________________
શારદા સાગર
૫૭૫
કુણું બનતું જાય છે. ને મુનિ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. મગધ દેશના અધિપતિનું મસ્તક આજ સુધી કોઈના ચરણમાં મૂકયું ન હતું તે મુનિના ચરણમાં મૂકી ગયું. એક પિતાના માતા-પિતા અને ધર્મગુરૂઓ સિવાય મહાન પુરૂષે જ્યાં ને ત્યાં શીશ ઝૂકાવતા નથી. શ્રેણીક તે રાજા હતા પણ આ ભારતની પવિત્ર ભૂમિમાં એવા વણિક પ્રધાને થઈ ગયા છે કે પિતાના માથે દુઃખની ઝડી વરસે તે પણ તેઓ જ્યાં ને ત્યાં માથું ઝૂકાવતા ન હતા. કારણ કે આઠ અંગમાં મસ્તક ઉત્તમ અંગ છે. એટલે એ જ્યાં ત્યાં નમાવાય નહિ.
ગરવી ગુજરાતના પાટણ શહેરમાં જયસિંહ નામને રાજા રાજ્ય કરતે હતો. તેને શાંતનુ મહેતા નામને વણિક વિચિક્ષણ પ્રધાન હતું. બંને વચ્ચે મનમેળ સારે હતે. મોટા ભાગને રાજ્યનો વહીવટ આ શાંતનુ મહેતા ચલાવતા હતા. રાજ્યની સમસ્ત સત્તા તેના હાથમાં હતી અને પોતે કાર્ય પણ ખૂબ પ્રમાણિકતાથી કરતા હતા. તેના વહીવટને કારણે રાજ્ય આબાદ રીતે ચાલતું હતું. પ્રધાનની કીર્તિ ખૂબ ફેલાઈ હતી. દુનિયામાં બીજાની કતિ કેઈથી સહન થતી નથી. ઘણાં ઈર્ષ્યાળુ માણસોને પ્રધાનની પ્રશંસા સહન થતી ન હતી. જ્યાં ગામ હોય ત્યાં કચરાપેટી હેય તેમ બીજા ઈર્ષાળુ અમલદારોએ રાજાને ચાવી ચઢાવીને કાન ભંભેર્યા. કહેવત છે ને કે મોટા માણસોને કાન હોય પણ સાન ન હોય. કોઈ ચઢાવે તે ચઢી જાય. પણ સાચી હકીકત સમજે નહિ. તે રીતે શાંતનું મહેતાના વિરોધીઓએ રાજાના એવા કાન ભંભેર્યું કે રાજાને શાંતનુ મહેતાને દેષ દેખાવા લાગે.
બંધુઓ! જ્યારે માણસની દષ્ટિ બદલાય છે ત્યારે સામાન રાઈ જેટલો દોષ પહાડ જેવો દેખાય છે કે જેના પ્રત્યે રાગ હોય છે તેને પહાડ જેટલો દેષ રાઈ જેટલે દેખાતે નથી. તે રીતે અહીં જયસિંહ રાજાની દષ્ટિ બદલાવાથી શાંતનુ પ્રધાનની રાઈ જેટલી ભૂલ પહાડ જેવી દેખાવા લાગી. ને તેના મનમાં ઈર્ષ્યા પણ આવી કે હું મેટે પાટણને રાજા અને પ્રજામાં પ્રશંસા એની થાય! મારે એ પ્રધાન ન જોઈએ. સમય થતાં શાંતનું મહેતા મહામંત્રી સભામાં આવ્યા રેજ પ્રધાન આવે ત્યારે રાજા એને આદર આપતા. પણ આજે તો મેં ફેરવીને બેસી ગયા. રાજાનું મુખ જોઈને ચતુર પ્રધાન સમજી ગયો કે આજે કંઈક છે. થેડી વારે રાજા કડકાઈથી બોલ્યાઃ પ્રધાનજી! તમે વહીવટ બરાબર કરતા નથી પ્રજાની સમક્ષ રાજાએ પ્રધાનનું ઘોર અપમાન કર્યું ને કહ્યું કે મને મંત્રી મુદ્રા પાછી આપી દે. પ્રધાને તરત આપી દીધી. રાજાની સામે એક શબ્દ બોલ્યા નહિ. મૌનપણે સભામાંથી બહાર નીકળી ગયા. સાચે માણસ કદી અપમાન સહન કરી શકતો નથી. પ્રધાન વિચાર કરવા લાગ્યું કે જ્યાં દિલની દીવાલ વચ્ચે તડ પડી ત્યાં રહેવામાં સાર નથી. વતનનું વહાલ અને પ્યારી માતૃભૂમિ છોડવી કેને ગમે? છતાં શાંતનુ મહેતા જન્મભૂમિ છોડવા તૈયાર થયા. ઘરના માણસને કહી દીધું કે રાજાએ વાંક વિના મારું અપમાન