________________
શારદા સાગર
કર્યું છે. માટે હવે હું જાઉં છું. રાજા માનસહિત બોલાવશે તે આવીશ. બાકી આ ભૂમિમાં હવે પગ નહિ મૂકું.
આ તરફ રાજા આદિ બીજા પ્રધાને સમજતા હતા કે અત્યારે પ્રધાન મૌન ભલે રહો પણ પછી જરૂર માફી માંગશે. ને રાજાની સાથે સમાધાન કરશે. અને રાજા તેને મંત્રી મુદ્રા પાછી આપશે. પણ એનું પરિણામ વિપરીત આવ્યું. શાંતનું મહેતા બીજે દિવસે પ્રભાતના પ્રહરમાં પાટણની પવિત્ર ભૂમિને પ્રણામ કરીને માલવભૂમિ તરફ પ્રયાણ કરી ગયા. આ વાતની રાજાને ખબર પડી. ત્યારે જ્યસિંહ રાજા કપાળે હાથ દઈ નિસાસો નાંખીને બોલવા લાગ્યા કે માલવપતિ મારે કટ્ટો દુશ્મન છે. શાંતનુ મહેતા દુશ્મનના આશ્રયે જઈને મારા રાજ્ય ઉપર આપત્તિના વાદળા ઉતારશે. એ મારો ખાસ પ્રધાન એટલે મારી ખાનગીમાં ખાનગી વાત પણ જાણે છે. એટલે હવે થોડા સમયમાં મારું રાજ્ય સાફ કરી નાંખશે. કેવું ભયંકર પરિણામ આવશે? આ પ્રમાણે ભાવિના ભણકારા વાગવા લાગ્યા ને તે ચિંતામાં જયસિંહ રાજાની આંખમાં બાર બાર જેટલા આંસુ પડવા લાગ્યા. આ પ્રધાનના દેહનું પરિણામ કેવું ભયંકર આવશે તે જોવા માટે રાજાએ તેની પાછળ છૂપી સી. આઈ. ડી. ના માણસે મોકલ્યા. શાંતનું પ્રધાન કયાંય પણ પાટણની કીતિને કલંક લાગે તેવું વચન બોલતા નથી, કે પાટણ ઉપર આપત્તિ આવે તેવું કાર્ય કરતા નથી.
શાંતનુ મહેતા માટે માલવપતિ અધીરા બન્યા” - માલવપતિ પાટણ નરેશને શત્રુ હતે. માલવપતિને ખબર પડી કે પાટણને પ્રવીણમંત્રી શાંતનુ મહેતા મારા રાજમાં આવે છે. પાટણપતિએ તેની મુદ્રા લઈ લીધી છે. આ સમાચાર સાંભળી માલવપતિને ખૂબ આનંદ થયે. વિરોધી રાજાને પ્રધાન ત્યાંથી અપમાનિત થઈને પિતાને
ત્યાં આવે તે રાજાઓ માટે ખુશીની વાત હોય છે. શત્રુ અને વળી મંત્રી તે આપણે મિત્ર બને એટલે ખુશાલીની વાત છે. શાંતનુ મહેતાના માનમાં માલવનરેશે આ માલવદેશ તેરણ અને વજા પતાકાથી શણગારી દીધે ને માણસોને મોકલી તેનું ભવ્ય સ્વાગત કરી બહુમાનપૂર્વક રાજાની સભામાં લાવ્યા. શાંતનુ મહેતાનું સ્વાગત-સન્માન જોઈને જયસિંહ રાજાના ગુપ્તચરોના દિલમાં આગ ઉઠી કે હવે આપણું રાજ્યનું આવી બનશે. કારણ કે આના જેવો બીજો કોઈ બહેશ પ્રધાન નથી.
શાંતનુ મહેતા સભામાં આવીને રાજાની સમક્ષ ઉભા રહ્યા પણ માલવપતિને મસ્તક નમાવ્યું નહિ. આ તરફ શાંતનું મહેતા જેવા મંત્રીને પ્રાપ્ત કરવાથી માલવપતિની છાતી ગજ ગજ ફૂલી રહી હતી પણ પ્રધાને મસ્તક નમાવ્યું નહિ. સિંહને શિકાર ન મળે તે ભૂખે મરી જાય પણ ઘાસમાં મેટું નાંખે નહિ. તે અનુસાર માલવપતિએ શાંતનું મહેતાનું સ્વાગત કરતાં કહ્યું કે પધારે મંત્રીરાજ ! પધારો!