત્નીના દિલમાં મારાતારાના તોફાન ઉભા થયા. પણ બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતું. બંને ભાઈઓ એકમેક થઈને રહેતા હતા. પણ માતા ખાવાપીવામાં, કપડામાં બધી રીતે વેરેવ કરવા લાગી. ધીમેધીમે એટલે બધે વેરેવ થયે કે રમેશને માંડ પેટ પૂરતું ખાવા મળતું. તે પણ જે નેકરને માટે રોટલી ને ભાત જુદા બનાવવામાં આવતા તેમાંથી આપતી હતી.
- રમેશની ગંભીરતા - છોકરો ખૂબ ગુણીયલ ને સહનશીલ હતા. કદી તેના બાપના મઢ કે બીજા કોઈની પાસે કંઈ કહેતું નથી. બાપ ઘણીવાર રમેશને પાસે બેસાડીને કહેતા કે બેટા ! તું કેમ સૂકાતો જાય છે? તારી, માતા તરફથી કંઈ દુખ નથી ને? ત્યારે રમેશ કહે છે મારી બા તે મને એવી રીતે રાખે છે કે મરનાર માને હું ભૂલી ગયે. મને ખબર પણ નથી પડતી કે આ મારી સગી મા નથી. આ તે આડોશી પાડોશીએ કહ્યું કે તારી માતા તને ત્રણ વર્ષને મૂકીને મરી ગઈ છે. બાકી મારી બા તે મને જમાડયા પહેલાં કદી જમતી નથી. એ મારા પ્રત્યે પ્રેમ રાખે છે. દીકરાના મુખેથી વાત સાંભળી બાપને ખૂબ સંતોષ થતો. પણ બાપને શું ખબર કે મા દીકરાને કેવા દુઃખ આપે છે?
આમ કરતાં રમેશ ૧૮ વર્ષને થયે. એટલે સારા કુટુંબની કન્યાઓના રમેશ માટે કહેણ આવવા લાગ્યા. એટલે પિતા કહે છે બેટા ! હવે તારા લગ્ન કરીએ. ત્યારે દીકરે કહે છે પિતાજી! તમારા દીકરાને સુખી જેવા ચાહે છે કે દુખી? ત્યારે કહે છે બેટા! તું આ શું બોલે છે? બાપ તે પિતાના દીકરાને સુખી જેવા ઈચ્છે ને? તો