________________
૪૧૫
શારદા સાગર
થઈ છતાં ભગવાનચંદ્ર એક શબ્દ પણ ન ખેલ્યા. એ યાત તેા એ લૂટારાને પલવારમાં પકડાવી શકત. પણ એમ ન કરતાં એ મૌન રહ્યા.
લૂંટારાના મનમાં વિચાર આવ્યા–મે આને "ગલે સળગાવી માર્યા છતાંય મુખ પર કેવી શાંતિ છે! એમની આંખામાંથી કેવી કરૂણા ટપકે છે! લૂંટારા ભગવાનચંદ્રના પગમાં પડી ગયા. તે રડી પડયા. ભગવાનચદ્રે કહ્યું–ભાઈ ! તને માનવનુ તન મળ્યુ છે એનાથી કાળા કર્યા કરવા છેાડી દઇ નીતિનેા રાટલે ખા. તેમાં તારું કલ્યાણ છે. લૂટારાએ પેાતાની મનેવેદના વ્યકત કરતાં કહ્યું-પણ નીતિના રાટલા ખાવા કાણુ કે છે? મારે મહેનત-મજુરી કરીને પેટગુજારા કરવા છે પગુ મને કામ કેણુ આપે છે? આથી મારે લૂટના ધંધા કરવા પડે છે. ભગવાનચદ્રે તે લૂટારાને નાનકડા જગદીશને નિશાળેથી લાવવા લઈ જવાનું કામ સાંખ્યું. તેણે લૂંટના ધંધા છોડી દીધા.
ક્ષમા આપવાથી ખનેની ચિત્તવૃત્તિ શાંત અને નિર્મળ થાય છે અને પેાતાને પેાતાનું સાચું કન્ય સમજાય છે. જ્યારે ક્રોધની સામે ક્રોધ કરવાથી બંનેની વિવેકબુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને ન કરવાના કામ કરી ખેસે છે. જીવનમાં સાચી શાંતિ મેળવવી હાય તા ક્ષમાને ધાણુ કરવી પડશે. દુનિયાના દરેક ધર્મમાં, દરેક સમાજમાં, ક્ષમાને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ક્ષમા અજોડ ઔષધ છે. ઘરમાં કાઇની સાથે ખેાલાચાલી થાય છે ત્યારે આપણું મન કેવુ દુ:ખી ખની જાય છે! ઘરની કાઈ વાતમાં રસ રહેતા નથી. કાઈને ખેલાવવાનું મન થતું નથી. મનમાં અનેક જાતના માઢા વિચાર આવે છે. આ બધા વેરઝેર, કકળાટ–કજિયા, દ્વેષ વગેરેને દબાવવા હાય તે આપણે કાં તે ખીજાને ક્ષમા આપવી જોઇએ. માં તે ખીજાની ક્ષમા માગવી જોઈએ. આ વિના વેરઝેર, કજિયા, કંકાસના અંત આવતા નથી.
ઈસુ ખ્રિસ્તે એક પ્રવચનમાં કહ્યું છે. મિત્રા ઉપર તેા સહુ કાઇ પ્રેમ કરે પણુ શત્રુએ ઉપર પ્રેમ રાખેા ત્યારે તમે ખરા. શાપ આપનારને આશીર્વાદ આપવા એ કેટલું કઠણ કાર્યાં છે? એટલે એવી વ્યકિતઓને દિવ્ય વ્યકિત કહેવાય છે. ગાળની સામે ગાળ દેવી, શાપની સામે શાપ આપવા કે ક્રોધની સામે ધ કરવા એમાં માનવતા નથી. મિરાત-ઇ-સિક ંદરીમાં લખ્યું છે, બૂરુ કરનારને સખ્ત સજા કરવી ઘણી સહેલી છે. જો તુ ખરા માનવ હાય તે તારી સાથે જે બુરાઈ કરે છે અને ખરાબ રીતે વર્તે છે તેની સાથે સારી રીતે વરત. માનવતા તે એ છે કે શાપની સાથે આશીર્વાદ આપવા. ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્થલે લઈ ગયા અને તેમને ક્રેસ ઉપર જડી દીધા ત્યારે ઇસુની આંખમાંથી કરૂણાના ધાય વહી રહ્યા. તે ખેલ્યા-ડે પિતા ! તુ આ ખષાને માર્કે કરજે. કારણ કે તેઓ શુ કરી રહ્યા છે તેનું પણ તેમને ભાન નથી. આનું નામ ક્ષમા. પૂરું કરનારનું મનથી પણ અહિત ન ઈચ્છવું.