________________
૫૬૯
શારદા સાગર
આપ મારા લગ્ન કરવાનું રહેવા દે. પણ પિતા રમેશની ગૂઢ વાત સમજી શકયા નહિ. એટલે કહે છે બેટા! તું લગ્ન ન કરે તે દુઃખી કહેવાય. લગ્ન કર્યા હાય તા સુખી કહેવાય. રમેશ મનમાં વિચાર કરે છે, કે મારી માતા મારા માથે દુ:ખના ઝાડ ઉગાડે તેટલું કરે છે. પણ પિતાજી જાણતા નથી. એટલે કાને કહેવુ...? જો મારા નસીબમાં સુખ હાત તે મારી માતા મને ત્રણ વર્ષના મૂકીને શા માટે ચાલી જાત ? તે મનમાં સમજે છે પણ આપને કહેતા નથી. છેવટે પિતાજીના ખૂબ આગ્રહ થવાથી રમેશના લગ્ન એક ખાનદાન કુટુંબની રમા નામની છોકરી સાથે થાય છે. ખૂબ ધામધૂમથી લગ્ન પતી ગયા. દિવસ આનંદથી પસાર થયા. રાત્રે રમેશ અને રમા નવપતી ભેગા થાય છે. ત્યારે રમેશની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે પત્ની વિચાર કરવા લાગી કે હજુ તે હું આ રૂમમાં પગ મૂકું છું. કંઈ બેલી ચાલી નથી ને મારા પતિ કેમ રડતા હશે ? શું હું તેમને નહિ ગમતી હાઉં? અગર તે ખીજા કોઈના પ્રેમમાં હશે? શું હશે? એમ અનેક તર્ક વિતર્ક કરે છે.
વચન
“પાતાના પતિની આંખમાં આંસુ જોઇ રમાનું હૃદય પીગળી ગયુ...” રમા પૂછે છે સ્વામીનાથ! મારે શું વાંક ગુન્હા છે? અગર મારાથી આપને કઇ દુઃખ થયુ છે ? જે હાય તે કહેા. અગર આપ કાઇની સાથે પ્રેમમાં છે ? કાઈને આપી ચૂકયા હૈ। ને માતાપિતાના બાણુથી મારી સાથે લગ્ન કરવું પડયું છે ? તેના કારણે આપને મૂંઝવણ થતી હોય તે આપ ખુશીથી મારી મહેનને ઘરમાં લાવે. હું તેની દાસી બનીને રહીશ. ફ્કત આપ મારા તરફ અમીદ્રષ્ટિ રાખો ને કાઇક દિવસ મારી ખખર લેજો કે તારે શું જોઈએ છે? ખાકી હું સંસારના સુખની તમાશ તરફથી આશા નહિ રાખુ. કદી મારી બહેન પ્રત્યે દ્વેષ નહિ રાખુ. ત્યારે રમેશ કહે છે, તુ જે કલ્પના કરે છે તેવુ કાઇ કારણ નથી. પણ મને એક ચિંતા છે કે મારી માતાને સ્વભાવ ખૂબ વિચિત્ર છે. મને આવા દુઃખ આપે છે તે હું સહન કરું છું પણ આવનારી કેમ સહન કરી શકશે ? તુ સહન નહિ કરી શકે તેા ઘરની ઈજ્જત ખુલ્લી થઇ જશે. આ કારણે મારી લગ્ન કરવાની ઇચ્છા ન હતી. પણ પિતાજીના આગ્રહથી પરણવું પડયું છે. તારા સાસુ તારા કપડાં ને દાગીના બધું માંગી લેશે તે તુ શું કરીશ? ત્યારે પત્ની રમા કહે છે, અહે સ્વામીનાથ! આપ આટલી ચિંતા શા માટે કરે છે ? તમે આટલા વખતથી આવા દુઃખ સહન કરે છે. તે શુ મારાથી નહિ વેઢાય? આપના સુખે સુખી અને દુ:ખે દુઃખી બનીને રહીશ. હું બધું સહન કરીશ. આપ તેની સ્હેજ પણ ચિંતા ના કરશે.
રમા હજુ પરણીને આવી છે. છતાં બધુ દાખે ને બધું કામ કરે છે. છતાં સાસુજીનું મુખડું
કામ કરવા લાગી ગઈ. સાસુના પગ મલકાતું નથી. તાજી પરણેલ વહુને