________________
શારદા સાગર
મા બાપ જે કંઈ કહે તે હું છું. બહેનને એમ ન લાગવું જોઈએ કે મારા માતા-પિતા નથી. એટલે બહેનને સહેજ પણ ઓછું ન આવે તે રીતે ખૂબ સાચવતે. પણ તમે જાણે છે ને કે સંસારમાં સદા એક સરખા દિવસે કોઈના રહેતા નથી. તે રીતે આ ભાઈને ત્યાં વહેપારમાં મેટે ધકકે લાગ્યું. બેટ ગઈ. આગ લાગી ને બાર મહિનાના ગાળામાં તે એવી પડતી દશા આવી કે ખાવાના સાંસા પડવા લાગ્યા. પત્ની કહે છે કે હું મારા નાથ! મારા પિતા પાસે આપણે કંઈક માંગણી કરીએ. પતિ કહે કે ના. તું હમણાં જા હું મારી બહેનના ઘેર જાઉં છું. એક લેહીની સગાઈ છે એટલે ત્યાં જવામાં વાંધો નહિ. તેના સહકારથી હું સુખી થઈશ ને પછી તને તેડાવીશ. પતિના કહેવાથી પત્ની પિયર ગઈ ને પતિ બહેનના ઘેર ગયે. બહેન પિતાની સખીઓ સાથે સેનાના હિંડોળે ઝૂલતી હતી. બહેનની સખીઓની તથા બહેનની દષ્ટિ દૂરથી આવતા ભાઈ ઉપર પડી. પણ ગરીબ હાલતમાં જોઈને બહેને આંખ આડા કાન કર્યા. છેવટમાં ભાઈ ઘરના આંગણે આવ્યો પણ કેઈએ આવકાર ન આપ્યો. સખીઓ કહે કે બહેન!, તમારો ભાઈ છે. ત્યારે બહેન કહે કે મારે ભાઈ નથી પણ મારા બાપને રસે છે. આ શબ્દો ભાઈના દિલમાં ખૂબ લાગી આવે છે. છેવટે તે ચાલ્યા જાય છે. પછી પુણ્યને ઉદય થતાં તે શ્રીમંત બનીને આવે છે. ત્યારે બહેન જમવા તથા રહેવા માટે ખૂબ કાલાવાલા કરે છે. ભાઈ છેવટમાં કહે છે કે હે બહેન! માન મારા નથી. લક્ષમીના છે.
: દામે આદર દીજીયે, દામે દીજે માન,
પ્રથમ વખત આવ્યો, આપ્યું ચુલા ફંકણ નામ
જ્યારે મારી કંગાળ સ્થિતિ હતી ત્યારે તેં મને બાપના ઘરનો રસોઈયે છે તેમ કહ્યું હતું ને મારી સંભાળ પણ નથી લીધી. તને તારા સિને કેટલે ગર્વ છે! આ તે હું તારે સગા ભાઈ હતે છતાં પણ તને દયા ન આવી તે બિચારા ગરીબની તું શું સંભાળ રાખે? આ થાળામાં જે દાગીને ને રૂપિયા મૂકયા છે તે તું લઇ લેજે. આ તારા પિયરીયાને છેલ્લે કરિયાવર છે. હવે હું જાઉં છું. એમ કહી બહેનને પ્રણામ કરીને ભાઈ રવાના થઈ ગયા. આ બહેન કેવી સ્વાથી હતી. તેને તમને ખ્યાલ આવી ગયાને! જે સાચું ભાન થયું હોય તો હવે સમજીને સરકી જજે.
અનાથી મુનિ કહે છે હે મહારાજા! મારી બહેને આવી ન હતી. મારા માટે પિતાની જાત હોમી દેવી પડે તો દેવા તૈયાર હતી. છતાં પણ મને દુખમાંથી મુકત કરાવી શકી નહિ આ મારી પાંચમી અનાથતા હતી. હવે તમને એમ થાય કે માતાપિતા-ભાઈ-બહેને બધું હતું પણ કદાચ તમારી પત્ની નહિ હાય માટે દીક્ષા લીધી હશે!. કારણ કે આજે માણસને બધું હોય પણ ખમ્મા મારા સ્વામીનાથ! કહેનારી પત્ની ન હોય તે તમને તેના વિના ઉણપ લાગે છે ને? હું તમને પૂછું છું. સાચું બોલજે. તમે